આજકાલ કોઈ પણ ફળ કે પછી શાકભાજી પર સ્ટીકર તેની ગુણવત્તા જણાવે છે. આ સ્ટીકરોમાં ઉત્પાદન વિશેની માહિતી અને કિંમત પણ હોય છે. પરંતું મોટાભાગના લોકોને ખબર જ નથી કે ફળો અને શાકભાજીમાં લગાવામાં આવેલ આ સ્ટીકર સ્વાસ્થ્ય માટે લાભકારીની જાગ્યાએ હાનિકારક હોઈ શકે છે. આટલું જ નહીં,ઘણી વખત દુકાનદારો તેમની ખામીયુક્ત ઉત્પાદનોને વેચવા માટે સ્ટીકર લગાવે છે, જેથી તેઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે. આ સ્ટીકરોને ચોંટાડવા માટે ઘણા બઘા ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ક્યારેક એવા રસાયણો હોય છે, જો કે આપણા સ્વાસ્થને નુકસાના પહોંચાડી શકે છે.
FSSAI એ વેપારિઓને માર્ગદર્શિકા આપી
આ ફળો અને શાકભાજી ખાતી વખતે લોકો તેને દૂર કરે છે. પરંતુ તેઓ જાણતા નથી કે સ્ટીકર પાછળનો ગુંદર ફળની સપાટી પર રહે છે. FSSAIએ ફળો અને શાકભાજીની ગુણવત્તા જાળવી રાખવા માટે વેપારીઓને માર્ગદર્શિકા આપી છે. આ માર્ગદર્શિકાઓમાં, સ્ટીકરોને કારણે થતા નુકસાનને ટાળવા માટે માહિતી આપવામાં આવી છે.FSSAIએ પોતાની માર્ગદર્શિકામાં વેપારીઓને ફળો અને શાકભાજી પર સ્ટીકર ન લગાવવા અને શક્ય હોય ત્યાં સુધી તેને ટાળવાની સલાહ આપી છે. જ્યાં સુધી તે ક્યાંથી આવ્યું, બાર કોડ અને કિંમત જેવી જરૂરી માહિતી ન હોય ત્યાં સુધી તેને લગાવશો નહીં.
તેમને વચ્ચે કઈંક મુકવો
વેપારીઓએ ફળો અને શાકભાજી પર સીધા સ્ટીકર લગાવવા જોઈએ નહીં. તેમની વચ્ચે કંઈક મૂકવું જોઈએ અને પછી સ્ટીકર લગાવવું જોઈએ. ખાદ્ય પદાર્થો માટે ઉપયોગમાં લેવાતા રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે સ્ટીકરને ચોંટાડવા માટે વપરાતો ચીકણો પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવો જોઈએ. ખુલ્લા બજારમાં વેચાતા ફળો અને શાકભાજી પરના સ્ટીકરમાંથી છોડવામાં આવતા રસાયણો ફળો અને શાકભાજીમાં વધુ ઝડપથી શોષાય છે, કારણ કે આ રસાયણો ગરમી અને સૂર્યપ્રકાશને કારણે ઝડપથી ફેલાય છે.
Share your comments