Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

વધુ ઉત્પાદન મેળવવા માટે કરો અલ્ટ્રા હાઈડેન્સિટીનો ઉપયોગ, જાણો તેના વિશે

આજકાલ ખેતીમાં પાકનું ઉત્પાદન વધારવા માટે દર દિવસે નવા-નવા ઉયોગ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને પાકનું સારો એવું ઉત્પાદન મળે અને તેથી તેમની આવક બમણો થાય તેના માટે બજારમાં કેટલાક ખાતર આવી ગયા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
અલ્ટ્રા હાઈડેન્સિટી થકી મેળવો આંબાનું વધું ઉત્પાદન
અલ્ટ્રા હાઈડેન્સિટી થકી મેળવો આંબાનું વધું ઉત્પાદન

આજકાલ ખેતીમાં પાકનું ઉત્પાદન વધારવા માટે દર દિવસે નવા-નવા ઉયોગ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને પાકનું સારો એવું ઉત્પાદન મળે અને તેથી તેમની આવક બમણો થાય તેના માટે બજારમાં કેટલાક ખાતર આવી ગયા છે. હવે ખેડૂતો ફક્ત તેમની ગામની ચાર દિશાઓમાં સીમિત નથી પરંતુ તે દેશ પરદેશમાં ફરીને ખેતી વિષયક નવી-નવી ઉપયોગોની તાલીમ મેળવીને તેના મુજબ ખેતી કરીને મોટો વળતર મેળવી રહ્યા છે. આવો જ એક પ્રયોગ ગુજરાતના ખેડા જિલ્લા હેઠળ આવેલ કપડવંજ બે સગા ખેડૂતભાઈઓએ કરીને બતાવ્યો છે. આ બન્ને ભાઈયોના નામ અમૃત પટેલ અને હરીશ પટેલ છે.

ઓર્ગેનિક ખેતીની નવી પદ્ધતિ અપનાવી મેળવી મોટી આવક

કપડવંજ ખાતે આવેલ થવાદ ગામના વતની સગા ખેડૂત ભાઈઓ અમૃત અને હરીશે પોતાના ખેતરમાં હાઈડેન્સિટી પદ્ધતિ અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આ સિદ્ધી મેળવી છે. પોતાના 3.83 હેક્ટર જમીન પર 48,00 આંબા અને આંપરપાક તરીકે એકઝોટીક શાકભાજીનું વાવેતર કર્યો છે. જેમાં તેમની મદદ નડિયાદ બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવી છે. બન્ને ભાઈઓને આ નવા પ્રયોગ કરવા બદલ અને વધું ઉત્પાદન મેળવા માટે સ્વયં-સંચાલિક બગાયત મશીનરી માટે 2.35 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે.   

બગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે સબસિડી

ખેતરમાં હાઈડેન્સિટી પદ્ધતીથી ખેતી કરવાની ઇચ્છા રાખતા ખેડૂતોને આંબા, જામફળ તથા કેળા ટીસ્યું ફળ ઉગાડવા માટે બગાયત વિભાગ દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. જેના ઉપર વાત કરતા બગાયત વિભાગના અધિકારી જૈમિન પટેલે જણાવ્યું, ખેડૂતોએ આંબાના પાક માટે એક રોપા દીઠ સો રૂપિયા અથવા કુલ વાવેલા રોપાના 50 ટકા સબસિડી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું કે મહત્તમ રૂં. 40,000/હેક્ટર અને બગાયતી આંતરપાક વાવેતર માટે 10,000/ હેક્ટર મુજબ સહાય આપવામાં આવે છે.

આ પદ્ધતિના ફાયદાઓ વિશે હરીશ ભાઈ શું કીઘું

અલ્ટ્રા હાઈડેન્સિટીના જરીએ આંબાના વાવેતર કરનાર હરીશ ભાઈએ જણાવે છે કે જૂની પદ્ઘતિથી આંબાની ખેતીમાં એક એકરમાં વધુમાં-વધુ આપણે 40થી 50 છોડ વાવી શકાય છે પણ આ અલ્ટ્રા હાઈડેન્સિટીની મદદથી આપણે એક એકરમાં આંબાના 700 છોડ વાવ્યા છીએ. આથી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ પદ્ધિતિ ખૂબ જ લાભદાયક નીવડી શકે છે.તેમણે જણાવ્યું કે આ પદ્ધતિ હેઠળ આંતરપાક વાવેતરમાં વિવિધતાસભર પાકને એકબીજા સાથે ઉગાડવામાં આવે છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે અલ્ટ્રા હાઈડેન્સિટીના મદદથી ઉભી અને આડી જમીનને પણ ખેતી માટે ઉપયોગ કરી શકાય છે અને પાકનું મહત્તમ સંભવિત વળતર મેળવી શકાય છે.

બે આંબાના છોડ વચ્ચે ખાલી જગ્યાનું પણ કરી શકાય ઉપયોગ

અલ્ટ્રા હાઈડેન્સ્ટીના ઉપયોગથી આંબાના વાવેતર સિવાય ખેડૂતોએ આંબાના છોડ વચ્ચે રહેલ જગ્યાનું પણ સદ ઉપયોગ કરી શકે છે. આથી જ્યાર સુધી કેરીનો છોડનું ઉત્પાદન આવે ત્યાંર સુધી વૈકાલ્પિક આવક મેળવા આ જમીનમાં આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલ ઉગાડી શકાય છે. જેમ કે ઝૂકીની રેડ અને ગ્રીન, આઇસબર્ગ, બ્રોકલી, લેટ્સ રેડ અને ગ્રીન, યેલો કેપ્સીકમ, ચેરી અને ટમેટાનું વાવેતર કરી શકાય છે અને 70-80 હાજર સુધીની વધું આવક મેળવી શકાય છે.

આંબાની ઊંચાઈ રાખવામાં આવે છે અંકુશમાં

અલ્ટ્રા હાઈડેન્સ્ટીના ઉપયોગથી આંબાની ઊંચાઈને ટ્રિમિંગ કે પછી પુનીંગ કરીને અંકુશમાં રાખવામાં આવે છે. જેના કારણે તેના ઝાડના થડનો વિકાસ વધુ ઝડપતી થાય છે. તેમ જ આ પ્રકારથી તૈયાર કરેલ આંબાની ઊંચાઈનું લેબરનું કામ સરળતાથી થઈ શકે છે. જેના કારણે મજૂરી ખર્ચમાં ઘટાડો જોવા મળશે.આ પદ્ધતિથી ઉગાડેલા આંબામાં ત્રણ વર્ષ પછી કેરીઓનું ઉત્પાદન ચાલુ થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More