Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

એક ઝાડ પર ઉગે છે 121 પ્રકારની કેરી ! જાણો કેવી રીતે

આજે પણ જ્યારે કેરીની વાત આવે છે ત્યારે કેરીની અવનવી જાતો વિશે વાતો થાય છે. કોઈ લંગડાની ચર્ચા કરે છે, તો કોઈ દશેરી અથવા ચૌસાની તો વળી જુદા જુદા શહેરોની જુદી જુદી કેરીના ઘણા કિસ્સાઓ સામે આવે છે.અલગ અલગ શહેરોમાં કેરીની લોકપ્રિયતાને કારણે લોકો બધી કેરીનો સ્વાદ ચાખી શકતા નથી. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવા પ્રકારનું કેરીનું ઝાડ છે, જેના પર કેરીની 121 જાતો ઉગાડવામાં આવે છે. હા, તમે બરાબર વાંચ્યું છે...તે કેરીનું એક ઝાડ છે અને તે જ ઝાડ પર 121 જાતની કેરીઓ ઉગે છે.

Sagar Jani
Sagar Jani

આજે પણ જ્યારે કેરીની વાત આવે છે ત્યારે કેરીની અવનવી જાતો વિશે વાતો થાય છે. કોઈ લંગડાની ચર્ચા કરે છે, તો કોઈ દશેરી અથવા ચૌસાની તો વળી જુદા જુદા શહેરોની જુદી જુદી કેરીના ઘણા કિસ્સાઓ સામે આવે છે.અલગ અલગ શહેરોમાં કેરીની લોકપ્રિયતાને કારણે લોકો બધી કેરીનો સ્વાદ ચાખી શકતા નથી. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવા પ્રકારનું કેરીનું ઝાડ છે, જેના પર કેરીની 121 જાતો ઉગાડવામાં આવે છે. હા, તમે બરાબર વાંચ્યું છે...તે કેરીનું એક ઝાડ છે અને તે જ ઝાડ પર 121 જાતની કેરીઓ ઉગે છે.

તો ચાલો આપણે જાણીએ કે આ કેવી રીતે શક્ય બન્યું છે અને એક ઝાડ પર 121 પ્રકારની કેરીઓ કેવી રીતે રોપવામાં આવી રહી છે. જો કે આ ઝાડ વિશે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે, પરંતુ આજે તમને આ ઝાડથી સંબંધિત દરેક માહિતીથી માહિતગાર કરવાના છીએ.

આ છોડ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં છે અને તેના પર 121 છોડ ઉગ્યા છે. આ છોડને વિશેષ રીતે તૈયાર કરવામાં લગભગ 5 વર્ષનો સમય લાગ્યો છે અને હવે આ છોડ ઉપર વિવિધ પ્રકારના છોડ આવવાનું શરૂ થયું છે. કેરી માટે પ્રખ્યાત સહારનપુરના કંપની બાગ વિસ્તારમાં આ છોડ વાવવામાં આવ્યો છે. જોકે આ પ્લાન્ટ 15 વર્ષ જૂનો થઈ ગયો છે, પરંતુ લગભગ 5 વર્ષ પહેલા બાગાયતીઓ દ્વારા તેના પર પ્રયોગો કરવામાં આવી રહ્યો છે, જેનાથી નવીન વેરાયટી શરૂ કરી શકાય.

નવી વેરાયટી પર ચાલી રહ્યું છે સંશોધન

એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ બાગાયત અને શિક્ષણ કેન્દ્રના જોઇન્ટ ડાયરેક્ટર ભાનુ પ્રકાશ રામે જણાવ્યું હતું કે આ અનોખો પ્રયોગ કંપની બાગમાં લગભગ પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ હેતુ કેરીની નવી જાત પર સંશોધન કરવાનો હતો.આ પહેલા પણ સહારનપુરમાં કેરીનું ઘણું ઉત્પાદન થઈ રહ્યું હતું અને ફળો પર ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે.તેથી આ છોડ પર સંશોધન કરવામાં આવ્યું અને હજી પણ નવી જાતો અંગે તેના પર સંશોધન ચાલી રહ્યું છે.

કઈક કઈક કેરીઓ ઉગે છે?

આ બાબતે વધું માહિતી આપતા ભાનુ પ્રકાશ રામે જણાવ્યું હતું કે સંશોધન માટે 10 વર્ષ જૂનું એક વૃક્ષ પસંદ કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે દેશી કેરીના ઝાડની ડાળીઓ પર વિભિન્ન વલ પ્રકારની  કેરીની કલમો લગાવવામાં આવી છે. ત્યારબાદ ઝાડની સંભાળ રાખવા માટે એક અલગ નર્સરી ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી, હવે આ ઝાડની બધી શાખાઓ પર વિવિધ પ્રકારની કેરીઓ ઉગે છે. આ એક છોડ પર દશેરી, લંગડા, ચૌસા, રામકેલા, આમ્રપાલી, સહારનપુર વરૂણ, સહારનપુર સૌરભ, સહારનપુર ગૌરવ, સહારનપુર રાજીવ વગેરે શામેલ છે. અના સિવાય તેના પર લખનવી સફેદ કલ્મી માલદાહ, બોમ્બે, આલમપુર બેનિશા જેવી અનેક પ્રકારની કેરીઓ ઉગાડવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મલીહાબાદમાં રહેતા હાજી કલીમુલ્લાએ એક ઝાડ પર 300 થી વધુ પ્રકારની કેરીઓ ઉગાડી હતી, જેને ભારતના કેરી મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરીના વાવેતર માટે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More