ચાલુ પાક સિઝનમાં કોમોડિટીની કિંમતોમાં વધેલા ભાવને લીધે મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોને મદદરૂપ બનવા માટે કેન્દ્રીય કેબિનેટે ફોસ્ફેટીક અને પોટેસિયમ સહિતના વિવિધ ખાતરો પર આપવામાં આવતી સબસિડીમાં વધારો જાહેર કર્યો છે.
હવે ખેડૂતો DAP પર રૂપિયા 1200 સબસિડી મેળવશે,જે અગાઉ રૂપિયા 500 સુધીની સબિસિડી મેળવતા હતા. તેને પગલે સરકારી તિજોરી પર રૂપિયા 14,775 કરોડનો બોજ પડશે, તેમ સરકારે કેબિનેટની બેઠક બાદ આ માહિતી આપી હતી.
છેલ્લા કેટલાક મહિનાથી DAP અને P&K ખાતરના કાચા માલસામાનની કિંમતમાં વૈશ્વિકસ્તરે ઝડપથી વધારો થયો છે. આ ઉપરાંત તૈયાર DAPની કિંમતોમાં પણ વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર પ્રમાણમાં કિંમતોમાં ભાવ વધારો થવા છતાં ભારતમાં ઘરઆંગણે કંપનીઓ દ્વારા પ્રારંભમાં કોઈ ભાવ વધારો કર્યો ન હતો. જોકે, કેટલીક કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં DAPની કિંમતમાં વધારો કર્યો છે.
સરકાર ખેડૂતોની ચિંતા અંગે સંપૂર્ણપણે સંવેદનશીલ છે અને ખેડૂત સમુદાયની ચિંતાને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરવામાં આવ્યા છે.
ભારતમાં DAPની કિંમતમાં તાજેતરમાં વધારો થવાની કટોકટીને પગલાં રાજ્ય તથા ખેડૂતોને અસાધારણ સ્થિતિનો સામનો કરવો પડે તેવી નોબત આપી પડી છે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે NBS સ્કીમ હેઠળ સબસિડીની દરોમાં વધારો કર્યો છે. કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે પગલાં ભર્યાં છે.
Share your comments