Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

તમે પણ શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાથી ત્રાસી ગયા છો, તો આ છે નિવડો; આ રીતે કરો વાળની માવજત

શિયાળાની સિઝનમાં હેર ફોલ ડેન્ડ્રફ ની સમસ્યા સામાન્ય છે. મોટા ભાગના લોકોને આ ફરિયાદ રહેતી હોય છે. શિયાળાની સિઝન વાળનું મોશ્ચર ઉડી જાય છે અને વાળ સૂકા અને બેજાન બની જાય છે. આ સમયમાં ખોળાની સમસ્યા પણ રહે છે. તો આયુર્વેદિક ટિપ્સ અપનાવીને આપ આ સમસ્યાને દૂર કરી શકો છો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

શિયાળો આવતાંની સાથે જ ડેન્ડ્રફની સમસ્યા શરૂ થઈ જાય છે. વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને કારણે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે અને ખરવા લાગે છે. શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધી જાય છે. ડેન્ડ્રફ શરૂ થાય છે કારણ કે હવામાં શુષ્કતા હોય છે જેના કારણે માથાની ચામડીમાં રહેલો ભેજ નષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં, લોકો આ સમસ્યાને દૂર કરવા માટે વિવિધ પ્રકારના કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જેના કારણે વાળને પણ નુકસાન થાય છે.

Dandruff
Dandruff

ડેન્ડ્રફની સમસ્યાને આ રીતે કરો દૂર

એપલ વિનેગર

એપલ વિનેગર વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને સરળતાથી દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક સ્પ્રે બોટલ લો અને તેમાં એક કપ પાણી અને અડધો કપ વિનેગર મિક્સ કરો અને તે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને રાત્રે સૂતા પહેલાં તમારા વાળ પર સ્પ્રે કરો અને સવારે તમારા હાથને શેમ્પૂ કરો. આમ કરવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.

આંબળાનો ઉપયોગ

આંબળા વાળ માટે રામબાણ ઇલાજ છે. શિયાળાની ઋતુમાં તો ખાસ દરરોજ આંબળાનું સેવન કરો, સવારે આંબળાનું જ્યુસ પીવું પણ વાળ માટે ઉત્તમ છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને મજબૂત બને છે.

લીંબુ સરબત 

લીંબુનો રસ શરીરની સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે હૂંફાળા નારિયેળ તેલ અથવા સરસવના તેલમાં એક લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને માથાની ચામડી પર હળવા હાથે મસાજ કરો.

તલના તેલનો મસાજ

શરીરની જેમ વાળને પણ પોષણની જરૂર હોય છે. ફેશન અને જુદી જુદી હેરસ્ટાઇલ માટે લોકો તેલ લગાવવાનું અવોઇડ કરે છે. જેના કારણે ડૈંડ્રફની સમસ્યા પણ થાય છે, શિયાળની સિઝનમાં ખાસ વાળમાં તેલ લગાવો મસાજ કરો.

કુંવારપાઠાનો ઉપયોગ

ઔષધીય ગુણોથી ભરપૂર એલોવેરા ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો ડેન્ડ્રફની સમસ્યાને સરળતાથી દૂર કરી શકે છે. આનો ઉપયોગ કરવાથી તમારા વાળ ચમકદાર અને મુલાયમ બને છે.

ગોળનું સેવન

ગોળનું સેવન શિયાળામાં ખૂબ જ જરૂરી છે.ગોળમાં આયરન, કેલ્શિયમ, જિંક, કોપર,  ગ્લાઇકોલિક એસિડ હોય છે.જે વાળને હેલ્ધી રાખે છે.તળેલો સ્પાઇસી ઓઇલી આહાર પણ વાળ અને ત્વચા માટે હાનિકારક છે. હેરને હેલ્ધી રાખવા ઘરનો સાત્વિક આહાર જ લેવાનું પસંદ કરો. સિઝનલ ફૂડ અને સલાડ વધુ લેવાનો આગ્રહ રાખો.

આ પણ વાંચોઃશું તમને પણ છે માઈગ્રેનની સમસ્યા, તો જાણો ઘરેલુ ઉપાય

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More