જેમ જેમ સમય બદલાઈ રહ્યું છે તેમ તેમ દરેક ક્ષેત્રમાં નવા પ્રયોગ કરીને લોકોએ પોતાની આવક બમણી કરી રહ્યા છે. એમ તો ખેતીથી વધું નફાકારક સોદો બીજો કોઈ નથી. પરંતુ ખેડૂતોએ પણ સમયની સાથે આગળ વધે એજ સમયની માંગણી છે. દર વખતે એક જ પાકની ખેતી કરીને પૈસા તો મેળવી શકાય છે પરંતુ તેમાં વધારો કરવા માટે બીજા પાકોની ખેતી પણ આજના સમયની માંગ છે. આવો જ એક પાક છે આમલીનો. જેની ખેતી ખેડૂતો માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે અને કેટલાક માટે તો થઈ પણ રહી છે. કારણ કે ખેડૂતોને તેની ખેતી કરવા માટે વધારે મુડીની જરૂર પડતી નથી.
આ પણ વાંચો: મોટી આવક મેળવવા માંગો છો તો કરો ઝૈદ પાક સક્કર ટેટીની ખેતી
ઘર આંગણે ઉગાડો તેનો છોડ
આ સિવાય મેદનને વારંવાર તૈયાર કરવાની જરૂર પણ તેમાં હોતી નથી. આના કારણે ખેડૂતો ખેડાણ , નિંદામણ અને કુદકામનો ખર્ચ બચાવે છે. આ રીતે તેની ખેતી ખેડૂતો માટે ફાયદાકર સાબિત થઈ રહી છે. ખાસ કરીને પૂર્વી ભારતના આદિવાસી વિસ્તારોના ખેડૂતોએ તેની ખેતી કરીને મોટી આવક મેળવી રહ્યા છે. ત્યાંના આદિવાસી પરિવારોના ઘરના આંગણામાં એક-બે મોટા આમલીના ઝાડ તમને ચોક્કસ જોવા મળશે. જો તમે પણ આમલીની ખેતી કરશો કે પછી પોતાના આગણાંમાં બે-ત્રણ આમલીના છોડની રોપણી કરશો તો તમે તેથી પણ કમાણી કરી શકો છો. જો કે તમારી આવકમાં વધારો કરશે.
રોગોથી બચાવવા ખૂબ જ જરૂરી
આમલી માર્ચ અને એપ્રિલ મહિનામાં ઝાડ પર પાકે છે, ત્યારબાદ તેને તોડીને વેચવામાં આવે છે. જો કે આમલીની ખેતીમાંથી સારી આવક મેળવવા માટે તેને રોગોથી બચાવવા ખૂબ જ જરૂરી હોય છે. આ માટે, તેને યોગ્ય સમયે પિયત આપવું અને મૂળને માટી આપવી ખુબ જ જરૂરી છે. તેમજ ઝાડના મૂળ પાસે યોગ્ય ખાતર નાખવું જોઈએ અને રોગોના નિયંત્રણ માટે મૂળની આસપાસ સફાઈ જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આ ઉપરાંત, આમલીના ઝાડમાં જીવાત નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે આમલીના ફળોને મહત્તમ નુકસાન પહોંચાડે છે. આમલીની ખેતીમાં સારો નફો મેળવવા માટે, તેની ખેતી કેવી રીતે થાય છે તે જાણવું પણ જરૂરી છે.
આવી રીતે કરો આમલીની ખેતી
એમ તો આમલીની ખેતી ઝારખંડ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્નાટકામાં કરવામાં આવે છે, કેમ કે ત્યાનો હવામાન આમલીના છોડ માટે સારો ગણવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં પણ ઉનાળા દરમિયાન તેની ખેતી કરી શકાય છે. એવું કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે. કેમ કે આમલીની ખેતી માટે 25 થી 35 ડિગ્રી તાપમાન હોવું જોઈએ જો કે ગુજરાતમાં માર્ચ-એપ્રિલમાં એમ પણ હોય છે. જણાવી દઈએ કે આમલીની છોડની મહત્વપૂર્ણ વાત એવી છે કે તેના ઉપર વધુ પડતી ગર્મી કે પછી ગરમ પવનું ખરાબ અસર પડતો નથી. પરંતુ ઠંડીને કારણે છોડને નુકસાન થઈ શકે છે. તેથી, ઠંડા હવામાનમાં આમલીના ઝાડની કાળજી લેવી જોઈએ. આમલીની ખેતી કરવા માટે ખેતરોમાં ઊંડી ખેડાણ કરો. આ પછી, એક ફૂટ ઊંડો અને પહોળો ખાડો ખોદવો. તેમાં ખાતર અને વર્મી કમ્પોસ્ટ ભરીને પિયત આપો. પછી તે ખાડામાં આમલીના બીજ અથવા રોપા વાવો.
આમલીની ખેતી માટે જૂન અને જુલાઈ શ્રેષ્ઠ માહ
એમ તો આમલીનો છોડ કોઈપણ ઋતુમાં લગાવી શકાય છે પરંતુ જૂન અને જુલાઈ મહિના તેની રોપણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લાલ, કાળી અને ચીકણી જમીન તેની ખેતી માટે યોગ્ય માનવામાં આવે છે. તેની ખેતી માટે, જમીનનું pH મૂલ્ય 6.5 થી 7.5 હોવું જોઈએ. જો યોગ્ય રીતે ફળદ્રુપ અને પિયત આપવામાં આવે તો એક આમલીના ઝાડમાંથી વાર્ષિક બે થી અઢી ક્વિન્ટલ આમલીનો પાક લઈ શકાય છે. ત્યારબાદ તેના કેક બનાવીને વેચવામાં આવે છે.
Share your comments