ખેડૂતોની આવક વધારવા માટે સરકારથી માંડીને વૈજ્ઞાનિકો સધી બઘા અથક પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે નવી નવી ટેક્નોલોજી વિકસવવામાં આવી રહી છે. એજ સંદર્ભમાં ફણસને લઈને કૃષિ અને ફૂડ પ્રોસેસિંગમાં નવા સંશોધનો જોવા મળી રહ્યા છે. બેંગલુરૂ સ્થિત આઈસીએઆરમાં ઇન્ડિયન ઇન્સિટટૂયટ ઑફ હોર્ટિકલ્ચર રિચર્ચએ બીજ ઉદ્યોગ પરિષદનું આયોજન કર્યો હતું. જ્યાં ફણસના બીજમાંથી ચોકલેટ બનાવવા માટેની ટેક્નોલોજી, વર્ટિકલ ફાર્મિંગ મોડલ અને ભીંડાની નવી જાતો જેવા ઉત્પાદનો અને તકનીકોને લાઇસન્સ આપવામાં આવ્યા હતા.
આઈએચઆર અને મેનેજમેન્ટ વચ્ચે એમઓયુ
ઇન્ડસ્ટ્રી સમિટનું આયોજન ઇન્ડસ્ટ્રી અને એકેડેમીયા વચ્ચેના અંતરને દૂર કરવાના ઉદેશ્ય સાથે કરવામાં આવ્યું હતું અને તેમાં આઈસીએઆર સંસ્થાનો, નાબાર્ડ, ઉદ્યોગના પ્રતિનિઘિઓ, આઈસીએઆર-આઈઆઈએચઆરના ઇન્ક્યુબેટ્સ કેટલાક વૈજ્ઞાનિકો, ટેકનિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ અઘિકારિયોએ હાજરી આપી હતી. આ ઉપરાંત, મરચાં અને ભીંડા જેવા પાકો માટે સ્માર્ટ પેકેજ વિકસાવવા માટે આઈઆઈએચઆર અને પૂણે સ્થિત મહારાષ્ટ્ર એગ્રીબિઝનેસ નેટવર્ક સોસાયટી વચ્ચે અહી એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.
ઉત્પાદનો અને તકનીકોનું પ્રદર્શન
બીબી, એડીજી, આઈસીએઆર બાગાયત વિભાગ, દિલ્લીમાં ખાનગી કંપનીઓ સાથે સંયુક્ત સંશોઘન અને સંભવિત સહયોગ વિશે વાત કરવામાં આવી હતી અને ખેડૂતોને લાભ અપાવા માટે આઈસીએઆર-આઈઆઈએચઆર જાતો, સંવર્ધન લાઉન અને અન્ય તકનીકોના ઉપયોગને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં આઈસીએઆર સંસ્થાનો અને ઉદ્યોગો દ્વારા વિકસિત ઉત્પાદનો અને તકનીકોને પ્રદર્શિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.
ફણસથી ચોકલેટ બનાવવાની તકનીક
દિલ્લીમાં આયોજિત તકનીકોનું પ્રદર્શનમાં ફણસથી ચોકલેટ બનાવવાની તકનીકનું પણ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ તકનીકના માઘ્યથી ખેડૂતોની આવકમાં વઘારો કરવો અને લોકો સુઘી પોષણથી ભરાયેલી ચોકલેટ પહોંચાડવાનું છે. આ તકનીકમાં દેશભરમાંથી ફણસની ખેતી કરનાર ખેડૂતો પાસેથી ફણસની ખરીદી ખાનગી કંપનીઓ દ્વારા બજાર ભાવથી વધુમાં કરવામાં આવશે અને તેના થકી ચોકલેટ બનાવવામાં આવશે. ફણસથી બનાવવામાં આવેલ આ ચોકલેટ ભેળસેળયુક્ત હશે અને તેથી કોઈ પણ પ્રકારની સમસ્યા લોકોને નહી થાય તેમજ લોકોને આ ચોકલેટથી ફણસમાં ભળેલા પોષક તત્વો પણ મળશે.
આ પણ વાંચો:શિયાળામાં ઉગાડો બીટરૂટની આ વિવિધતા અને મેળવો મોટી આવક, એક ફોનમાં ઘરે મંગાવો બિયારણ
Share your comments