Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

કોફીના શોખીન છો, આટલી સરળ રીતથી ઘરે કરી શકો છો વાવેતર

આજકાલ કામના સ્ટ્રેસના કારણે લોકોને કોફી પીવીની ટેવ પડી ગઈ છે. ચાના શોખીન ભારતીયોએ હવે કોફી તરફ વળી રહ્યા છે. કેમ કે કોફીમાં હાજર કોફીન તમારા સ્ટ્રેસ લેવને દૂર કરીને તમને આરામ આપે છે. પરંતુ સારી એવી કોફી ખૂબ જ મોંઘી આવે છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ઘરમાં કોફીનો છોડ
ઘરમાં કોફીનો છોડ

આજકાલ કામના સ્ટ્રેસના કારણે લોકોને કોફી પીવીની ટેવ પડી ગઈ છે. ચાના શોખીન ભારતીયોએ હવે કોફી તરફ વળી રહ્યા છે. કેમ કે કોફીમાં હાજર કોફીન તમારા સ્ટ્રેસ લેવને દૂર કરીને તમને આરામ આપે છે. પરંતુ સારી એવી કોફી ખૂબ જ મોંઘી આવે છે. એટલે અમે તમને ઘરે જ કોફીનું છોડ ઉગાડવાની સલાહ આપીએ છીએ.ઘરે કોફી કેવી રીતે ઉગાડવાની તેની રીત પણ કૃષિ જાગરણ ગુજરાતી તમને આ આર્ટિકલમાં જણાવશે.

ઘર કોફી ઉગાડવું એક દમ સરળ

હાં આ વાત તદ્દન સાચી છે, ઘરે કોફી ઉગાડવી એક દમ સરળ છે, જેના માટે તમારે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરવી પડશે. તેના માટે ફક્ત તમારે સંપૂર્ણપણે સમર્પિત રહેવું. કોફી ઉગાડવા માટે તમે તમારા ઘરના એવું ભાગ પસંદ કરવું પડશે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય. કેમ કે કોફી છોડ ઉપર સુર્યપ્રકાશ ઓછું આવું જોઈએ તેથી જ તેનો છોડ ઝડપથી ઉગશે.  

ઘરની અંદર પણ ઉગાડી શકો છો

કોફીના છોડ ઘરની અંદર અને બહાર ઉગાડી શકાય છે. તો પછી ભલે તમે નાના એપાર્ટમેન્ટમાં રહો છો અથવા મોટું આંગણું ધરાવો છો, તમે તમારા પોતાના કોફી પ્લાન્ટને સરળતાથી ઉગાડી શકો છો. જો તમે તેને ઘરની અંદર ઉગાડવા માંગો છો, તો પછી એવી જગ્યા પસંદ કરો જ્યાં વધુ સૂર્યપ્રકાશ ન હોય. જો તમે તેને ઘરની બહાર બગીચામાં ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો ધ્યાનમાં રાખો કે આ છોડ ખૂબ મોટા થઈ શકે છે. મોટાભાગના લોકો કહે છે કે તમારા કોફીના છોડને બહારના બદલે અંદર ઉગાડવાનો પ્રયાસ કરો.

ચેરી અથવા ગ્રીન કોફીના બીજ શોઘો

ઘરે અરેબિકા કોફીના છોડ ઉગાડવા માટે, તમારે ચેરી અથવા ગ્રીન કોફીના બીજ શોધવું પડશે. કેટલીક નર્સરીઓ પોટેડ કોફીના છોડ પણ વેચે છે. પરંતુ તેમને શોધવા મુશ્કેલ છે. તેથી તમારે તાજી ચૂંટેલી કોફી ચેરી અથવા લીલા બીજની જરૂર પડશે. તમે ચેરીમાંથી શીંગો પસંદ કરી લો અથવા ફક્ત લીલા કોફી બીન ખરીદો, તમે તેને રોપવા માટે તૈયાર છો.

યોગ્ય માટીની જરૂર પડશે

કોફીના છોડ ઉગાડવા માટે તમારે યોગ્ય માટીની જરૂર પડશે. અરેબિકા કોફીના છોડ તેમના કુદરતી વાતાવરણમાં ઉગે છે એટલે કે ઉષ્ણકટિબંધીય, પર્વતીય વિસ્તારોમાં જ્યાં ઘણો ભેજ હોય ​​છે અને તેથી તેમને જરૂરી પાણી મળે છે. 6 ની નજીક pH ધરાવતી માટી કોફીના છોડ માટે આદર્શ છે. તમારે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે છોડમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ છે કે નહી. કારણ કે વધુ સંચિત પાણી છોડ માટે સારું નથી.

જમીનને ભેજવાળી રાખવા માટે પૂરતું પાણી આપો

જેમ જેમ તમારો છોડ વધે છે, તમારે કોફીના છોડની સંભાળ માટે નિયમિત બનાવવાની જરૂર પડશે. જમીનને થોડી ભેજવાળી રાખવા માટે પૂરતું પાણી આપો - ખૂબ સૂકી અથવા ખૂબ ભીની માટી છોડ માટે સારી નથી. તમે ભેજ જાળવવા માટે પાણીથી ભરેલી પેબલ ટ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. દર થોડા મહિને ખાતરનું pH સ્તર તપાસો અને જરૂર મુજબ ખાતર ઉમેરો. નિયમિત કાપણી પણ તેની વૃદ્ધિમાં મદદ કરે છે. જેમ જેમ તમારો કોફીનો છોડ વધે છે, તમારે તેને ફરીથી રોપવું પડશે. આ છોડ બે ફૂટથી વધુ ઊંચો થાય છે, તેથી તેની કાપણી જરૂરી છે. તેના મૂળને ફેલાવવા માટે પૂરતી જગ્યાની જરૂર છે. તેથી, પોટને યોગ્ય રીતે પસંદ કરો.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More