Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

ફળ પાકોને નુકસાન પહોંચાડતી ફળમાખીની ઓળખ અને તેનું સંકલિત વ્યવસ્થાપન

ખેતી પાકોની સરખામણીમાં બાગાયતી પાકો હેક્ટર દીઠ વધુ ઉત્પાદન, વધુ આવક અને અધિક પોષકતત્વો આપે છે. ફળ પાકોમાં બારેમાસ કામ મળી રહેતું હોવાથી ગામડાંઓની બેરોજગારીનો પ્રશ્ન પણ અંશત: હલ થઈ શકે તેમ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ખેતી પાકોની સરખામણીમાં બાગાયતી પાકો હેક્ટર દીઠ વધુ ઉત્પાદન, વધુ આવક અને અધિક પોષકતત્વો આપે છે. ફળ પાકોમાં બારેમાસ કામ મળી રહેતું હોવાથી ગામડાંઓની બેરોજગારીનો પ્રશ્ન પણ અંશત: હલ થઈ શકે તેમ છે. બાગાયતી પાકો વધુ આર્થિક વળતર આપતા હોય અને બહારના દેશોમાં નિકાસ માટે અગત્યતા ધરાવતા હોવાથી દિવસે દિવસે આવા પાકોનો વિસ્તાર વધતો જાય છે. બાગાયતી પાકોનો વિસ્તાર જેમ જેમ વધતો જાય છે તેમ તેમ જીવાત અને રોગની સમસ્યાઓ વધવા પામે છે. જેની ફળ પાકોની ગુણવત્તા અને બજાર ભાવ પર અસર પડે છે. ગુજરાતમાં આંબા, ચીકુ, કેળ, આંબળા, લીંબુ, જામફળ, પપૈયા, સીતાફળ, બોર અને દાડમ જેવા મુખ્ય ફળપાકોનું વાવેતર થાય છે. જેમાં આંબા, જામફળ, ચીકુ અને બોર જેવા પાકોમાં ફળમાખીનું નુકસાન વધારે જોવા મળે છે. ફળમાખી ના કારણે ૨૦ થી ૪૦ ટકા જેટલું ફળપાકોમાં નુકસાન થાય છે. દર વર્ષે ફળમાખીથી નુકસાન વધી રહ્યો છે અને ખેડુતોને આર્થિક રીતે નુકસાન કરે છે. ફળમાખીની ૫૦૦ થી પણ વધુ જાતો નોંધાયેલ છે જેમાંથી ચાર જાતિઓ આંબામાં અને જામફળમાં નોંધાયેલી છે અને એક જાતિ બોરમાં નોંધાયેલી છે.

ઓળખ:

આંબા અને જામફળમાં ફળમાખી ચાર જાત બેકટ્રોસેરા ડોરસાલીસબેકટ્રોસેરા ઝોનેટાબેકટ્રોસેરા કરેકટા અને બેકટ્રોસેરા ડાયવર્સાને નુકસાન પહોંચાડે છે. આ ફળમાખી બદામી રંગની અને રંગીન ડાધા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માખીના ૫ગો પીળા રંગના હોવાથી તેઓ સોન માખ તરીકે ૫ણ ઓળખાય છે. કેરીના પાકમાં મે થી ઓગષ્ટ દરમ્યાન સૌથી વધુ ઉ૫દ્રવ જોવા મળે છે. કાર્પોમીયા વેસુવિઆના એ ફળમાખીની ઘણી જાતો પૈકીની એક છે જે ફક્ત બોરમાં જ નુકસાન કરે છે. આ માખીનો ઉપદ્રવ ખાસ કરીને મોડી પાકતી જાતોમાં વધારે જોવા મળે છે. બોરની ફળમાખી: પુખ્ત માખી ઘરમાખી કરતા નાની અને પીળાશ પડતા બદામી રંગની હોય છે. વક્ષ ઉપર કળા ટપકાથી ઘેરાયેલી બદામી રંગની પટ્ટીઓ જોવા મળે છે તથા પારદર્શક પાંખો પર પીળા રંગ ના આડા પટ્ટાઓ હોય છે. આ ફળમાખી ગુજરાત માં ઓક્ટોમ્બર થી ડીસેમ્બર માસમાં સક્રિય હોય છે.

પુખ્ત અવસ્થાની માદા નર કરતા નાની હોય છે. માદાનો ઉદરપ્રદેશ અણીદાર હોય છે. જેની મદદથી માખી ફળમાં ઇંડાં મૂકે છે. કીડા ૮ થી ૯ મીમી લાંબા અને ઝાંખા સફેદ રંગના અને પગ વગરના હોય છે. ઈયળ અવસ્થા પૂરી થતા કીડા જમીન પર પડી જમીન ની અંદર કોશેટો બનાવે છે. કોશેટા એ ઉપદ્રવનો મુખ્ય સ્ત્રોત છે, જે એસ્ટીવેશન અને હાઇબરનેશન જેવા શારીરિક અનુકૂલન દ્વારા વૃક્ષના થડની આસપાસ હાજર હોય છે. 

