Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

આ યોજનામાં કરાવો રજીસ્ટ્રેશન અને 45 દિવસની અંદર મેળવો 10 લાખનું લોન

નાણાં પ્રધાને પોતાના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે કેંદ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાઓના લાભ કરોડો ખેડૂતોને મળ્યો છે. જેમાંથી 11.8 કરોડ ખેડૂતોએ તો ફક્ત પીએમ કિસાન સન્માન નિઘી યોજનાનું લાભ મેળવ્યું છે. તેમજ ખેડૂતો માટે એમએસપી પણ વઘારવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
10 લાખનું લોન મેળવા માટે કરો ત્યાં રજિસ્ટ્રેશન
10 લાખનું લોન મેળવા માટે કરો ત્યાં રજિસ્ટ્રેશન

કેંદ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે મોદી સરકારના બીજા કાર્યકાલનું છેલ્લા બજેટ રજું કર્યો હતો. જેમાં કૃષિના ક્ષેત્રને સૌથી ઓછા રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. કૃષિના ક્ષેત્રને વેગ આપવા માટે ફક્ત 1.27 લાખ કરોડ રૂપિયાની ફાળવણી નાણાં પ્રધાન દ્વારા ગઈ કાલે કરવામાં આવી હતી.

નાણાં પ્રધાને પોતાના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે કેંદ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાઓના લાભ કરોડો ખેડૂતોને મળ્યો છે. જેમાંથી 11.8 કરોડ ખેડૂતોએ તો ફક્ત પીએમ કિસાન સન્માન નિઘી યોજનાનું લાભ મેળવ્યું છે. તેમજ ખેડૂતો માટે એમએસપી પણ વઘારવામાં આવી છે.નોંધણીય છે કે નાણાં પ્રધાને બજેટમાં ડીએપીની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આનો ફાયદો ખેડૂતોને મળશે. જણાવી દઈએ કે સીતારમણની આ જાહેરાત પછી પહેલા નેનો યૂરિયાનું ઉપયોગ ખેતીમાં થતો હતો પરંતુ હવે ડીએપી યૂરિયાનું ઉપયોગ ખેતી કરવા માટે કરવામાં આવશે.

એગ્રી કિલ્નિક શું છે

કેંદ્રીય નાણાં પ્રધાને એમ તો કૃષિના ક્ષેત્ર માટે ટિપો જેવું રૂપિયાની ફાળવણી કરી છે. પરંતુ તેના સાથે જ તેમણે એગ્રી ક્લ્નિકની પણ જાહેરાત કરી હતી. એટલે આજે અમે તમણે આ યોજના વિશે જણાવીશું. ખેડૂત ભાઇઓ આ યોજના હેઠળ નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા લોન આપવામાં આવે છે. આ યોજનામાં અરજી કર્યા પછી, 45 દિવસની તાલીમ હોય છે ત્યાર પછી તમને 10 લાખનું લોન મળે છે. જેથી તમે એગ્રી ક્લ્નિક અથવા એગ્રી બિઝનેસ ખોલી શકો છો.તેના માટે તમારે સ્નાતક હોવું જરૂરી છે.

એગ્રી ક્લિનિકનો ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતી સંબંધિત સેવાઓ પૂરી પાડવાનો છે. આ ક્લિનિકમાં કૃષિ ક્ષેત્રે નિપુણતા ધરાવતા નિષ્ણાતો બેસે છે. તેઓ ખેડૂતોને વિશેષ સેવાઓ પૂરી પાડે છે. પાક વાવવાની સાચી રીતો સમજાવે છે. પાકને જીવાતો અને રોગોથી કેવી રીતે બચાવવા તે સમજાવે છે. બજારના વલણો અનુસાર પાક વિશે માહિતી આપે છે. આ ઉપરાંત તેઓ પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે પણ કામ કરે છે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More