Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

જાણો ગુજરાતમાં વાવવામાં આવતી આંબાની જુદી-જુદી જાતો વિશે

આંબાનુ મૂળ વતન ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. આંબાની ખેતી હેઠળનો વિસ્તાર, કેરીનું ઉત્પાદન અને તેનુ પોષણ મૂલ્ય તથા લોક ભોગ્યતાની દ્રષ્ટિએ તે વિશ્વમાં બિનહરિફ છે. જો ભારતની વાત કરીએ તો કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
આ છે આંબાની બેસ્ટ જાતો
આ છે આંબાની બેસ્ટ જાતો

આંબાનુ મૂળ વતન ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. આંબાની ખેતી હેઠળનો વિસ્તાર, કેરીનું ઉત્પાદન અને તેનુ પોષણ મૂલ્ય તથા લોક ભોગ્યતાની દ્રષ્ટિએ તે વિશ્વમાં બિનહરિફ છે. જો ભારતની વાત કરીએ તો કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. અને તેની 20 જાતોનું વાવેતર ભારતમાં જ કરવામાં આવે છે. એમ તો તેની જાતો હજારોમાં છે.જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આંબાની આફુસ, કેસર, દશેરી, લંગડો, રાજાપુરી, વશીબદામી, તોતાપુરી, સરદાર, દાડમિયો,   નીલમ, આમ્રપાલી,સોનપરી, નિલફાન્સો, રત્ના, જમાદાર વગેરે જાતો ઉગાડવામાં આવે છે.

ગુજરાતમાં આંબાનુ સૌથી વધુ વાવેતક વલસાડ જિલ્લામાં 20 હજાર હેક્ટર પર થાય છે. ત્યાર પછી બીજા ક્રમે જુનાગઢ જિલ્લા આવે છે.તેમજ આંબા ઉગાડનારા અન્ય મહત્વના જીલ્લાઓમાં સુરત, ભાવનગર,અમરેલી,ખેડા,અને ભરૂચનો સમાવેશ થાય છે. ગુજરાતના દરેક જિલ્લામાં તેની હવામાનની પરિસ્થિતિના અનુરૂપ આંબાની જુદા-જુદા જાતોનું વાવેતર કરવામાં આવે છે.

ગુજરાતના હવામાનના અનુકુલ આંબાની સુધરેલી જાતો

આફૂસ : આંબાની આ જાત મધ્યમ કદની લંબગોળ હોય છે અને તેનું કાચું ફળ લીલું અને પાકું ફળ પીળા રંગનું હોય છે. પાકા ફળનો માવો પીળો અને સ્વાદમાં મધુર,ગોટલી નાની અને રેષા વગરની હોય છે આ જાતનાં ફળોમાં કપાસીનો ઉપદ્રવ જોવા મળે છે. એક ઉતમ જાત હોવાથી તેની દેશ–પરદેશમાં વધુ માંગણી છે.

લંગડો :  આંબાની આ જાત મધ્યમ કદની અને શંકુ આકારની હોય છે.  ફળ પાકે ત્યારે પણ લીલા રંગનું જ રહે છે અને માવાનો રંગ કેસરી તથ સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે અને તેની ગોટલી નાની, પાતળી અને રેષા વગરની હોય છે. પરંતુ તેની ટકાઉશક્તી બઉ નબળી હોય છે તે ઓછા સમયમાં ખરબા થવા માંડે છે.

કેસર : કેસર કેરી મધ્યમથી મોટા કદની લાંબી અને નીચેથી અણીવાળું હોય છે. કાચું ફળ લીલા રંગનું અને પાકું ફળ પીઠીની જેમ હોય છે. ફળનો માવો–રસ કેસરી રંગનો અને સ્વાદમાં મધુર, ગોટલી પાતળી, લાંબી અને રેષા વગરનું હોય છે. તેની પણ દેશ-વિદેશમાં ઘણી માંગણી છે.

તોતાપુરી :  આંબાની તોતાપુરી જાત મોટા કદની અને બન્ને બાજુ અણીવાળું હોય છે. પાકા ફળના માવાનો રંગ પીળો અને સ્વાદમાં ઓછો મધુર, ગોટલી લાંબી અને પાતળી, નિયમિત હોય છે. તેના અથાણા અને મુરબ્બા બનાવવામાં આવે છે.

રાજાપુરી : આંબાની આ જાત ખૂબ જ મોટા કદની અને લંબગોળ હોય છે. પાકા ફળનો રંગ પીઠી જેવો હોય છે અને તેની માવાનો રંગ કેસરી અને તે સ્વાદમાં ખટમધુર હોય છે ગોટલી નાની અને રેષા વગરની હોય છે. અને અથાણા બનાવવા માટે તેને ખાસ કરીને ઉગાડવામાં આવે છે.

આલ્ફાન્સો (આફુસ) :  તેનું ઝાડ મધ્યમથી મોટું, જુસ્સાદાર અને સીધુ બને છે. ઝાડ મોટા થતાં અનિયમિત ફળ છે. ફળ મધ્યમ કદનાં, હદય આકારના અને સરેરાશ રપ૦ થી ૩૦૦ ગ્રામના વજનના હોય છે. ફળ પાકતાં પીળો રંગ ધારણ કરે છે. અને ઉપલા ભાગે નારંગી રંગ પણ જોવા મળે છે. તે કાપીને ખાવા માટે તેમજ રસ માટે ઉતમ જાત ગણાય છે

દશેરી : હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં થોડા પ્રમાણમાં વવાય છે. ઝાડ નાનાથી મધ્યમ કદના, છત્રી આકારના અને ઓછા જુસ્સાદાર હોય છે. ઉતર ભારતમાં મુખ્ય વ્યાપારી ધોરણે તેની ખેતી થતી હોય છે. નિયમિત અને વધુ પ્રમાણમાં ફળ લંબગોળ, અંડાકારના અને ૧પ૦ ગ્રામ વજનનું હોય છે. ફળનો ગર્ભ કઠણ, રેસા વગરનો અને ખુબ જ મીઠો હોય છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More