બેકટ્રોસેરા કરેકટા (જમણી બાજુ) અને બેકટ્રોસેરા ડાયવર્સા (ડાબી બાજુ)
બેકટ્રોસેરા કરેકટા (જમણી બાજુ) અને બેકટ્રોસેરા ડાયવર્સા (ડાબી બાજુ)

નુકસાન:

માદા ફળમાખી ફળમાં અંડ નિક્ષેપક અંગ ખોસીને જથ્થામાં કે એકલ દોકલ ઇંડાં ફળની છાલની નીચે મુકે છે. તે જગ્યા એ ઘાટું લીલાશ પડતું ડાઘ (ટુવો) જોવા મળે છે. આવા ઇંડાં મુકવા માટે પાડેલા કાણાંમાંથી રસ ઝરે છે, જે સુકાઇ જઇને કોહવાટ શરુ થાય છે. ઈંડાં મુકેલી જગ્યાએ ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી ૫ર દબાયેલા ખાડા જોવા મળે છે. જેના ૫રથી ૫ણ ઉ૫દ્રવનો ખ્યાલ આવી શકે છે. જે જીવાતની હાજરી સુચવે છે. ઈંડા માંથી નીકળી ને કીડા ફળની અંદરનો ગર્ભ ખાય છે. જેને લીધે ફળ કોહવાયેલુ જણાય છે. ઉપદ્રવિત ફળનો આકાર પણ બદલાઇ જાય છે અને સંકોચાઇ ગયેલા જણાય છે. તો કેટલીક વખતે બેડોળ પણ બની જાય છે. આવા ફળનુ કદ વધતુ નથી અને પીળા પડી જાય છે અને અંતે ઉ૫દ્રવિત ફળ ઝાડ ૫રથી ખરી ૫ડે છે. આ રીતે ઉત્પાદન ૫ર માઠી અસર થાય છે. કેરી પાકવાના સમયે ઉ૫દ્રવ હોય તો કેરી ઉતાર્યા બાદ ૫કવવા માટે વખારમાં પાથરવામાં આવે ત્યારે ઈંડાંનું સેવન થાય છે. ઈંડાંમાંથી નીકળતા કીડા પાકતી કેરીનો અંદરનો ગર્ભ ખાતા હોવાથી ઉ૫દ્રવિત ફળમાંથી તીવ્ર પ્રકારની અણગમતી વાસ આવે છે. ફળ ખાવા લાયક રહેતા નથી. આ રીતે કેરી ખરીદનારને નુકસાન થાય છે, જયારે જે તે વિસ્તારના ખેડૂતોની શાખ ઉ૫ર અસર થાય છે. આમ આ ફળમાખીથી ઘણું નુકશાન થાય છે.

બેકટ્રોસેરા ડોરસાલીસ (જમણી બાજુ) અને બેકટ્રોસેરા ઝોનેટા (ડાબી બાજુ)
બેકટ્રોસેરા ડોરસાલીસ (જમણી બાજુ) અને બેકટ્રોસેરા ઝોનેટા (ડાબી બાજુ)

સંકલિત વ્યવસ્થાપન:

ફળમાખીના જીવનક્રમ અને નુકસાન કરવાની ખાસિયત ના લીધે તેનું નિયંત્રણ ફક્ત જંતુનાશક દવા ના છંટકાવ કરવાથી થઇ શકે નહિ તેથી તેના નિયંત્રણ માટે સંકલિત વ્યવસ્થાપન ના પગલા લેવા જરૂરી છે.

