Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

ફળ પાકમાં આવતા અગત્યના રોગો વિશે શુ છે નિષ્ણાતોની રાય

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
આંબાનું અવરોહ મૃત્યુ
આંબાનું અવરોહ મૃત્યુ

આંબાની ડાળીમાં ટોચના પાન શરૂઆતમાં ટૂંકા અને દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષિાણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુચ્છામાં ફૂટે છે. પાન પણ નાના અણીદાર એકત્રિત રીતે ગુચ્છામાં ગોઠવાયેલા હોય છે જે કાંઈક અંશે વિકૃત બની જાય છે. આ વિકૃતિ નાના છોડમાં (નર્સરી અવસ્થામાં ) તેમજ નાની કલમોમાં (4 થી 7 વર્ષ) વધુ જોવા મળે છે

  • આંબો

  • આંબાની વિકૃતિ

આ રોગ ફયુઝેરીયમ નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

આ રોગ થવા માટે ફૂગ કારણભૂત જણાયેલ છે.  આંબામાં બે પ્રકારની વિકૃતિ જોવા મળે છે.

વનસ્પતિક વિકૃતિ  

આંબાની ડાળીમાં ટોચના પાન શરૂઆતમાં ટૂંકા અને દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષિાણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુચ્છામાં ફૂટે છે. પાન પણ નાના અણીદાર એકત્રિત રીતે ગુચ્છામાં ગોઠવાયેલા હોય છે જે કાંઈક અંશે વિકૃત બની જાય છે. આ વિકૃતિ નાના છોડમાં (નર્સરી અવસ્થામાં ) તેમજ નાની કલમોમાં (4 થી 7 વર્ષ) વધુ જોવા મળે છે

 ફૂલની વિકૃતિ

આ વિકૃતિમાં ફૂલો ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પુષ્પવિન્યાસ નીકળે છે. વિકૃત પુષ્પવિન્યાસમાં ફૂલો થોડા વધારે પ્રમાણમાં પરંતુ પરાગરજ પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. સારા ફૂલો ઘણા ઓછા હોય છે. વધારે પ્રમાણમાં પાંદડીઓ હોય છે ને પાંદાડા જેવું દેખાય છે. ફળો બેસતા નથી અથવા બેસે તો પણ વટાણાનાં દાણા કરતાં મોટા થતાં નથી. દૂરથી જોતાં વૃક્ષો ઉપર ફલાવરના દડા જેવો ગુચ્છ જોવા મળે છે.

ભૂકીછારો

આ રોગ ઓઈડીયમ મેંગીફેરી નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમ્યાન જયારે આંબે મોર ફૂટે તે વખતે જોવા મળે છે. મોરની દાંડી ઉપર સફેદ છારી જોવા મળે છે જે પાછળથી બદામી રંગની થાય છે. આ રોગના આક્રમણથી ફલિનિકરણ થાય તે પહેલા અથવા તે પછી કુમળો મોર ખરી પડે છે.

પાન પર રોગ
પાન પર રોગ

પાન

પાન ઉપર ઘેરા બદામી રંગના ટપકા અથવા કાલવ્રણ (એન્થ્રેકનોઝ)

આ રોગ કોલેટોટ્રીકમ નામની ફૂગથી થતો હોય છે.

 રોગની ઓળખ અને નુકશાન

આ કોલેટોટ્રીકમ નામની ફૂગથી થતા આ રોગના લક્ષાણો, કુમળી ડાળીઓ, મોર અને ફળો પર જોવા મળે છે. કુમળા પાન ઉપર લંબગોળ કે અનિયમિત આકારના ઘાટા કથ્થાઈ રંગના ટપકાં જોવા મળે છે તેમજ પાનની કિનારી બદામી કે કાળી થઈ સુકાઈ જાય છે. પાન ઉપર ઘેરા બદામી રંગના ટપકાં પડે છે અને ટપકાંની વચ્ચેનો ભાગ ખરી પડવાથી કાણાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં કુપળ સાથે કુમળી ડાળીઓ ચીમળાઈ ટોચથી સુકાઈ જાય. રોગગ્રસ્ત પુષ્પગુચ્છ અને નાના ફળ પર સૂક્ષમ કાળા ટપકાં પડે છે જેથી ફૂલો ખરી પડે છે.

આંબાનું અવરોહ મૃત્યુ (ડાઈબેક)

આ રોગ લેસીડીપ્લોડીયા નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

આ રોગમાં આંબાના જૂના વૃક્ષાની નાની ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જોવા મળે છે ત્યારબાદ તમામ પાન ખરી પડે છે. વૃક્ષાને જાણે આગથી સળગાવી દીધું હોય તેવો દેખાવ આપે છે. કુમળી ડાળીઓ ઉપર ટોચની નજીકથી  છાલનો રંગ બદલાય છે અને છાલ કાળી થતી જોવા મળે છે. જેમાંથી ગુંદર જેવો પદાર્થ બહાર આવી સુકાઈ જાય છે. ડાળીને ચીરીને જોતાં વચ્ચેનો ભાગ બદામી રંગના પટૃાવાળો જોવા મળે છે. રોગયુકત ડાળીઓ સંકોચાઈ જાય છે.

 લીંબુ

બળિયા ટપકાનો રોગ 

 આ રોગ ક્ઝેન્થોમોનાસ નામના જીવાણુંથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

આ રોગમાં મુખ્યત્વે પાન ડાળી અને ફળ ઉપર લાલ કે કથ્થાઈ રંગના ઉપસી આવેલા ડાઘના સ્વરૂપે જોવા મળે છે. જેમ જેમ રોગની તિવ્રતા વધતી જાય તેમ તેમ આવા ડાઘની સંખ્યા અને કદ વધતા જાય છે અને ઘણી વખત સંપૂર્ણ પાન, ડાળી અને ફળ આવા કથ્થાઈ રંગના ડાઘાથી છવાઈ જાય છે. કુમળી ડાળીઓ, પાન તેમજ ફળ આ રોગનો ભોગ સહેલાઈથી બને છે. આ રોગના ડાઘા ફળ ઉપર પડવાથી ફળની ગુણવતામાં ઘટાડો થાય છે અને બજારમાં એવા ફળની કિંમત ઓછી મળે છે.

  • બોર

  • ભૂકીછારો

આ રોગ ઓઈડીયમ નામની ફૂગથી થતો હોય છે.

રોગની ઓળખ અને નુકશાન

બોરમાં આર્થિક રીતે નુકશાન કરતો અગત્યનો રોગ છે. રોગના લક્ષાણો દૂરથી જ ઓળખાઈ જાય છે. સફેદ પડતી કે રાખોડીયા રંગની છારી બોર, કૂમળા પાન અને ફૂલની દાંડી ઉપર વિશેષ્ જોવા મળે. આ રોગની અસરને કારણે ફૂલમાંથી ફળ બેસતા નથી અને ફળ બેસે તો તેનો વિકાસ થતો નથી. આક્રમિત ફળો ચિમળાઈને કાળા પડી ખરી પડે છે. રોગની શરૂઆત નવેમ્બર માસથી થાય અને ફળ વિકાસના તબકકા સુધી લંબાય છે. ફળ ઉપર ઘણી વખત ચીરા પડી જાય જેથી બજાર કિંમત ઘટે છે.

ડો.  જી. આર. ગોહિલ

સહ. વિસ્તરણ શિક્ષણ નિયામક,

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ

મો. ૯૨૭૫૭ ૦૮૩૪

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More