Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઉન્નત ખેતીનો અભિગમઃ પપૈયાની ઉન્નત ખેતી કેવી રીતે કરશો તે જાણીએ

પપૈયા સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર તથા દેશનું પાંચમુ લોકપ્રિય ફળ છે. તેમા વિટામીન A અને C વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આપણા દેશમાં તે બાર મહિના લગાવવામાં આવે છે. પપૈયાની ખેતી કરવી તે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક હોઈ શકે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
papaya
papaya

હકીકતમાં પપૈયાના છોડની જલ્દીથી વૃદ્ધિ થાય છે તથા ઉપજ પણ સારી મળે છે. આ સંજોગોમાં પપૈયાની ખેતી ઓછા સમયમાં વધારે નફો આપે છે. તેની ખેતી કરી ખેડૂત વધારાની આવક મેળવી શકે છે. તેના કાચા અને પાકા બન્ને પ્રકારના ફળ ઉપયોગી છે. તો ચાલો જાણીએ પપૈયાની ઉન્નત ખેતી કેવી રીતે કરીએ અને તેની મુખ્ય ઉન્નત જાતો કઈ છે-

પપૈયાની ખેતી માટેની આબોહવા

પપૈયાની ખેતી માટે ઉષ્ણ આબોહવા ઉત્તમ માનવામાં આવે છે. આ પાક પર ઠંડીની સિઝનમાં ઠાર પડવાની સ્થિતિની વધારે અસર ધરાવે છે. આ સંજોગોમાં ગરમ આબોહવામાં તેનો પાક મેળવવો જોઈએ. આ ઉપરાંત પાણીના યોગ્ય નિકાલવાળી ઝીણી રેતીવાળી માટીમાં તેની ખેતી કરવી ઉપયુક્ત છે. સારા ઉત્પાદન માટે માટીનો PH માપદંડ 6.5થી 7.5 હોવો જોઈએ. 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેનો પાક મેળવી શકાય છે.

પપૈયાની ખેતી માટે ક્યારી કેવી રીતે બનાવશો

આ માટે 15 સેંટીમીટર ઉંચી અને એક મીટર પહોળી ક્યારી તૈયાર કરી તેમાં છાણીયુ ખાતર નાંખવું. તેમા ઉન્નત જાતના બિયારણ યોગ્ય ઉપચાર કર્યા બાદ નાંખવા જોઈએ. બીજને અડધા સેંટીમીટરની ઉંડાઈ પર માટીમાં સારી રીતે વાવેતર કરવા જોઈએ. હવે તેમા નિયમિતપણે પાણી આપતા રહેવું જોઈએ. જ્યારે છોડમાં 4થી 5 પપૈયા આવી જાય અને છોડ આશરે 25 સેન્ટીમીટર ઉંચાઈ ધારણ કરી લે એટલે ખેતરમાં તેની રોપણી કરવી જોઈએ.

પપૈયાની ખેતી ક્યારે કરવી જોઈએ

આમ તો પપૈયો બારમાસી ઉત્પાદન લઈ શકાય તેવો પાક છે પણ તેના ગુણવત્તાયુક્ત તથા વધારે ઉત્પાદન માટે જુલાઈ-ઓગસ્ટ મહિના વધારે યોગ્ય છે. ખાડાને તૈયાર કરી કેટલાક દિવસ માટે તેને ખુલ્લા રાખો. ત્યારબાદ ઉંડા ખાડામાં બે છોડ લગાવવા જોઈએ. જ્યારે છોડમાં ફૂલ આવવા લાગે તે સમયે વિશેષ કાળજી રાખવી જોઈએ. માદા છોડને ખેતરમાં રહેવા દેવી પણ 10 ટકા નર છોડને સિવાય અન્ય બાકી નર છોડનો નિકાલ કરવો જોઈએ.

પપૈયાની ખેતી માટે ખાતર

છોડના યોગ્ય વિકાસ માટે પ્રત્યેક વર્ષ છોડ દીઠ 10થી 15 કિલો છાણીયા કે વર્મીકમ્પોસ્ટ ખાતર, 100 ગ્રામ યુરિયા, 400 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફરસ અને 150 ગ્રામ પોટાશ નાંખવુ જોઈએ. છાણીય ખાતર નાંખતી વખતે એ વાતની કાળજી રાખવી જે તેને જૂન અને જુલાઈ મહિનામાં નાંખવું.

આ પણ વાંચો:ખરીફ સિઝનમાં આ પાકની વાવણી કરવાથી સારી કમાણી થશે

 

 

 

પપૈયાના પાકમાં લાગતા મુખ્ય કીટ અને રોગો

નેમાટોડ-નેમાટોડ અથવા સૂત્રકૃમિને લીધે તેના છોડના મૂળમાં ગાંઠ પડવા લાગે છે. જેને લીધે છોડ નબળો પડી પીળો થઈ જાય છે. પરિણામ સ્વરૂપે છોડમાં ફળ ખૂબ જ નાના અને ઓછા આવે છે.

નિયંત્રણ

નેમાટોડના પ્રકોપને ઓછો કરવા માટે નર્સરી તૈયાર કરતી વખતે કાર્બોફ્યુરન 3 ગ્રામથી 10 ગ્રામ પ્રતિ વર્ગ મીટર હિસાબથી કરવું જોઈએ.

સ્ટેમરાઈ

આ એક પ્રકારના વિગલન રોગ છે,જેના પ્રભાવથી છોડની ડાળીઓમાં સડો પેદા થાય છે. તેને લીધે છોડના પાંદડા અને પાક પીળા પડી ખરવા લાગે છે.

નિયંત્રણ

આ રોગથી બચવા માટે ખેતીમાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે. રોગ લાગ્યા બાદ રોગવાળા છોડને હટાવી દેવા જોઈએ. આ ઉપરાંત રોગ લાગ્યા બાદ રોગીવાળા છોડને હટાવી દેવા જોઈએ. નર્સરી તૈયાર કરતી વખતે બિયારણોને થાઈરમ 3 ગ્રામ પ્રમાણથી પ્રતિ કીલો બીજનો ઉપચાર કરવો જોઈએ.

પપૈયાની મુખ્ય પ્રજાતીઓ

તેની મુખ્ય હાઈબ્રિડ જાતો આ પ્રકારે છે, જેને પૂસા નન્હા, સીઓ1, પૂસા ડેલિસિયસ, કુર્ગ હની, પૂસા મજેસ્ટી, અર્કા પ્રભાત, અર્કા સૂર્યા, સોલો, વોશિંગ્ટન, રેડ લિટી અને પંત પપૈયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:તેંદુના પાનનો વ્યવસાય કરીને કમાવો લાખો રૂપિયા

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More