Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Health Tips : ગરમીમાં શેરડીનો રસ પીવાથી થશે આ ગુણકારી ફાયદાઓ

રાજ્યમાં માર્ચ મહિનો શરૂ થતા જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ગરમીની શરૂઆત થાય એટલે લોકો શેરડીનો રસ પીવાનુ શરૂ કરી દેતા હોય છે. પણ આગમન થઈ જાય છે. ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ છુપાવવા પૂરતો જ ફાયદાકારક નથી પરંતુ શેરડી અને તેનો રસ અનેક રીતે ગુણકારી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Sugarcane Juice Benefits In Summer
Sugarcane Juice Benefits In Summer

ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ છુપાવવા પૂરતો જ ફાયદાકારક નથી પરંતુ શેરડી અને તેનો રસ અનેક રીતે ગુણકારી છે. મોટાભાગના લોકોને શેરડીના આ સ્વાસ્થ્યવર્ધક લાભ વિશે નહીં જાણકારી નહીં હોય, તો આજના અમારા લેખમાં તમને જણાવીશું શેરડીનો રસ શરીર માટે કેટલો ફાયદાકારક છે. જે જાણ્યા બાદ તમે રોજ શેરડીનો રસ પીશો.

એનર્જીમાં કરે વધારો

ગરમીમાં સૂર્યના તડકામાં તમે બહાર ગયા હોવ ત્યારે તમારી એનર્જી ઘટી ગઈ હોય તેવુ તમને વારંવાર લાગતુ હોય છે. તે સમયે તમે શેરડીનો રસ પીસો તો તે તમને ખૂબ લાભ પહોંચાડશે. તમે થાકી ગયા હોવ તે સમયે એક ગ્લાસ શેરડીના રસમાં ચપટી મીઠું નાખીને પીશો તો તમને સારી ઊર્જાનો અનુભવ થશે અને તમારો થાક પણ ભાગી જશે. ઉલ્લેખનીય છે કે શેરડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, વિટામીન બી Vitamin B, ઝિંક અને આર્યન જેવા અનેક તત્ત્વો સારી માત્રામાં ઉપસ્થિત હોય છે. શેરડીના રસમાં સુક્રોઝ ગ્લુકોઝ હોવાથી નબળાઈ દુર કરી એનર્જી આપે છે.

શરીરમાં થતા બળતરાને કરે દૂર

શરીરમાં બળતરાની તકલીફ હોય અને મોનોપોઝ સમયે કે પિત્ત વધી જવાને કારણે શરીરમાં બળતરા થતા હોય છે, આ ઉપરાંત ઓડકાર કે ચક્કર આવતાં હોય અથવા તો ગરમીની સિઝનમાં આંખોમાં બળતરા કે ઝાંખપ લાગતી હોય તો બપોરના સમયે ઠંડા પીણા તરીકે એક ગ્લાસ શેરડીનો રસ પી શકાય છે.

આ પણ વાંચો : સફરજનની છાલ પણ ઉપયોગી, વાંચો તેના ફાયદા

હ્રદયને લગતી બીમારીથી બચાવે

શેરડીનો રસ હ્રદયની બીમારીઓ સામે રક્ષા કરે છે, શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર નીચું રાખે છે. આ રીતે ધમનીઓમાં ફેટ જામવા અને હ્રદય શરીરના અંગોની વચ્ચે લોહીનો પ્રવાહ સારો કરે છે.

શેરડીના રસથી હાડકાં બને મજબૂત

શેરડીનો રસ ખૂબ જ આરોગ્યવર્ધક પીણું છે, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્ત્વો મળી આવે છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. અને દાંતોની સમસ્યા પણ ઓછી થાય છે. શેરડીના રસના પોષક તત્ત્વો લોહીના પ્રમાણને જાળવી રાખે છે.

વાળ બને ચમકતાં

શેરડીનો રસ પીવાથી શરીરમાં મોઈશ્ચર બને છે, જેના કારણે વાળ સ્વસ્થ બને છે સાથે જ વાળમાં ચમક રહે છે. શેરડીના રસમાં રહેલા પોષક ત્તત્વો આપણા શરીર માટે જરૂરી છે.

કમળામાં ફાયદાકારક

કમળાના કિસ્સામાં તબીબો હંમેશા દર્દીને શેરડીનો રસ પીવાની સલાહ આપે છે, કારણ કે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ ડાયાબિટીસથી પીડિત લોકો શેરડીના રસનું સેવન પણ કરી શકે છે. તેમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો : અસ્થમામાં રાહતની સાથે વજન વધારવા માટે અંજીર છે ઉપયોગી

પાચનતંત્ર બને મજબૂત

શેરડીના રસમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે પાચનતંત્ર માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે શેરડીનો રસ પેટના ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદગાર હોય છે. જ્યારે પણ તમને કબજિયાતની સમસ્યા હોય ત્યારે શેરડીનો રસ પીવો જોઈએ. તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

કેન્સર સામે કરે રક્ષા

શેરડીના રસમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ મળી આવે છે, જે કેન્સર સામે લડવાની ક્ષમતા આપે છે. આ તત્ત્વોને કારણે શેરડીના રસનો સ્વાદ ખારો હોય છે.

ત્વચા માટે ફાયદાકારક

શેરડીના રસમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ અને ગ્લાયકોલિક એસિડ હોય છે, જે ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે તેના સેવનથી ત્વચામાં વધારાનો ગ્લો આવે છે. જો તમે ઇચ્છો તો દરરોજ શેરડીનો રસ ત્વચા સ્વસ્થ બનાવવા માટે કરી શકો છો.

આ પણ વાંચો : Health Benefits :પલાળેલી અખરોટ ખાવાથી સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા

આ પણ વાંચો : ડાયાબિટીસથી છો પરેશાન ? સ્ટ્રોબેરી ખાવાથી અનેક રોગોમાં મળશે રાહત

 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More