  • વાડીની સ્વચ્છતા જાળવવીએ અસરકારક નિવારક માપ છે અને પ્રજનન ચક્રને તોડવા તેમજ વસ્તી અને ઉપદ્રવને ઘટાડવા માટે પ્રાથમિક ઘટક તરીકે વ્યવસ્થિત રીતે કરવાની જરૂર છે.
  • અઠવાડિયામાં બે વાર નિયમિત અંતરેકોહવાઇ ગયેલા અને ખરી પડેલા અર્ધ પાકેલા ફળો તેમજ ફળમાખીના ઉપદ્રવવાળા ફળો દરરોજ ભેગા કરી બાળી ને નાશ કરવો તથા જમીનમાં ઉંડો ખાડો કરી દાટી દેવાં ત્યારબાદ ખાડાને પાણીથી તર કરી દેવાથી ઉ૫દ્રવિત ફળમાં રહેલા ફળમાખીનાં કીડા કે કોશેટા નાશ પામે છે.
  • ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી સુષુપ્ત કોશેટાઓ નો નાશ થાય છે અને જમીનની અંદર રહેલા કોશેટા બહાર નીકળી આવતા પક્ષીઓ તેને ખાઈ જાયછે અથવા સુર્યના તાપ થી પણ તેઓ નાશ પામે છે.
ફળમાખી થી નુકશાન પામેલ ફળ
ફળમાખી થી નુકશાન પામેલ ફળ
  • જમીનને ખેડીને તેમાં લીંબડાનો ખોળ મિક્ષ કરવો.
  • ગુજરાત આંબા ૧ (આણંદ રસરાજ), જામફળની લખનોવ ૪૯ તથા બોરનીગોલા, ઉમરાન જેવી ઓછી પ્રતિકાર જાતો વાવવી જોઈએ.
  • વૃક્ષો પર ફળોના વધુ પાકવાનું ટાળવું અનેફળોની વહેલી લણણી રંગ બદલવાના તબક્કે કરવી ફળમાખીના નો ઉપદ્રવ ઘટાડી સકાય છે.
  • નવસારીકૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડુતો, ઉપભોક્તાઓ અને ઉદ્યોગ સાહસિકોને કેરી ઉતાર્યા ફ્ળોને ગરમ પાણીમાં ૪૮°સે. તાપમાને ૬૦ મીનીટ અથવા ૫૦°સે. તાપમાને ૨૦ મીનીટ અથવા ૫૨°સે. તાપમાને ૧૦ મીનીટ સુધી ડુબાડી રાખવાની ભલામણ કરવામા આવે છે જેના દ્વારા ફળમાખી નું નિયંત્રણ કરી શકાય છે.
  • ફોપુસ કાર્પોમીયા, ઓપીયસ કોમ્પેન્સટુસએ ફળમાખીના કીડા અવસ્થાની પરોપજીવી ભમરી છે અને ફળોમાં છુપાયેલા કીડાને પરોપજીવી બનાવવા માટે અંડ નિક્ષેપક ખૂબ જ યોગ્ય છે. ફળમાખીના નિયંત્રણ માટે આ પરોપજીવી ભમરીને એકસાથે રીલીઝ દ્વારા કરવી જોઈએ.
  • બ્રેકોનિડભમરી બાયોસ્ટ્રેસ વેન્ડેનબોસ્ચી ભારતમાંથી બોરનીફળમાખીના પરોપજીવી તરીકે નોંધાયેલું છે. પરંતુ પરોપજીવીકરણ પ્રમાણ ખૂબ નજીવું હતું.
  • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટીદ્વારા સૌરાષ્ટ્રના ખેડુતોને આંબાની ફળમાખી ના નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેકનોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર ના એકસરખા ૧૦૦૦ ટપકાને મુખ્ય અને ગૌણ ડાળીઓ પર મુકવા, પ્રથમ માવજત માર્ચ મહિના માં ફળમાખી ટ્રેપમાં પકડાઈ ત્યારે અને ત્યારપછીની બે માવજત ૩૦ દિવસના અંતરે આપવાની ભલામણ કરવામાં આવી છે.
ફળમાખી થી નુકશાન પામેલ ફળ
ફળમાખી થી નુકશાન પામેલ ફળ
  • દવાના આગોતરા છંટકાવ દ્વારા જીવાતને ઇંડા મૂકતા ઘટાડી શકાય છે.
  • ઝાડની ફરતે ઉનાળામાં ઉંડી ખેડ કરવી અને ક્વિનાલફોસ ૧.૫ ટકા ભુકી ૨૫ કિ.ગ્રા./હે જમીનની અંદર આપવાથી કોશેટાનું સારુ નિયંત્રણ મેળવી શકાય.
  • કાળી તુલસીના પાનમાંમિથાઈલ યુજીનોલ નામનું રસાયણ હોય છે, જે ફળમાખીના નર કીટકોને આકર્ષતુ હોવાથી બગીચામાં તેમજ શેઢા-પાળા ૫ર કાળી તુલસીનું વાવેતર કરી તુલસીના છોડ ૫ર ફ્લુબેનડીયામાઈડ ૮.૩૩ + ડેલ્ટામેથ્રીન ૫.૫૬ એસ.સી. @ ૨૫ મિ.લિ. અથવા સ્પિનોસાડ ૪૫ એસ.સી. @ ૭ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવીને ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવાથી નર ફળમાખીનું નિયંત્રણ કરી શકાય છે.
  • મિથાઈલ યુજીનોલ ટ્રે૫નો ઉ૫યોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે. આવા ટ્રે૫માં મિથાઈલ યુજીનોલ તથા સ્પીનોસાડ દવા ૧:૧ ના પ્રમાણમાં ભેળવી તૈયાર થયેલ દ્રાવણમાં રૂનું પૂંમડુંબોળીને ટ્રે૫માં રાખવું. હેકટર દીઠ પાંચ થી સાત ટ્રે૫ મૂકવા તેમજ દર અઠવાડિયે રૂનું પૂંમડું બદલવું.
ફળની અંદર આમ પહોંચાડે છે નુકસાન
ફળની અંદર આમ પહોંચાડે છે નુકસાન
  • ૫ × ૫ સેં.મી. ના પ્‍લાયવુડ બ્લોકને ૪૦ મિ.લિ.મિથાઈલ યુજીનોલ + ૬૦ મિ.લિ. ઈથાઈલ આલ્કોહોલ (અથવા અન્ય કોઈ સોલ્વન્ટ કે જેમા મિથાઈલ યુજીનોલને દ્રાવ્‍ય કરી શકાય) + ૧૦ મિ.લિ. સ્પિનોસાડ ૪૫ એસ.સી. નાં દ્રાવણમાં ર૪ કલાક ડૂબાડી રાખી છાંયડામાં સૂકવવા. આવા તૈયાર કરેલ ૫ થી ૬ બ્લોક પ્રતિ હેકટર આંબાવાડીયામાં ખીલી વડે થડ ઉ૫ર ચોંટાડવા.
  • નવસારીકૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલ મેગા ટ્રે૫ (ખોખા ટ્રે૫) દ્રારા નર ફળમાખીને આકર્ષી નાશ કરી શકાય છે. જેમાં મિથાઈલ યુજીનોલ + સોલ્વન્ટ + સ્પિનોસાડ (૪ : ૬ : ૧) ભેળવી તૈયાર કરેલ દ્રાવણ સારી રીતે શોષાઈ શકતું હોય તેવા ખોખાનો ઉ૫યોગ કરી શકાય છે. ઉ૫રોકત દ્રાવણને ખોખાની અંદરની સપાટીએ લગાડવું. ખોખાની ફરતે નર ફળ માખી દાખલ થવા માટે મોટા કાણાં પાડવા. આવા મેગા ટ્રે૫ આંબાવાડીયા કે વાડીની અંદર આવેલ મકાનના ઓથ હેઠળ મૂકી શકાય છે. ઉપરાંત બજારમાં મળતા મિથાઇલ યુજીનોલયુકત બ્લોકવાળા ટ્રેપનો પણ ઉપયોગ કરી શકાય.
ફળની અંદર આમ પહોંચાડે છે નુકસાન
ફળની અંદર આમ પહોંચાડે છે નુકસાન

