Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેતી પાકમાં નુકશાન કરતી ઈયળો માટે વિષાણુઓનું દ્રાવણ બનાવવાની રીત

ખેતી પાકમાં નુકશાન કરતી ઈયળોને પણ વિષાણુઓ દ્વારા રોગ લાગુ પડે છે. ચણા, તુવેર, કપાસ, ટામેટા, મરચી વગેરે પાકોમાં નુકશાન કરતી લીલી ઈયળને એચ. એન. પી. વી. (HaNPV) નામના વાયરસથી રોગ થાય છે. તે જ રીતે લશ્કરી ઈયળમાં એસ. એન. પી. વી. (SlNPV) નામના વિષાણુથી રોગ થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Caterpillar
Caterpillar

ખેતી પાકમાં નુકશાન કરતી ઈયળોને પણ વિષાણુઓ દ્વારા રોગ લાગુ પડે  છે. ચણા, તુવેર, કપાસ, ટામેટા, મરચી વગેરે પાકોમાં નુકશાન કરતી લીલી ઈયળને એચ. એન. પી. વી. (HaNPV) નામના વાયરસથી રોગ થાય છે. તે જ રીતે લશ્કરી ઈયળમાં એસ. એન. પી. વી. (SlNPV) નામના વિષાણુથી રોગ થાય છે.

ખેતી પાકમાં નુકશાન કરતી ઈયળોને પણ વિષાણુઓ દ્વારા રોગ લાગુ પડે  છે. ચણા, તુવેર, કપાસ, ટામેટા, મરચી વગેરે પાકોમાં નુકશાન કરતી લીલી ઈયળને એચ. એન. પી. વી. (HaNPV) નામના વાયરસથી રોગ થાય છે. તે જ રીતે લશ્કરી ઈયળમાં એસ. એન. પી. વી. (SlNPV) નામના વિષાણુથી રોગ થાય છે. આ વિષાણુયુકત દ્રાવણ છોડ પર છાંટતા તેમાં રહેલાં વિષાણુઓ ખોરાક મારફતે ઈયળના પાચનતંત્રમાં દાખલ થાય છે અને ત્યાં વૃધ્ધિ પામી તેના લોહીમાં પહોંચી ખુબ જ મોટી સંખ્યામાં વૃધ્ધિ પામે છે. રોગગ્રસ્ત ઈયળ ચાર થી પાંચ દિવસમાં પોચી પડી મરી જાય છે.

આવી રોગગ્રસ્ત ઈયળ ખેતરમાં ઉંધી લટકેલી જોવા મળે છે. આવી રોગિષ્ટ ઈયળના શરીરમાંથી નિકળેલ પ્રવાહી પાન પર ચોંટી જાય છે અને જયારે અન્ય ઈયળ આવા પાન ખાય છે ત્યારે આ વિષાણુઓ તેને રોગિષ્ટ કરી મારી નાંખે છે, આમ કુદરતમાં જીવાતોનું લાંબા સમય સુધી નિયંત્રણ મેળવી શકાય છે. આ ઈયળોના વિષાણુઓ જે તે પ્રજાતિ માટે જ અસરકારક હોય છે. લીલી ઈયળના વિષાણુઓ લીલી ઈયળમાં જ રોગ કરી શકે છે. જયારે તે લશ્કરી ઈયળમાં રોગ ઉત્પન્ન કરી શકતા નથી, તે જ રીતે લશ્કરી ઈયળના વિષાણુ બીજી ઈયળમાં રોગ ઉત્પન્ન કરી શકતા નથી.

આ વિષાણુનાં છંટકાવની માત્રા લીલી ઈયળ માટે રપ૦ થી ૪પ૦ ઈયળ યુનિટ (૧ ઈયળ યુનિટ એટલે ૧ મીલી દ્રાવણમાં ૬ × ૧૦ એટલે કે છ અબજ, પૃથ્વીની માનવવસ્તી જેટલા વિષાણુ) અને લશ્કરી ઈયળ માટે રપ૦ ઈયળ યુનિટ પ્રતિ હેકટરની ભલામણ છે. આ વિષાણુ પર સુર્યપ્રકાશમાં રહેલા પારજાંબલી કિરણો નુકશાન કરતાં હોય આ વિષાણુનું દ્રાવણ સાંજના સમયે છાંટવુ ખુબ જ હિતાવહ છે. બજારમાં લીલી ઈયળ અને લશ્કરી ઈયળ માટેના વિષાણુઓ ઉપલબ્ધ છે. ખેડૂતમિત્રો જાતે જ ખેતી પાકમાં નુકશાન કરતી જુદી જુદી ઈયળો માટે વિષાણુઓ (એન. પી. વી.) નું દ્રાવણ બનાવી શકે છે. લશ્કરી ઈયળ અને લીલી ઈયળ માટે વિષાણુઓ (એન. પી. વી.) નું દ્રાવણ બનાવવાની રીત નીચે મુજબ આપેલી છે.

