Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

ગુજરાતમાં દક્ષિણ ભારતથી વધારે પાકે છે કેળાનો પાક,વળતરમાં કરે છે વધારો

ગુજરાતમાં હવે રાંઘેવા ખોરાકના બદલ કાચો કુદરતી ખોરાક ખાનારાઓ વધી રહ્યા છે. 3.10 કરોડ ટન કેળા આખા દેશમાં પાકે છે, જેમાથી ગુજરાતમાં 46 લાખ ટન કેળાનો પાક પાકે છે. હવે કેળાનું ઉત્પાદન વધારી આપતી નવી પદ્ધતિ ખેડૂતોએ અપનાવી હોવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો થઈ શકે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
કેળાનો પાક
કેળાનો પાક

ગુજરાતમાં હવે રાંઘેવા ખોરાકના બદલ કાચો કુદરતી ખોરાક ખાનારાઓ વધી રહ્યા છે. 3.10 કરોડ ટન કેળા આખા દેશમાં પાકે છે, જેમાથી ગુજરાતમાં 46 લાખ ટન કેળાનો પાક પાકે છે. હવે કેળાનું ઉત્પાદન વધારી આપતી નવી પદ્ધતિ ખેડૂતોએ અપનાવી હોવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો થઈ શકે છે.

આપણા ભારત દેશમાં સૌધી વધારે કેળાનો પ્રયોગ દક્ષિણ ભારતમાં થાય છે, તેમા કેળાનો ચિપ્સ સૌથી વધારે ખાવામાં આવે છે, તેમ છતા કેળાના સૌથી વધારે ઉત્પાદન દક્ષિણ ભારતની જગ્યા આપણા ગુજરાતમાં થાય છે. ભારતમાં કેળાની ખપતની વાત કરીએ તો ભારતના લોકો માથાદીઠ વર્ષે 23 કિલો કેળા ખાય છે, જેના માથાદીઠ 71 ટકા કેળા ગુજરાતમાં પાકે છે. ભારતમાં સરેરાશ કરતા 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. તેના સાથે જ જ્યારે શ્રાવણનો મહિના ચાલે છે, ત્યારે કેળાની ખપત વધી જાય છે અને આમ પણ ગુજરાત શાકહારી સ્ટેટ ગણય છે.

ગુજરાતમાં વધી રહી છે કુદરતી ખોરાકની ટેવ

ગુજરાતમાં હવે રાંઘેવા ખોરાકના બદલ કાચો કુદરતી ખોરાક ખાનારાઓ વધી રહ્યા છે. 3.10 કરોડ ટન કેળા આખા દેશમાં પાકે છે, જેમાથી ગુજરાતમાં 46 લાખ ટન કેળાનો પાક પાકે છે. હવે કેળાનું ઉત્પાદન વધારી આપતી નવી પદ્ધતિ ખેડૂતોએ અપનાવી હોવાથી ઉત્પાદનમાં સારો એવો વધારો થઈ શકે છે.કેળની ખેતીમાં મૂળ, છોડ, ફળનો વિકાસ કરતી નવી ખાતર પધ્ધતિનો ઉપયોગ શરૂ થયો છે. કેળામાં નવી ખેતી પદ્ધતિ અને ખાતરનો વિકલ્પ ખેડૂતોએ શોધી કાઢ્યો છે. જેનો ઉપયોગ કરવાથી છોડની વૃદ્ધિના વિવિધ તબક્કે પોષણમાં દ્રાવણ આપવાથી લાભ થાય છે. મૂળ, છોડ તથા ફળ-ફૂલનો વિકાસ ખૂબ સારો થાય છે.

કેળા
કેળા

કેળાની ઔર્ગેનિક ખેતી

કેળાની નવી ખેતી પદ્ધતિ એટલે કે, ઔર્ગેનિક ખેતી. તેમના માટે ગાયનું તાજુ છાણ અને  ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. સિમેન્ટના ટાંકામાં 200 કિલો ગાયનું તાજુ છાણ તથા 20થી 30 લિટર ગૌમૂત્ર, ભેગું કરવામાં આવે છે. તેમાં ફોસ્ફેટ કલ્ચર એક કિલો નાંખવામાં આવે છે. રાઈઝોબિયમ કલ્ચર એક કિલો ખેડૂતો નાંખે છે. કોઈ પણ રાખ ત્રણ કિલો લેવી, એક હજાર લિટર પાણી મોટી ટાંકીમાં ઉમેરીને 24 કલાક સુધી સેન્ટ્રીફયુગલ પંપથી ઘુમાવવામાં આવે છે.તૈયાર દ્રાવણને ટપક સિંચાઈમાં ડ્રીપરની નીચે 500 મિલી પ્રમાણે આપવાથી છોડને પોષણ મળે છે.

ખેડૂતનો અનુભવ છે કે, છોડની વૃદ્ધિના વિવિધ તબક્કે પોષણની જરૂરિયાણ ઉદ્ભવે છે ત્યારે આ દ્રાવણ આપવાથી લાભ થાય છે. મૂળ, છોડ તથા ફળ-ફૂલનો વિકાસ ખૂબ સારો થાય છે. ગુજરાતમાં 70 હજાર હેક્ટર બગીચામાં 46 લાખ ટન કેળા પાકે છે. હેક્ટર દીઠ 9થી 10 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે. હાલ હેક્ટરે 2.50 લાખનો ખર્ચ થાય છે તેમાં આ નવી પદ્ધતિથી ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More