વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે વધારે કમાણી કરવામાં આવે. આ સંજોગોમાં ખેડૂતભાઈને યોગ્ય મદદ અને વિચારો મળે તો તેમની કમાણીમાં વધારો થઈ શકે છે. બસ જરૂર છે તેને યોગ્ય માર્ગદર્સનની. ભારતના મોટાભાગના ખેડૂતો શાકભાજી, ફળો અને અનાજ વગેરેની ખેતી કરે છે. જોકે આજે અમે તમને આ લેખમાં પાકની નહીં વિવિધ પ્રકારના ઝાડ કે વૃક્ષની ખેતી અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેની ખેતી કરી તમે ભવિષ્યમાં સારી કમાણી કરી શકો છો. આ માટે બસ થોડી ધિરજની જરૂર છે અને તે તમારા માટે એક લાંબા ગાળાનું રોકાણ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ઝાડ વિશે વધુ માહિતી....
ગમ્હારની ખેતી
તે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતા ઝાડ છે. ભારત ઉપરાંત વિદેશોમાં પણ જોવા મળે છે, જેમ કે કમ્બોડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ વગેરે દેશોમાં તેનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તેના પાંદડાનો ઉપયોગ દવાઓ તૈયાર કરવા માટે કરવામાં આવે છે. તે અલ્સર જેવી સમસ્યાઓમાં રાહત આપવામાં ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે.
ગમ્હારની ખેતીમાં ખર્ચ
ગમ્હારના 1 એકરમાં 500 છોડ લગાવી શકાય છે. જો ગમ્હારના વૃક્ષની ખેતીમાં ખર્ચની વાત કરીએ તો તેનો કુલ ખર્ચ 40-55 હજાર સુધી હોય છે. જો ગમ્હારના ઝાડની ખેતીમાં કમાણીની વાત કરવામાં આવે તો તેની ખેતીથી કમાણી લાકડાની ગુણવત્તા પર નિર્ભર હોય છે. 1 એકરમાં લાગતા ઝાડ એક કરોડ રૂપિયાની કમાણી કરાવી શકે છે.
ચંદનની ખેતી
આ ઝાડની ખેતીમાં એટલો નફો હોય છે કે જેટલો કોઈ પણ સરકારી અથવા પ્રાઈવેટ યોજનામાં રોકાણ કરવા પર મળી શકતો નથી. જો સરળ શબ્દોમાં વાત કરીએ તો રૂપિયા 1 લાખનું રોકાણ કરવાથી તમે ભવિષ્યમાં રૂપિયા 1.5 કરોડ સુધી નફો મેળવી શકો છો. જો તમે 15-20 વર્ષ સુધી કોઈ પણ યોજનામાં આટલા પૈસાની કમાણી કરવા લાગશો તો તમે આટલો લાભ મળશે નહીં. તેને લગાવ્યા બાદ 5 વર્ષ તેના લાકડા રસદાર થવાની શરૂઆત થાય છે. આશરે 12થી 15 વર્ષ વચ્ચે તેના લાકડા વેચાણ માટે તૈયાર થઈ જાય છે. તેના એક ઝાડથી આશરે 40 કિલો સુધી લાકડું મેળવી શકાય છે.
ચંદનની ખેતી પાછળ ખર્ચ
ચંદનની ખેતીમાં 1 એકરમાં 500 છોડ લાગે છે. જો ચંદનના ઝાડની ખેતીમાં પડતરની વાત કરવામાં આવે તો કુલ પડતર 40-60 હજાર સુધી હોય છે. જો ચંદનના ઝાડની ખેતીમાં કમાણી કરવાની વાત કરીએ તો તેના 1 ઝાડની કિંમત ન્યૂનત્તમ 50 હજાર હોય છે.
સાગવાનની ખેતી
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના જંગલોમાં સાગવાનની કાપણી એટલી વધી ગઈ છે કે હવે જંગલોમાં આ ઝાડની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. સાગવાનના લાકડાની ક્વોલિટી એટલી સારી હોય છે કે તેની માંગ સતત વધી રહી છે.આ લાકડાને ઉધઈ લાગતી નથી અને ન તો પાણીમાં ખરાબ થાય છે. માટે આ લાકડાનો ફર્નીચર તૈયાર કરવામાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. સાગવાનના લાકડાનું આયુષ્ય આશરે 200 વર્ષથી વધારે છે.
સાગવાન ઝાડની ખેતીમાં ખર્ચ
સાગવાનના 1 એકરમાં 400 છોડ લગાવી શકાય છે. જો સાગવાનના છોડની ખેતીમાં ખર્ચની વાત કરવામાં આવે તો આશરે 40-45 હજાર સુધી ખર્ચ થાય છે. આ ઉપરાંત જો સાગવાનની ખેતી કરી કમાણીની વાત કરીએ તો તેના 1 ઝાડની કિંમત 40 હજાર સુધી હોય છે. 400 ઝાડથી રૂપિયા 1 કરોડ 20 લાખની કમાણી કરી શકાય છે.
Share your comments