લશ્કરી ઈયળ માટે વિષાણુઓ (એન. પી. વી.) નું દ્રાવણ બનાવવાની રીત

૧. સૌ પ્રથમ બજારમાંથી કે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાંથી લશ્કરી ઈયળના એન. પી. વી. નું ૧ મિલિ જેટલું દ્રાવણ લાવી તેને ૧ લિટર પાણીમાં ભેળવી મિશ્રણ બનાવવું.

૨. ત્યારબાદ જંતુનાશક દવા છાંટેલ ન હોય તેવા દિવેલાનાં ખેતરમાંથી દિવેલાના તાજા પાન દાંડી સાથે લાવી તેના પર લશ્કરી ઈયળના એન. પી. વી.નો છંટકાવ કરવો. છંટકાવ કરેલા પાનને છાંયડામાં સુકવવા.

આત્મનિર્ભર ભારત: આટલી નાની ઉમ્રમાં બનાવ્યુ પાકને સુરક્ષિત રાખવા માટે મશીન

૩. આ સુકવેલ પાનને તેની દાંડી પાણીમાં ડૂબેલી રહે તે રીતે પાણી ભરેલા બીકરમાં મૂકી તે બીકરને પ્લાસ્ટીકની ડોલમાં મુકવું.

૪. આટલું કર્યા બાદ લશ્કરી ઈયળની ત્રીજી કે ચોથી અવસ્થાની ૧૦ થી ૧ર દિવસની ઈયળો ભેગી કરી તે ઈયળોને એક દિવસ ભુખી રાખવી.

૫. ભુખી રાખેલ ઈયળોને એન. પી. વી. છાંટેલા દિવેલાના ડોલમાં રાખેલ પાન ઉપર છોડી તે ડોલને કાળા કપડાંથી ઢાંકી બંધ કરો.

૬. એન. પી. વી. વાળા પાન ખલાસ થઈ જાય ત્યારે ફરીથી તાજા પાનને એન. પી. વી. ની માવજત આપી ઈયળોનાં ખોરાક તરીકે આપો. આ રીતે ત્રણ દિવસ સુધી એન. પી. વી. યુકત પાન ખોરાકમાં આપો.

૭. ત્રણ દિવસ પછી ઈયળોને એન. પી. વી. વગરના પાન ખોરાક તરીકે આપો.

૮. એન. પી. વી. યુકત ખોરાક ખાધા પછી ઈયળો ૩ થી ૪ દિવસમાં મરવા લાગશે.

  1. આવી એન. પી. વી. ની અસરથી મરણ પામેલ ઈયળોને ભેગી કરી એક કાચના બીકરમાં ર૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખો.

૧૦. પાણીમાં રાખેલ આ ઈયળો કચરીને, વલોવી બનેલા દ્રાવણને બારીક કપડા વડે ગાળીને ફરીથી ર૪ કલાક સુધી કાચના બીકરમાં રાખો.

૧૧. આમ કરવાથી બીકરના તળીયાનું પાણી એન. પી. વી. યુકત સફેદ દેખાશે જયારે ઉપરનાં ભાગે પાણી હશે. આ ઉપરના પાણીને બીજા બીકરમાં કાઢી લો. જયારે એન. પી. વી. વાળા સફેદ પાણીને એ જ બીકરમાં રહેવા દો.

૧૨. ત્યારબાદ આ એન. પી. વી. વાળા દ્રાવણમાં બીજું પાણી ઉમેરી વધુ ર૪ કલાક માટે રહેવા દો.

અફીણની ખેતી: જાણો અફીણની ખેતી કરવા માટે મહત્વપૂર્ણ બાબત

૧૩. ફરીથી ઉપરનું પાણી નિતારીને તળીયાનું એન. પી. વી. યુકત પાણી આશરે ૧૦૦ મિલિ જેટલું રહેવા દો.

૧૪. જરૂર મુજબ ઉપરની ક્રિયાથી પાણી દુર કરી વધારાનું પાણી ઉમેરી વધારેને વધારે શુધ્ધ એન. પી. વી. નું દ્રાવણ મેળવી શકાય છે.

૧૫. એન. પી. વી. કલ્ચર બનાવવા માટે શકય હોય તો નિસ્યંદિત પાણી અથવા તો સીધું માત્રામાં ઝીલેલું વરસાદનું પાણી વાપરવું જોઈએ જેનાથી એન. પી. વી. નો નાશ થતો અટકાવી શકાય છે.

