Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

શુ તમને ખબર છે એશિયામાં સીતાફળનો સૌથી વધારે વાવતેર ક્યાં થાય છે ?

સીતાફળનુ મૂળ વતન અમેરિકાને માનવામાં આવે છે. પણ તે હવે ગુજરાતના કચ્છ અને બીજા વિસ્તારોમાં પણ થવા લાગ્યો છે. અમેરિકાથી વધુ તેની ખેતી હવે એશિયામાં થવા માંડી છે. પરંતુ શુ તમને ખબર છે કે એશિયામાં આની સૌથી વધારે ખેતી ક્યા થાય છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
custard Apple
custard Apple

સીતાફળનુ મૂળ વતન અમેરિકાને (America) માનવામાં આવે છે. પણ તે હવે ગુજરાતના કચ્છ (Kutch) અને બીજા વિસ્તારોમાં પણ થવા લાગ્યો છે. અમેરિકાથી વધુ તેની ખેતી હવે એશિયામાં થવા માંડી છે. પરંતુ શુ તમને ખબર છે કે એશિયામાં આની સૌથી વધારે ખેતી ક્યા થાય છે.

સીતાફળનુ મૂળ વતન અમેરિકાને (America) માનવામાં આવે છે. પણ તે હવે ગુજરાતના કચ્છ (Kutch) અને બીજા વિસ્તારોમાં પણ થવા લાગ્યો છે. અમેરિકાથી વધુ તેની ખેતી હવે એશિયામાં (asia) થવા માંડી છે. પરંતુ શુ તમને ખબર છે કે એશિયામાં આની સૌથી વધારે ખેતી ક્યા થાય છે. એશિયામાં સીતાફળની સૌથી વધારે ખેતી ભારતમાં થાય છે. અને ભારતમાં છત્તીસગઢના દુર્ગમાં.

દુર્ગમાં લગભગ 400 જેટલા એકર ફાર્મમાં ફેલાયેલા આ ફાર્મમાં 16 પ્રકારના ફળોની પ્રાકૃતિક (Organic Farming) ખેતી થાય છે. આ ફાર્મને વર્ષ 2014માં બનાવવામાં આવ્યુ હતુ, જેને અનિલ શર્માએ અને વજીર લોહર દ્વારા સ્થાપવામાં આવ્યુ હતુ.  

પોતાના ફાર્મને લઈને અનિલ શર્માનું કહવું છે કે આ ફાર્મ શરૂ કરવા માટે તેમને વર્ષ 2005માં જમીન ખરીદવાનું શરૂ કર્યુ હતું.તે સમયમાં વિસ્તારમાં જમીન સસ્તી હતી. 9 વર્ષ પછી એટલે કે વર્ષ 2014માં હું વાવેતર માટે જમીનની તૈયારી શરૂ કરી. હાલમાં આ ફાર્મામાં 16 પ્રકારના ફળો ઉગાડવામાં આવી રહ્યા છે.  

આ છે સીતાફળ ઉત્પાદન માટે એશિયાનું સૌથી મોટું ફાર્મ

શર્માએ કહે છે કે, સીતાફળના ઉત્પાદાન માટે આ ફાર્મ એશિયાનું સૌથી મોટું ફાર્મ છે. આ ફાર્મામાં સીતાફળની ખેતી 180 એકરમાં થાય છે. સાથે ત્યાં જામફળ પણ ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફ્રુટના ઉત્પાદન માટે તે ભારતનું સૌથી મોટું ફાર્મ છે. 25 એકરમાં કેરીનો વાવેતર પણ થાય છે. આ ફાર્મામાં ચીંકુ, મોસંબી સહિત અન્ય ફળો પણ ઉગાડવામાં આવે છે.

કેવી રીતે આવ્યો બાગચેતીનો વિચાર

ફાર્મના માલિક અનિલ શર્માએ જણાવ્યુ કે, તેમના દાદા ખેડૂત હતા. પિતા સરકારી શિક્ષક અને ખેડૂત હતા, પરંતુ તેઓ બિઝનેસ કરતા હતા. તેમણે કહ્યું કે તેઓ માઈનિંગનો વ્યવસાય કરે છે અને જોતા હતા કે માઈનિંગથી પ્રદૂષણ થાય છે. તેમના મનમાં ચાલતું હતું કે જો આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ, તો આપણે તેને ઘટાડવા માટે પણ પગલાં લેવા જોઈએ. એટલા માટે અહીં 1.5 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

સીતાફળ
સીતાફળ

છોડ વચ્ચે બહુ અંતર નથી

સામાન્ય રીતે બે આંબાના ઝાડ વચ્ચે 30 ફૂટનું અંતર હોય છે. પરંતુ અહીં ઓછા અંતર પર કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ અંગે અનિલ શર્માએ કહ્યું કે ખેડૂતોએ સમજવું પડશે કે જમીન ઘટી રહી છે, તે વધી રહી નથી, તેથી પૂરી જમીનનો ઉપયોગ કરવો પડશે. માત્ર કેરી જ નહીં, ખેતરમાં વાવેલા તમામ વૃક્ષો 8X12 ફૂટના અંતરે છે. જેથી ટ્રેક્ટર જઈ શકે.

આ રીતે, બધા છોડ કે જે બે એકરમાં રોપવા જોઈએ, તેમણે એક એકરમાં વાવેતર કર્યું છે. જેથી ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવી શકાય. આ સિવાય ખેતરની અંદર આંતર પાક પણ કરવામાં આવે છે.

ગીર ગાયો પણ પાળવામાં આવે છે

ફળો ઉપરાંત, ગીર જાતિની 150 ગાયો પણ અહીં પાળવામાં આવી છે. તેમના ઘાસચારા માટે, શેરડી, મકાઈ અને નેપિયર ઘાસની ખેતી કરવામાં આવે છે. ઉપરાંત ગાયના છાણ અને ગૌમૂત્ર દ્વારા જૈવિક ખેતી કરવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More