Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

આબાવાડીમાં મધિયાનું યોગ્ય નિયંત્રણ કરવું

કેરીના ઉત્પાદનમાં રોગ, જીવાતો અને હવામાન અગત્યનો ભાગ ભજવે છે. જીવાતોના ઉપદ્રવથી લગભગ 25થી 60 ટકા જેટલું નુકસાન થાય છે.

KJ Staff
KJ Staff
Mango Plant
Mango Plant

કેરીના ઉત્પાદનમાં રોગ, જીવાતો અને હવામાન અગત્યનો ભાગ ભજવે છે. જીવાતોના ઉપદ્રવથી લગભગ 25થી 60 ટકા જેટલું નુકસાન થાય છે.

તાજેતરના સમયગાળામાં મધિયાને કારણે 50 ટકા જેટલું નુકસાન નોંધાયેલું છે.

મધિયોઃ મેંગોહોપર

પુખ્ત જીવાત

આ જીવાતના પુખ્ત કિટક ફાચર આકારના, ઝાંખરાખોડી રંગના તથા ત્રણ ઘાટા કથ્થાઈ ટપકાં અને વચ્ચેના ભાગે પટ્ટા ધરાવતા હોય છે. ઈંડામાંથી સેવાયેલા બચ્ચા આછા પીળાશ પડતાં સફેદ રંગના હોય છે, જે સમય જતાં ભૂરા રંગમાં પરિવર્તીત થાય છે. પુખ્ત અને બચ્ચાં ત્રાંસા ચાલે છે. આંબાના નવા પાન ફુટતા કુમળા પાનની નસોમાં નીચેની બાજુ તથા મોરની કુમળી ડાળીઓમાં માદા ઈંડા મુકે છે.

આથી પાન ઘણી વખત કોકડાઈ જઈ આકારે વાંકા ચુકા થઈ જાય છે. ઈંડા, બચ્ચાં અને પુખ્ત અવસ્થાઓ અનુક્રમે 7થી 9, 15થી 17 અને 3થી 4 દિવસોની હોય છે.

નુકસાન પામેલા પુષ્પો અને પાન

જેથી પાન પર કાળી ફૂગનો વિકાસ થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અવરોધાય છે. આ જીવાતોનો ઉપદ્રવ આફૂસ, સરદાર અને લંગડો જાતોમાં વધુ જોવા મળે છે. આ કીટકો આખા વર્ષ દરમિયાન ઓછા વધતાં પ્રમાણમાં વાડીમાં જોવા મળે છે અને ફુલ (મોર) આવે ત્યારે અને નવીફૂટ વખતે (ઓક્ટોબરથી એપ્રિલ-મે) તેનો ઉપદ્રવ વધી જાય છે. બાકીના સમયમાં આ કીટકો થડના પોલાણમાં કે છાલમાં સંતાઈ રહે છે.

વધુ પડતી ગરમી કે ઠંડી તથા સતત વરસાદથી આંબાના મધિયાનો ઉપદ્રવ ઘટે છે.

પરંતુ આ સમયે મોરની કળે ત્યારે વાતાવરણ જો વાદળ છાયુ અથવા ધુમ્મસવાળુ થઈ જાય તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને આમ થતા મધિયાનો ઉપદ્રવ વધી જાય છે. મધિયાનો ઉપદ્ર 31.5 સે.ગ્રેની આસપાસ અને રાત્રિ દરમ્યાન જો હવામાં ભેજ 72 ટકા હોય તો મધિયાની વસ્તી ઝડપથી વધે છે. વાતાવરણમાં ભેજના કારણથી કીટકના શરીરમાંથી ઝરતા ચીકણો મધ જેવો પદાર્થ ઝાડના જુદા-જુદા ભાગો પર પડે છે.

નિયંત્રણ

આંબાવાડીયુ સ્વચ્છ રાખવું, જૂના પડેલા ડાળખાથી અને નિંદણથી મુક્ત રાખવું.

વાવણી કરતી વખતે બે છોડ વચ્ચે ચોક્કસ અંતર રાખવું. વધુ નજીક વાવેલા આંબાવાડીયામાં મધિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

જીવાતની શરૂઆત થાય ત્યારે ઇમિડાક્લોપ્રીડ 17.80 ટકા એસએલ 2-4 મિલિ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

વધુ ઉપદ્રવ થતો હોય તેવા વિસ્તારમાં આંબાના થડ અને ડાળાઓ પર બુપ્રોફેઝીન 25 ટકા ઈસી 10-20 મિ.લી. અથવા ડેલ્ટા મેથ્રીન 2.8 ટકા ઈસી 3-5 મિલિ અથવા વાલેમ્બડાસાયહેલોથ્રીન 5 ટકા ઈસી 5-10 મિલિ અથવા મેલાથીયોન 50 ટકા ઈસી 20-25 મિલ અથવા મોનોક્રોટોફોસ 36 ટકા એસએલ 10-20 મિલિ પ્રતિ 10 લીટરના દરે પાણીમાં ભેળવીને જુન અને ઓક્ટોબર માસના પ્રથમ અઠવાડિયા દરમ્યાન અને ત્યારબાદ મોર આવવાની શરૂઆતની અવસ્થા આ પૈકી કોઈ એક દવાનો વારા ફરતી છંટકાવ કરવો જેથી તે નિયંત્રિક કરી શકાય છે.

Related Topics

Mango

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More