તમને જાણીને આશ્ચર્ય થશે કે અફઘાનિસ્તાનમાં માટી અને ભૂંસામાંથી એક ખાસ પ્રકારનું ફ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફળોને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. તો ચાલો આ ટેકનિકને વિગતવાર સમજીએ.
ઘરમાં ખાવાની વસ્તુઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે આપણે બધા ફ્રિજનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી ફ્રિજમાં ખોરાક રાખવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
જી હાં, ફ્રિજમાં લાંબા સમય સુધી ખોરાક રાખવાથી તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે, તેથી આજે અમે તમને એક એવી ટેકનિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે
અફઘાનિસ્તાનની કાગીના ટેક્નિક
વાસ્તવમાં અફઘાનિસ્તાનમાં ફૂડ પ્રિઝર્વેશન માટે આવી અનોખી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે, જેમાં ફળોને લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ વાતની જાણકારી IFS સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પર આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના કેટલાક નિષ્ણાતોએ માટી અને ભૂંસામાંથી નવી ટેક્નોલોજી તૈયાર કરી છે. જેમાં ફળને લગભગ 6 મહિના સુધી તાજા અને સુરક્ષિત રાખી શકાય છે. નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેકનિકને કાગીના ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : એવો બિઝનેસ જે તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો, મધમાખી ઉછેરથી ઓછા ખર્ચમાં કરો વધુ કમાણી
માટીના વાસણમાં ફળને કરાય છે સીલ
કાગીના ટેકનિક દેખાવમાં એક માટીના વાસણ જેવી છે જેમાં ખાદ્ય પદાર્થોને મૂકીને સીલ પેક કરવામાં આવે છે. જ્યારે આ વાસણ તૂટી જાય છે, ત્યારે તેમાંથી એક તાજું ફળ બહાર આવે છે.
મહિનાઓ સુધી જળવાશે ફળોની તાજગી
અફઘાનિસ્તાનમાં ફળોને સાચવવા માટે ખોરાકની જાળવણીની આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ટેક્નોલોજી વિકસાવવાનો હેતુ એ છે કે જે લોકો વધુ ખર્ચ કરીને રેફ્રિજરેટર ખરીદી શકતા નથી, અને ફળોનો તાજો સ્વાદ પણ ચાખી શકતા નથી, તેથી કેટલાક નિષ્ણાતોએ તેમની સુવિધા માટે આ તકનીક વિકસાવવાનું વિચાર્યું હતુ.
પ્લાસ્ટિક ફૂડ બેગની જેમ કરે છે કામ
માટીના બનેલા આ વાસણને કાગીના કહેવાય છે. તે બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક ફૂડ બેગની જેમ કામ કરે છે. જેમાં બહારની હવાનું પાણી ફળોના સંપર્કમાં આવતું નથી, જેના કારણે ફળો મહિનાઓ સુધી તેની અંદર સુરક્ષિત રહે છે.
આ પણ વાંચો : ખેડૂતોએ જુદા-જુદા ફળોના પાકોમાં કરવા જોઈએ તેવા ખેતી કાર્યોની માહિતી
આ પણ વાંચો : બર્ડ આઈ મરચું શું છે? જેનો પ્રતિકિલોનો ભાવ બજારમાં કેમ છે આટલો બધો
Share your comments