સંકલિત વ્યવસ્થાપન:

ફળમાખીના જીવનક્રમ અને નુકસાન કરવાની ખાસિયત ના લીધે તેનું નિયંત્રણ ફક્ત જંતુનાશક દવા ના છંટકાવ કરવાથી થઇ શકે નહિ તેથી તેના નિયંત્રણ માટે સંકલિત વ્યવસ્થાપન ના પગલા લેવા જરૂરી છે.

  • વાડીની સ્વચ્છતા જાળવવીએ અસરકારક નિવારક માપ છે અને પ્રજનન ચક્રને તોડવા તેમજ વસ્તી અને ઉપદ્રવને ઘટાડવા માટે પ્રાથમિક ઘટક તરીકે વ્યવસ્થિત રીતે કરવાની જરૂર છે.
  • અઠવાડિયામાં બે વાર નિયમિત અંતરેકોહવાઇ ગયેલા અને ખરી પડેલા અર્ધ પાકેલા ફળો તેમજ ફળમાખીના ઉપદ્રવવાળા ફળો દરરોજ ભેગા કરી બાળી ને નાશ કરવો તથા જમીનમાં ઉંડો ખાડો કરી દાટી દેવાં ત્યારબાદ ખાડાને પાણીથી તર કરી દેવાથી ઉ૫દ્રવિત ફળમાં રહેલા ફળમાખીનાં કીડા કે કોશેટા નાશ પામે છે.
  • ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી સુષુપ્ત કોશેટાઓ નો નાશ થાય છે અને જમીનની અંદર રહેલા કોશેટા બહાર નીકળી આવતા પક્ષીઓ તેને ખાઈ જાયછે અથવા સુર્યના તાપ થી પણ તેઓ નાશ પામે છે.

સૌજન્ય: 

આર. ડી. ડોડીયા, જે. વી. ઈટાલીયા અને એ. એચ. બારડ 

પી.એચ.ડી. વિદ્યાર્થી, કીટકશાસ્ત્ર વિભાગ, સ.દા.કૃ.યુ., સરદારકૃષિનગર, દાંતીવાડા

એમ.એસસી., કીટકશાસ્ત્ર વિભાગ, આ.કૃ.યુ., આણદ

મદદનીશ પ્રાધ્યાપક અને વડા, પાક સંરક્ષણ વિભાગ, આ.કૃ.યુ., આણદ

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More