Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

કેરળથી જેકફ્રુટનો જથ્થો ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યુ, વૃક્ષ પર ફળ નહિં રોકડા ઉગે છે

કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (APEDA) કેરલના ખેડૂતો પાસેથી મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં જેકફ્રૂટ, પેશન ફ્રુટ (સાલીબી ફળ) અને જાયફળમાંથી બનાવેલ મૂલ્યવર્ધિત અને પોષણયુક્ત સમૃદ્ધ ઉત્પાદનનો પહેલો જથ્થો લીલી ઝંડી દેખાડીને મોકલા દીધુ છે. આ ઉત્પાદનોની શેલ્ફ લાઇફ એક વર્ષથી વધુ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Jackfruit
Jackfruit

કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (APEDA) કેરલના ખેડૂતો પાસેથી મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં જેકફ્રૂટ, પેશન ફ્રુટ (સાલીબી ફળ) અને જાયફળમાંથી બનાવેલ મૂલ્યવર્ધિત અને પોષણયુક્ત સમૃદ્ધ ઉત્પાદનનો પહેલો જથ્થો લીલી ઝંડી દેખાડીને મોકલા દીધુ છે. આ ઉત્પાદનોની શેલ્ફ લાઇફ એક વર્ષથી વધુ છે. એપેડા 2021-22 સુધીમાં 400 અબજ ડોલરની કોમોડિટી નિકાસ હાંસલ કરવાના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લક્ષ્યા છે.


કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (APEDA) કેરલના ખેડૂતો પાસેથી મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં જેકફ્રૂટ, પેશન ફ્રુટ (સાલીબી ફળ) અને જાયફળમાંથી બનાવેલ મૂલ્યવર્ધિત અને પોષણયુક્ત સમૃદ્ધ ઉત્પાદનનો પહેલો જથ્થો લીલી ઝંડી દેખાડીને મોકલા દીધુ છે. આ ઉત્પાદનોની શેલ્ફ લાઇફ એક વર્ષથી વધુ છે. એપેડા 2021-22 સુધીમાં 400 અબજ ડોલરની કોમોડિટી નિકાસ હાંસલ કરવાના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લક્ષ્યા છે. જેના ભાગરૂપે મૂલ્યવર્ધિત અને આરોગ્ય ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.

શું છે સરકારની યોજના

ફાસ્ટ ફૂડના વર્તમાન સમયમાં ગ્રાહકોની પસંદગી હવે હેલ્થ ફૂડ તરફ વળી રહી છે. તંદુરસ્ત વિકલ્પો જેવા કે જેકફ્રૂટ, પેશન ફ્રુટ વગેરેમાંથી તૈયાર કરાયેલ લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત ઉત્પાદનો ફાસ્ટ ફૂડના વપરાશ માટે સક્ષમ વિકલ્પ પૂરો પાડે છે. મૂળ પશ્ચિમ ઘાટમાં જોવા મળતા જેકફ્રૂટને માર્ચ 2018 માં કેરળનું રાજ્ય ફળ જાહેર કરાયું હતું. ઝાડમાંથી ઉત્પન્ન થતું સૌથી મોટું ફળ જેકફ્રુટ ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે.

આ ઉષ્ણકટિબંધીય ફળ છે તેની પ્રોટીન સામગ્રીને કારણે તે માંસાહાર તરીકે શાકાહારીઓમાં લોકપ્રિય છે. ફળ, બીજ અને પલ્પના ઉપયોગ સિવાય, જેકફ્રૂટના પાંદડા, છાલ, ફુલો અને લેટેક્સનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં પણ થાય છે. ફળોના આરોગ્ય અને પોષક ગુણધર્મો વિશે વધતી જાગૃતિ અને દેશભરમાં જેકફ્રૂટના ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોના સતત પ્રયાસોને કારણે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવનારા વર્ષોમાં જેકફ્રૂટ ચોક્કસપણે સૌથી વધુ માંગતા ફળ બનશે. જેકફ્રુટના મુખ્ય નિકાસ સ્થળો સિંગાપોર, નેપાળ, કતાર, જર્મની વગેરે છે.

પેશન ફ્રૂટ એક પૌષ્ટિક ઉષ્ણકટિબંધીય ફળ છે જે એન્ટીઓકિસડન્ટ, વિટામિન્સ અને ફાઇબરથી સમૃદ્ધ છે. તે એક ફાયદાકારક ફળ છે જે ત્વચા, દ્રષ્ટિ અને રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ તંદુરસ્ત પોષક ગુણધર્મો ધરાવે છે. ગુણોની વિપુલતા, વિશાળ બજાર સંભવિતતા અને અમર્યાદિત લાભોની ઉપલબ્ધતાને કારણે, તેના નવીન ઉત્પાદનોની નિકાસને વિસ્તૃત કરવાની વિશાળ તક છે.

Jackfruit
Jackfruit

જેકફ્રૂટની ખેતીથી લાખો કમાવાની તક

જેકફ્રૂટની ખેતી કોઈપણ પ્રકારની જમીનમાં કરી શકાય છે, પરંતુ હજુ પણ, રેતાળ લોમ જમીન તેના બાગકામ માટે યોગ્ય છે. તેની ખેતી માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. બીજમાંથી છોડ ઉગાડ્યા પછી લગભગ 4 થી 5 વર્ષ પછી ફળો દેખાવા લાગે છે. જો એક હેક્ટરમાં 150 થી વધુ રોપાઓ રોપવામાં આવે તો એક વર્ષમાં 3 થી 4 લાખ સુધીનું ઉત્પાદન મળી શકે છે. જેકફ્રૂટ પ્લાન્ટ 3 થી 4 વર્ષમાં ઉપજ આપવાનું શરૂ કરે છે. તેની ઉપજ વિવિધતાના આધારે બદલાય છે.

ઉત્તર પ્રદેશના અરૂણની કમાણી લાખોમાં

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં જેકફ્રૂટ ઉગાડા વાળા ખેડૂત અરુણ સિંહ જણાવે છે કે જ્યારે તેણે તેની ખેતી શરૂ કરી ત્યારે તેની મજાક ઉડાવવામાં આવી હતી. પણ તેણે હાર ન માની. વર્ષ 2018 માં પ્રથમ વખત વૃક્ષોએ ફળ આપવાનું શરૂ કર્યું. પહેલા જ વર્ષમાં અરુણે લગભગ 8 લાખની કિંમતનું જેકફ્રૂટ વેચ્યું હતું. આગલી વખતે આવક વધીને 16 લાખ થઈ ગઈ અને આ વખતે આશરે 20 લાખની કિંમતનું જેકફ્રૂટ વેચાયું છે. અરુણે કહ્યું કે બાગકામ કર્યા પછી ચાર વર્ષ ધીરજ રાખવી પડે છે. આ દરમિયાન, તમે નીચેની જમીનમાં ખેતી કરી શકો છો આ પછી, વૃક્ષો 45 વર્ષ સુધી ફળ આપે છે, હા, જરૂરી દવાઓ સમય સમય પર છાંટવી પડે છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More