Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

કેરીને સડાવતા કીટકો : CLICK કરો અને જાણો રોગ તથા તેને અટકાવવાના પગલાં વિશે

ભારતમાં તમામ પ્રકારના ફળોમાં કેરી સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. કેરીને ફળનો રાજા કહેવાય છે. આ ફળની દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ભારે માંગ રહે છે. ભારતમાં કેરી લગભગ તમામ રાજ્યોમાં થાય છે. જોકે દેશના દરેક રાજ્યમાં કેરીના ફળની વેરાઇટી અલગ-અલગ હોય છે. આજે કેરીની ખેતીથી ખેડૂતોને સારી આવક મળી રહી છે. કેરીની ખેતી તો સૌ કોઈ કરે છે, પણ ઘણી વખત કેરીમાં રોગ અને કીટકોનો પ્રકોપ સર્જાય છે.

KJ Staff
KJ Staff

ભારતમાં તમામ પ્રકારના ફળોમાં કેરી સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. કેરીને ફળનો રાજા કહેવાય છે. આ ફળની દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ભારે માંગ રહે છે. ભારતમાં કેરી લગભગ તમામ રાજ્યોમાં થાય છે. જોકે દેશના દરેક રાજ્યમાં કેરીના ફળની વેરાઇટી અલગ-અલગ હોય છે. આજે કેરીની ખેતીથી ખેડૂતોને સારી આવક મળી રહી છે. કેરીની ખેતી તો સૌ કોઈ કરે છે, પણ ઘણી વખત કેરીમાં રોગ અને કીટકોનો પ્રકોપ સર્જાય છે. તેના કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચે છે. આવા સંજોગોમાં ખેડૂતોએ આ રોગ અને કીટકોનો યોગ્ય ઇલાજ કરવો જોઇએ. અમે આજે આપને કેરીમાં લાગતા કેટલાક રોગો અને કીટકો વિશે માહિતી આપી રહ્યાં છીએ.

 કેરીમાં લાગતા કીટક અને તેને અટકાવવાની વ્યવસ્થા

 સામાન્ય તીડ

 સામાન્ય તીડ કેરીનું મુખ્ય કીટક હોય છે. આ લીલા મટમેલા કીટકો કળીઓ, ફૂલો અને નવા પાંદડામાંથી રસ ચૂસી જાય છે કે જેથી તે સૂકાઈને કરમાઈ જાય છે. વર્ષમાં આ કીટકોનો હુમલો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન તથા જુલાઈ મહિના દરમિયાન થાય છે. આ કીટકોની બે પેઢીઓ હોય છે. તેનાથી બચવા માટે આંબાને વધારે અંતરે લગાવવા જોઇએ કે જેથી પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળી શકે. બગીચામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. આ ઉપરાંત મેલાથિયોન 50 ઈસી 500 મિલી અથવા કાર્બેરિલ 50 ડબ્લ્યૂપીનું 1.5 કિલોગ્રામ પ્રમાણ 500 લીટર પાણીમાં મિશ્રિત કરી ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં તથા ફરી વખત માર્ચ મહિનાના અંત ભાગમાં છંટકાવ કરવો જોઇએ કે જેથી કીટકની અસરને નિયંત્રિત કરી શકાય છે.

કેરીનું  મિલીબગ

 ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન મોટાભાગે અખરોટ જેવી દેખાતી મિલીબગ જમીનમાં ઇંડામાંથી નિકળી આંબાના ઝાડ પર ચડીને પાંદડાના નીચેના ભાગમાં એકઠા થાય છે. આ કીટક જાન્યુઆરીથી એપ્રિલ સુધી જે ડાળખી વૃદ્ધિ પામે છે, તેના ગુચ્છામાં તે ભેગા થઈને રસ ચૂસે છે કે જેને પરિણામે ડાળખીઓ સૂકાવા લાગે છે. તેનાથી બચવા માટે ડિસેમ્બરના મધ્ય ભાગમાં જમીનની એક મીટર ઊંચાઈ પર 30 સેંટીમીટર છોડ પૉલિથીનની પટ્ટી લગાવવી જોઇએ અને પટ્ટીની નીચે એકત્રિત કીટકોના ખાત્મા માટે પ્રોફેનીફોસ 1 મિ.લી. પ્રતિ લીટર પાણીમાં આ ડાયજિયાન 20 ઈસી 250 મિલીને 50 લીટર પાણીમાં મિશ્રિત કરીને છંટકાવ કરવો જોઇએ.

 ડાખળીને છેદ કરનારી જીવાત

 આ કીટકની સૂંડીઓ 6થી 8 સેંટીમીટર લાંબી પીળા રંગની હોય છે કે જેના મુખાંગ ખૂબ જ મજબૂત હોય છે. આ કીટક શાખાઓમાં છાલની નીચે લાકડામાં દર બનાવી અંદરથી તેને કોરી ખાય છે. આ સૂંડીઓ ઝાડને કોતરી ખાય છે. તેની અસરને લીધે હવાથી શાખાઓ તૂટી જાય છે. આ સ્થિતિમાંથી બચવા માટે જૂન-જુલાઈ દરમિયાન વૃક્ષની નીચે યોગ્ય પ્રમાણમાં ખેડાણ કરવું જોઇએ કે જેથી સુર્યની ગરમીથી કીટકનો ખાત્મો થઈ જાય. આ ઉપરાંત દરની જગ્યા પર 2 એમએલ કોનફીઝોરનું એક લીટર મિશ્રણ તેમાં છંટકાવ કરવો જોઇએ અને માટી વડે દરને બંધ કરી દેવા.