૧૬. આ એન. પી. વી. ના દ્રાવણને અંધારી તેમજ ઠંડી જગ્યામાં લગભગ ૨ થી ૩ વર્ષ સુધી સંગ્રહી શકાય છે.

૧૭. આ રીતે બનાવેલ એન. પી. વી.નો ખેતરમાં છંટકાવ કર્યા બાદ ર-૩ દિવસ બાદ તેની અસરથી મરી ગયેલ ઈયળોને એકત્રિત કરી કચરીને ઉપરની રીત મુજબ ફરીથી એન. પી. વી. નું  દ્રાવણ બનાવી શકાય છે.

લીલી ઈયળ માટે વિષાણુઓ (એન. પી. વી.) નું દ્રાવણ બનાવવાની રીત

૧. સૌ પ્રથમ બજારમાંથી કે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાંથી લીલી ઈયળના એન. પી. વી. નું ૧  મિલિ જેટલું  દ્રાવણ લાવી તેને ૧ લિટર પાણીમાં મેળવી મિશ્રણ બનાવવું.

૨. ત્યારબાદ જંતુનાશક દવા છાંટેલ ન હોય તેવા તુવેર કે ચણાના ખેતરમાંથી લાવવામાં આવેલ તુવેર કે ચણાની શીંગો અથવા પાણીમાં પલાળેલ ચણા પર લીલી ઈયળના એન. પી. વી. નો છંટકાવ કરો, છંટકાવ કરેલ શીંગોને છાંયડે સુકવો.

૩. આ સુકવેલ શીંગોમાંથી એક બે શીંગો પ્લાસ્ટિકના ઢાંકણવાળી જુદી જુદી ડબ્બીમાં મૂકો. આ ડબ્બીમાં બીજી કે ત્રીજી અવસ્થાની એક દિવસ ભૂખી રાખેલ ઈયળ દરેક ડબ્બીઓમાં મૂકો. ડબ્બીઓના ઢાંકણ પર ટાંકણી ગરમ કરી કાણા પાડો જેથી હવાની અવરજવર થઈ શકે.

૪. ઈયળો રાખેલ આ ડબ્બીઓઓમાં ત્રણ દિવસ સુધી એન. પી. વી. નો છંટકાવ કરેલ શીંગો ખોરાક તરીકે આપતા રહો.

૫. ત્રણ દિવસ પછી ઈયળોને એન. પી. વી. ના છંટકાવ સિવાયની શીંગો ખોરાક તરીકે આપો.

૬. એન. પી. વી. યુકત શીંગો ખાધા પછી ઈયળો ૩ થી ૪ દિવસમાં મરવા લાગશે.

૭. એન. પી. વી. થી અસર પામેલ લીલી ઈયળોના પગ ગુલાબી અને પગની વચ્ચેનો ભાગ સફેદ થયેલો દેખાશે.

૮. એન. પી. વી. ની અસરથી મરણ પામેલ આવી ઈયળોને ભેગી કરી એક કાચના બિકરમાં ર૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખો.

૯. ત્યારબાદ આ ઈયળોને કચરી વલોવીને બનાવેલ દ્રાવણને બારીક કપડા વડે ગાળીને ફરીથી ર૪ કલાક સુધી કાચના બિકરમાં રાખો.

૧૦. આ રીતે એન. પી. વી. યુકત સફેદ પાણી બીકરના તળીયે ભેગુ થશે જેને ઉપરનું પાણી દુર કરી તેજ બીકરમાં રહેવા દો.

૧૧. આ એન. પી. વી. યુકત દ્રાવણમાં બીજુ પાણી ઉમેરી વધુ ર૪ કલાક માટે રહેવા દો.

૧૨. ફરીથી ઉપરનું પાણી નીતારી તળીયાનું એન. પી. વી. યુકત પાણી આશરે ૧૦૦ મિલિ જેટલું રહેવા દો.

૧૩. જરૂર મુજબ આ ક્રિયા કરી ફરી ફરીથી વધારે શુધ્ધ એન. પી. વી. નું દ્રાવણ મેળવી શકાય છે.

૧૪. એન. પી. વી. નું કલ્ચર બનાવવા માટે શકય હોય તો નિસ્યંદિત પાણી અથવા તો સીધું માત્રમાં ઝીલેલું વરસાદનું પાણી વાપરવું જેથી એન. પી. વી. નો નાશ થતો અટકાવી શકાય છે.

૧૫. આ એન. પી. વી. ને અંધારી અને ઠંડી જગ્યામાં લગભગ ૨ થી ૩ વર્ષ સુધી સંગ્રહી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More