સાચા અર્થમાં અત્યારે તો કળયુગની શરૂઆત થઈ છે અને તેની શરૂઆતના સાથે જ ખબર નથ શું શું થઈ રહ્યો છે. તેમાંથી જ એક છે બજારોમાં ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ, જેના કારણે લોકોને ધીમે ધારે ઝેર પીરસવામાં આવી રહ્યો છે. હવે તો બજારમાં લસણ પણ ભેળસેળયુક્ત મળી રહ્યો છે. કારણ કે બજારમાં ચાઈનીઝ લસણનું આડેધડ વેચાણ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે બજારમાં વેચાતા ચાઈનીઝ લસણને દરેક જણ ઓળખી શકતા નથી. પરંતુ તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આજે અમેો તમને જણાવા જઈ રહ્યા છે દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે શું તફાવત હોય છે અને તેને ઓળખીને તમે કેવી રીતે પોતાના જીવનું રક્ષણ કરી શકો છો.
ચાઇનીઝ લસણની ઓળખ
ચાઇનીઝ લસણની કળીઓ એકદમ જાડી હોય છે.તેમાં સ્વાદ નથી હોતું તેનું કારણ ભેળસેળયુક્ત રાસાયણિક પદાર્થો છે.ચાઇનીઝ લસણમાં સિન્થેટીક્સ પણ ઉમેરવામાં આવે છે. સાથે જ તેનાથી થતા નુકસાનની વાત કરીએ તો આ લસણ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ચાઈનીઝ લસણ ખરીદવા અને ખાવાનું ટાળવું જોઈએ.
દેશી લસણની ઓળખ
દેશી લસણની ઓળખ એ છે કે તેની કળીઓ નાની અથવા સામાન્ય કદની હોય છે. સ્થાનિક લસણના બલ્બ પર ઘણા ડાઘ હોય છે અને તેમની છાલ સંપૂર્ણપણે સફેદ હોતી નથી. જ્યારે તેની કળીઓને ઘસવામાં આવે તો તે સુગંધ આપે છે. ત્યારે હાથ પર થોડો ચીકણો અનુભવાય છે. આવી સ્થિતિમાં લસણ ખરીદતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખો.
નકલી લસણની ઓળખ
આ દિવસોમાં નકલી લસણ પણ બજારમાં વેચાઈ રહ્યું છે. તે હાનિકારક રસાયણોમાંથી તૈયાર કરવામાં આવે છે. નકલી લસણ ઉગાડવા માટે સીસું,ધાતુ અને ક્લોરિનનો ઉપયોગ થાય છે. તે જ સમયે, નકલી લસણની ઓળખ એ છે કે જો તમે લસણના બલ્બને ફેરવો અને તેને જુઓ, જો લસણ નીચેના ભાગમાં પણ સંપૂર્ણપણે સફેદ હોય અને તેમાં કોઈ ભૂરા રંગના નિશાન ન હોય તો તે નકલી લસણ હોઈ શકે છે.
Share your comments