પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાઓ હેઠળ ઓછા પૈસાનું રોકાણ કરીને સારો નફો મેળવી શકાય છે. તેનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે. આવી સ્થિતિમાં, અહીં પૈસા જમા કરાવવું અને સારું વળતર મેળવવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
એક એવી ખાસ સ્કીમ છે જેમાં તમે ઓછા પૈસામાં સારો નફો મેળવી શકો છો. તેનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે. આ સ્કીમ હેઠળ દરરોજ માત્ર 50 રૂપિયા એટલે કે મહિનામાં 1500 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રકમ નિયમિત જમા કરાવવાથી તમને આવનારા સમયમાં 31થી 35 લાખનો લાભ મળશે. અને ખાસ વાત એ છે કે તે જીવન વીમાનો લાભ પણ મળે છે. આ પોલિસી ખરીદ્યા પછી, તમે લોનનો લાભ પણ લઈ શકો છો. જો કે, પોલિસી ખરીદ્યાના 4 વર્ષ પછી જ લોન લઈ શકાય છે.
આ યોજના હેઠળ લઘુત્તમ વીમા રકમ 10,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ પ્લાનની પ્રીમિયમની ચુકવણી દર મહિને, ક્વાર્ટરમાં, છ મહિના અથવા વાર્ષિક ધોરણે કરી શકાય છે. પ્રીમિયમ ચૂકવવા માટે તમને 30-દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. તમે આ સ્કીમ પર લોન પણ લઈ શકો છો. આ સ્કીમ લીધાના 3 વર્ષ પછી તમે તેને સરેન્ડર પણ કરી શકો છો. પરંતુ આ કિસ્સામાં તમને કોઈ લાભ નહીં મળે.
આ પણ વાંચો : ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશનની યોજનાના લાભાર્થીઓને માટે મહત્વપૂર્ણ જાહેરાત
આ સ્કીમમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. આ અંતર્ગત તમે લોનનો લાભ પણ લઈ શકો છો. જો કે, તમે સ્કીમમાં 4 વર્ષ રોકાણ કર્યા પછી જ લોનની સુવિધા મેળવી શકશો. યોજના હેઠળ, જો તમે 19 વર્ષની ઉંમરે 10 લાખ રૂપિયાની ગ્રામ સુરક્ષા યોજના શરુ કરો છો, તો 55 વર્ષ સુધી તમારે દર મહિને 1515 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
જ્યારે 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ સ્કીમ હેઠળ, રોકાણકારે દરરોજ લગભગ 50 રૂપિયા એટલે કે મહિનામાં 1500 રૂપિયા જમા કરાવવાના રહેશે.
ધારો કે 19 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ આ સ્કીમમાં રોકાણ કરે છે અને 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદે છે. તેથી 55 વર્ષ માટે તેનું માસિક પ્રીમિયમ 1515 રૂપિયા છે, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા છે. આવી સ્થિતિમાં, પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષ માટે 34.60 લાખ રૂપિયાનો પાકતી મુદતનો લાભ મળશે.
આ પણ વાંચો : ‘વન નેશન - વન રેશન કાર્ડ યોજના’
પ્લાનમાં તમે કોઈપણ જોખમ વિના સારો નફો કમાઈ શકો છો. આ યોજનામાં, તમે નાની રકમનું રોકાણ કરીને મોટી રકમ જમા કરી શકો છો. આ યોજનામાં રોકાણની રકમ એટલી ઓછી છે કે ગામડામાં રહેતા ખેડૂત પણ સરળતાથી તેનો લાભ લઈ શકે છે.
આ સિવાય ગ્રાહક 3 વર્ષ પછી પોલિસી સરન્ડર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, તે કિસ્સામાં તેનાથી કોઈ ફાયદો થશે નહીં. પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ઓફર કરવામાં આવેલું બોનસ છે.
આ પણ વાંચો : PM Kisan FPO Scheme : કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયા
આ પણ વાંચો : સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય
Share your comments