ઉનાળાની શરૂઆત થતાના સાથે જ જે ફળની રાહ દરેક વ્યક્તિ જોવે છે. તે છે આંબા, જેને ફળોના રાજા તરીકે અને ભારતના રાષ્ટ્રીય ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે હવે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને બજારોમાં લારિઓ પર તેની ધૂમ છે. લોકો તેને ખરીદીને પોતાના ઘરે લઈને જઈ રહ્યા છે.પરંતુ શું તમને ખબર છે જે આંબા તમે તમારા ઘરે લઈને જઈ રહ્યા છો, તે તમારા સ્વાસ્થ્ય સાથે છેડા પણ કરી શકે છે. કેમ કે આજકાલ કેટલાક એવા ખેડૂતો છે જેઓ આંબા ઝડપથી પાકે તેના માટે કેમિકલનું ઇન્જેક્શન આપે છે. આથી તમારે આ જાણવું ખુબ જ જરૂરી છે. જે આંબા તમે તમારા ઘરે લઈને જઈ રહ્યા છો તે કેમિકલ ફ્રી છે કે નહીં.
કેરીને પકવવા માટે થાય છે કેલ્શિયમ કાર્બાઈડને ઉપયોગ
આંબાની ખેતી કરનાર દરેક ખેડૂત આ વાતને નકારી કાઢે છે કે તેને પોતાના આંબાના પાકને પકવવા માટે કેમિકલનું ઉપયોગ કર્યો છે. પરંતુ કોઈને ભલે ખોટું લાગે પણ કૃષિ જાગરણ હમેશાં સાચા માણસ સાથે ઉભા રહ્યું છે અને રહેશે. મિત્રો આ વાત તદ્દન સાચી છે કે બજારમાં વેચાતા 40 ટકા કેરી એવી છે જો કે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરીને પકવવામાં આવી છે. જો કે એક પ્રકારનું મસાલા હોય છે.કેરી પકવવા માટે આ કેમિકલનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે અને આ ત્યારે થઈ રહ્યું છે, જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2011ના નિયમ હેઠળ આ કેમિકલના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
કેમિકલ વાળા આંબા ખાવાનું નુકસાન
કેરીને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડના ગઠ્ઠાઓ કેરીના ઢગલામાં મૂકવામાં આવે છે. જ્યારે આ રસાયણ ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે એસીટીલીન ગેસ બની જાય છે. જે ઇથિલિન ગેસ જેવી જ અસર ધરાવે છે. ઇથિલિન એ જ રસાયણ છે જેનો ઉપયોગ ફળોના પાકવાની પ્રક્રિયામાં કુદરતી રીતે થાય છે. જો કે, જ્યારે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરીને કેરીને કૃત્રિમ રીતે રાંધવામાં આવે છે, ત્યારે કેરીમાં આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડના નિશાન જોવા મળે છે. તેનું સેવન કરવાથી ઉલ્ટી, ઝાડા, નબળાઈ અને અલ્સર જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને આંખોની રોશની પણ બગડી શકે છે. તેના સેવનથી કોઈપણ વ્યક્તિને અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
કેમિકલ વાળા આંબાને આવી રીતે ઓળખી શકાય
- કેરી કેટલી પાકી છે તે તપાસવા માટે તેને પાણીની ડોલમાં નાંખો. જો કેરી પાણીમાં ડૂબી જાય તો સમજવું કે કેરી કુદરતી રીતે પાકી છે અને જો તે પાણીમાં તરે છે તો તેનો અર્થ એ કે તેને કેમિકલથી પકવવામાં આવી છે.
- કેરીનો રંગ તપાસો. રસાયણો વડે પકવવામાં આવતી કેરીમાં પીળા અને લીલા રંગના જુદા-જુદા ફોલ્લીઓ દેખાય છે. જે એકબીજાથી સાવ અલગ દેખાય છે, પરંતુ કુદરતી રીતે પાકેલી કેરીનો રંગ એકસરખો પીળો હોય છે.
- જ્યારે તમે કુદરતી રીતે પાકેલી કેરીને વચ્ચેથી કાપો છો, ત્યારે વચ્ચેનો રંગ અને તેના પલ્પની કિનારી સમાન હોય છે. જ્યારે રસાયણોનો ઉપયોગ કરીને પકવવામાં આવતી કેરીમાં પલ્પની વચ્ચેનો રંગ ઘાટો અને છાલની કિનારી પાસેનો રંગ આછો હોય છે.
- કૃત્રિમ રીતે પાકેલી કેરીમાં નીરસ સફેદ ફોલ્લીઓ હોય છે જ્યારે કુદરતી રીતે પાકેલી કેરીમાં ભૂરા ફોલ્લીઓ હોય છે. તેથી, સફેદ કે વાદળી ડાઘવાળી કેરી ન ખરીદવી જોઈએ.
- કેરી ખાતી વખતે જો તમને બળી ગયેલો સ્વાદ લાગે અથવા તમારી જીભમાં કડવાશ અનુભવાય, તો તમે સમજી શકો છો કે કેરીને કૃત્રિમ રીતે રાંધવામાં આવી છે.
- આ સિવાય પેટમાં દુખાવો, ગળામાં બળતરા અને ઝાડા જેવી ફરિયાદો પણ થઈ શકે છે. આટલું જ નહીં કેલ્શિયમ કાર્બાઈડ ઉપરાંત કેરી પકવવા માટે ઈથિલિન પાવડરનો પણ ઉપયોગ થાય છે.
Share your comments