 ગોભ છેદક

 આ કીટકની સૂંડી પીળા રંગની હોય છે. પ્રારંભે આ કીટકના પાંદડાના ઊપરના ભાગમાં કાણું કરી તેને કોરી ખાય છે. ત્યાર બાદ નવી કૂપણોને પણ તે કોરી ખાય છે. આ કીટકનો ઉપદ્રવ જુલાઈથી ઑક્ટોબર સુધી સક્રિય રહે છે. આ કીટક જૂના વૃક્ષોને વધારે નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે 125 મિલી ડાઇક્લોરવાસને 250 લીટર પાણીમાં મિશ્રિત કરી પ્રતિ એકર દરથી છંટકાવ કરવો જોઇએ.

 કેરીમાં થતા રોગ અને તેનો ઉપચાર

 ટહનિમાર રોગ

 આ રોગમાં પાંદડા પર ઘેરા ભૂરા રંગના ધબ્બા ઉપસી આવે છે. શાખા સૂકાઈ જાય છે અને ફૂલો પર પણ ઘેરા ધબ્બા ઉપસી આવે છે. તેનાથી બચવા માટે રોગગ્રસ્ત ડાળખીને કાપીને બોર્ડો પેસ્ટ લગાવવું જોઇએ. આ ઉપરાંત કૉપર ઑક્સીક્લોરાઇડ 3 ગ્રામ પ્રતિ લીટર દરથી છંટકાવ કરવો જોઇએ.

 બ્લૅક ટિપ

 કેરીમાં આ રોગ ભઠ્ઠામાંથી નિકળતા ઝેરીલા ગૅસને લીધે ફેલાય છે. ફળ તેના મુખથી કદરૂપૂ થઈ જાય છે અને અડધુ ફળ ખરાબ થઈ જાય છે. આ સ્થિતિમાંથી બચવા માટે ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી એક લીટર પાણીમાં 6 ગ્રામ બૉરેક્સ મિશ્રણ કરી ફૂલ આવે, તે અગાઉ 2 છંટકાવ કરવો જોઇએ. ફળ આવ્યા બાદ ત્રીજો છંટકાવ કૉપર ઑક્સીક્લોરાઇડનો કરવો જોઇએ. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન બેડોળ ગુચ્છાને કાપી નાંખવા જોઇએ અને છોડમાં સારી રીતે ખાતરનું મિશ્રણ કરવું જોઇએ.

 ગુચ્છા મુછા રોગ

 આ રોગમાં કુપણોના આગળના ગુચ્છાને અસર થાય છે. તે ફૂલની જગ્યા પર અસર કરે છે અને નાના પાંદડાના ભાગ પર પણ અસર કરે છે. આ રોગથી બચવા માટે સૌથી પહેલા રોગવાળા ભાગને કાપી નાંખવો જોઇએ તથા 10થી 12 દિવસના અંતરે કૅપ્ટન 0.2 ટકા તથા મિથેલીન 0.1 ટકાનું મિશ્રણ છંટકાવ કરવું જોઇએ.

 સફેદ ચૂર્ણી રોગ

 આ રોગમાં પુષ્પ અને પુષ્પવૃત્તાંતો પર સફેદ ચૂર્ણ છવાઈ જાય છે. તેને લીધે ફૂલ તથા ફળો ખરી પડે છે. આ રોગથી અસરગ્રસ્ત થતા ફળોનો આકાર નાનો થઈ જાય છે. તેના ઇલાજ માટે ફળ લાગે, ત્યાર બાદ કેરોથિઓન 1 ગ્રામ પ્રતિ લીટર અથવા કેલીક્લિસન 0.2 ટકાનો છંટકાવ કરવો જોઇએ.

 ફળની લણણી અને ઉપજ

 કેરીનો પાક સંપૂર્ણપણે પાકીને તૈયાર થઈ જાય એટલે તેની લણણી કરવી જોઇએ. કોઈ પણ પ્રકારની ઈજાથી બચવા માટે સાવધાની રાખવી જોઇએ. ફળો પાકવાની સ્થિતિનું મૂલ્યાંકન બાગમાં જ કરી શકાય છે. જ્યારે કોઈ ફળ કોઈ કલ્ટીવેટરના, થોડો રંગ વિકસિત કરે છે અથવા તે સામાન્ય લીલો રંગ ધારણ કરે છે, ત્યારે તે ફળ પાકી ગયેલુ હોય છે. કાપણી કરવા માટે ઝાડને હલાવવું જોઇએ નહીં, કારણ કે ફળ ખરી પડવાથી તેને નુકસાન થઈ શકે છે. ત્યાર બાદ તે સડો પેદા કરતા જીવાણુંને આમંત્રણ આપી શકે છે. પાકવાનો સમય વિવિધ ક્ષેત્રોમાં અલગ-અલગ હોય છે.

Related Topics

Gardening Mango cultivation

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More