ચણાની ઉન્નતશીલ ખેતી- ભારત વિશ્વમાં સૌથી મોટો ચણા ઉત્પાદક દેશ છે. તે વિશ્વના કુલ ચણા ઉત્પાદન પૈકી 75 ટકા ઉત્પાદન કરે છે. ક્ષેત્રફળ તથા ઉત્પાદન બન્ને દ્રષ્ટિએ કઠોળ વર્ગીય આ પાકમાં ચણા મુખ્ય સ્થાન ધરાવે છે. સમસ્ત ઉત્તમ-મધ્યમ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં ચણા રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે.
ચણાની ઉન્નતશીલ ખેતી- ભારત વિશ્વમાં સૌથી મોટો ચણા ઉત્પાદક દેશ છે. તે વિશ્વના કુલ ચણા ઉત્પાદન પૈકી 75 ટકા ઉત્પાદન કરે છે. ક્ષેત્રફળ તથા ઉત્પાદન બન્ને દ્રષ્ટિએ કઠોળ વર્ગીય આ પાકમાં ચણા મુખ્ય સ્થાન ધરાવે છે. સમસ્ત ઉત્તમ-મધ્યમ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં ચણા રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે. ચણાનું ઉત્પાદન નવી ઉન્નત ટેકનોલોજી અને ઉન્નતશીલ પ્રજાતિયોનો ઉપયોગ કરી ખેડૂત ચણાનું ઉત્પાદન વધારી શકે છે અને ઉચ્ચત્તમ અને વાસ્તવિક ઉત્પાદકતાનું અંતર ઓછું કરી શકે છે.
ઉપજનું અંતર
સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે અગ્રિમ પંક્તિ પ્રદર્શનની ઉત્પાદકતા અને સ્થાનિય જાતોની ઉપજમાં 25 ટકાનું અંતર છે. આ અંતર ઓછું કરવા માટે સંશોધન સંસ્થાઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અનુશંસા પ્રમાણે ઉન્નત કૃષિ ટેકનોલોજી અપનાવવી જોઈએ.
જળવાયુ
ચણાની ખેતી સામાન્ય રીતે રવી મૌસમમાં કરવામાં આવે છે. ચણાની ખેતી માટે 60-90 સે.મી વાર્ષિક વરસાદનું પ્રમાણ ધરાવતા વિસ્તારોમાં કરવામાં આવે છે.
જમીનની તૈયારી
સામાન્ય દોમટથી મટિયાર જમીન ચણા માટે સર્વોત્તમ રહે છે, પણ સમુચિત પાણીના નિકાલ વ્યવસ્થા થવાના સંજોગોમાં ભારે જમીનમાં પણ તેની ખેતી સફળતાપૂર્વક કરવામાં આવી શકે છે. કાબુલી ચણા માટે વધારે ઉપજાઉ જમીનની જરૂર પડે છે. મૂળ ગ્રંથિઓના ઉત્તમ વિકાસ હેતુ માટીમાં પૂરતા પ્રમાણમાં વાયુ-સંચાર હોવા અતિ આવશ્યક છે. રફ સીડબેડ તૈયાર કરવા માટે એક ખેડાણ માટી પલટવાના હળથી કરવી અને બીજુ ખેડાણ દેશી હળ અથવા કલ્ટીવેટરથી પૂરતી છે.
આ પણ વાંચો,જોઈએ છે મોટા નફા તો નવેમ્બરમાં કરો આ પાકોના વાવેતર
વાવેતરનો સમય
ઉત્તર ભારત-અસિંચિતઃ ઓક્ટોબરના દ્વિતીય પખવાડિયા, સિંચાઈઃ નવેમ્બરના પ્રથમ પખવાડીયા (મધ્ય અને દક્ષિણ ભારત-ઓક્ટોબરના પ્રથમ પખવાડીયું), સિંચાઈ ઓક્ટોબરથી નવેમ્બરના પ્રથમ પખવાડીયા.
બિયારણનું પ્રમાણ
નાના દાણાવાળી પ્રજાતિયો માટે 50-60 કિગ્રા પ્રતિ હેક્ટર તથા મોટા દાણાવાળી પ્રજાતિઓ માટે 100 કિગ્રા બીજ દરથી પાછોતરું વાવેતર કરવા માટે 90-100 કિગ્રા પ્રતિ હેક્ટર તથા કાબુલી જાતો માટે 100થી 125 કિગ્રા પ્રતિ હેકટર પૂરતું છે.
વાવેતરની વિધિ
વધારે ઉપજ લેવા માટે વાવેતર હરોળમાં 30 સે.મી. અંતર પર અને વિલંબની સ્થિતિમાં 25 સે.મીના અંતરે સીડ ડ્રીલ દ્વારા અથવા હળની પાછળ ચોંગા બાંધી 8-10 સે.મી.ઉંડાઈ પર કરો.
વિલંબની સ્થિતિમાં
સામયિક વાવેતર-30 સે.મી. અને 10 સે.મી
પાછોતરી વાવેતર-25 સે.મી અને 10 સે.મી
સિંચિત ક્ષેત્રોમાં-45 સે.મી અને 10 સે.મી
Share your comments