Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

નવતર અભિગમ : શું છે ‘શ્રી’ પદ્ધતિ કે જે ડાંગર પાકમાં વધુ ઉત્પાદન અને નફો કરાવેછે ?

ડાંગર પાક દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ધાન્ય પાક છે. વર્ષોથી ખેડૂતો ડાંગર પાકની ખેતી કરે છે. કૃષિ યુનિવર્સિટીએે ડાંગર પાક ઉત્પાદન વધારવા સંશોધનથી ઘણી નવી જાતો આપી છે. છેલ્લા ઘણા વર્ષેથી ડાંગર પાક ઉત્પાદન વધારવા ‘શ્રી’ પદ્ધતિ પ્રચલિત બની છે, પરંતુ હજુ જોઇએ એટલા પ્રમાણમાં ખેડૂતો આ પદ્ધતિ અપનાવતા નથી.

KJ Staff
KJ Staff

ડાંગર પાક દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ધાન્ય પાક છે. વર્ષોથી ખેડૂતો ડાંગર પાકની ખેતી કરે છે. કૃષિ યુનિવર્સિટીએે ડાંગર પાક ઉત્પાદન વધારવા સંશોધનથી ઘણી નવી જાતો આપી છે. છેલ્લા ઘણા વર્ષેથી ડાંગર પાક ઉત્પાદન વધારવા ‘શ્રી’ પદ્ધતિ પ્રચલિત બની છે, પરંતુ હજુ જોઇએ એટલા પ્રમાણમાં ખેડૂતો આ પદ્ધતિ અપનાવતા નથી.

‘શ્રી’ પદ્ધતિમાં મુખ્યત્વે સમતલ નિતાર કરી શકાય, તેવી ઉંચાઈવાળી જમીન અને જરૂર પડે, ત્યારે પિયત આપી શકાય, તેવી વ્યવસ્થા ખાસ જરૂરી છે. ખેડૂત ફક્ત રાસાયણિક ખાતર પર આધાર ન રાખતા ભરપૂર સેન્દ્રિય ખાતર જમીન તૈયાર કરે, ત્યારે અથવા ઘાવલ પહેલા વાપરે, તે પણ એટલું જ જરૂરી છે. આ પદ્ધતિમાં ધરૂ ૮થી ૧ર દિવસનું કુમળું વાપરવાનું હોય, માટી સાથે ધરૂ ઉખેડી શકાય, તે રીતે ગાદી ક્યારા કરી ખાસ કાળજીથી તૈયાર કરવાનું હોય છે. વળી ધરૂ ઉખાડ્યા પછી ટૂંકા ગાળામાં તરત જ રોપાણ કરવું અત્યંત જરૂરી છે. રપ સેમી ×રપ સેમીનાં અંતરે એક જ છોડ રોપવાનો છે તથા ત્યાર બાદ ત્રણથી ચાર વખત પૅડી વિડર/ કોનોવિડરથી આંતરખેડ કરવાથી ફુટનું પ્રમાણ ઘણું જ વધારે મળે છે. દરેક ફુટમાં કંઠી સારી આવે છે અને દરેક કંઠીમાં દાણા વધારે ભરાય છે અને પરિણામે ઉત્પાદન સારૂ મળે છે.

 ૧પ૦ નિદર્શનો પૈકી ઓછામાં ઓછું ઉત્પાદન ૮૦૧પ કિગ્રા/હૅક્ટર અને વધુમાં વધુ ઉત્પાદન ૧ર,૬પ૦ કિગ્રા/હૅકટર ખેડૂતોનાં ખેતરે મળેલ હતું. હાલ ‘શ્રી’ પદ્ધતિ ખેડૂતો નથી અપનાવતા, તેના કારણોમાં ૮થી ૧ર દિવસનું કુમળું ધરૂ તૈયાર કરી સમયસર રોપણી કરવી તેઓને થોડી મુશ્કેલ લાગે છે તથા એક જ છોડ રપ સેમી×રપ સેમીનાં અંતરે રોપણી કરતા શરૂઆતમાં ખેતર ખાલી લાગે. આપણા ખેડૂતો મોટા ધરૂથી આંઘણું રોપાણ કરે અથવા બેથી ચાર છિપા રોપે એટલે રોપણીના દિવસથી જ આખું ખેતર લીલુંછમ લાગે કે જેથી ‘શ્રી’ પદ્ધતિમાં પહેલી નજરે ખેડૂતને વિશ્વાસ નથી બેસતો તથા ધરૂ ઉખાડયા પછી તરત જ રોપણી માટી સાથે જ મૂળ સહિત રોપાય, તો ઉત્તમ પરિણામ મળે. આપણા ખેડૂતો આગલા દિવસે ધરૂ ઉખાડવાનું અને બીજા દિવસે રોપણી કરવાથી ટેવાયેલા છે કે જે ‘શ્રી’ પદ્ધતિને અનુકૂળ નથી.

વિશેષમાં ‘શ્રી’ પદ્ધતિમાં હાથ કરબડી બેથી ત્રણ વખત ચલાવવાની હોય છે કે જેનાથી પણ ખેડૂતો ટેવાયેલા નથી. આમ ‘શ્રી’ પદ્ધતિમાં ઉત્પાદન વધારે ચોકકસ મળે છે, પરંતું સેન્દ્રિય ખાતરની ઉપલબ્ધતા પણ નાના ખેડૂતોને નડે છે, જો ખેડૂતને ઊંચાણ વિસ્તારની જમીન હોય, પૂરતું સેન્દ્રિય ખાતર મળે તથા પિયતની વ્યવસ્થા હોય અને રોપણીથી લઈ આંતરખેડ કરવાની તૈયારી હોય, તો એકમ વિસ્તારમાંથી બેથી ત્રણ ગણું ડાંગરનું ઉત્પાદન ચોકકસ મળે છે કે જે નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીનાં ઘણા ખેડૂતોએ સાબિત કરી સારામાં સારૂ ઉત્પાદન મેળવેલ છે. આગામી દિવસોમાં ટ્રાયબલ વિભાગ દ્વારા આ પદ્ધતિનો વ્યાપ વધારવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), નવસારીને યોજના આપવામાં આવેલ છે.  

કૅશ ક્રૉપ પાર્ટ 2 : આ છે ઉચ્ચ વળતર ધરાવતા રોકડિયા પાક કે જે ખેડૂતોને બનાવશે આર્થિક રીતે સમૃદ્ધ

Related Topics

Paddy Crop

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More