Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

આંગણવાડી ભરતી : 2022

સરકાર મહિલાઓ માટે ઘણી બધી રોજગાર માટેની તકો બહાર પાડતી હોય છે. હાલમાં, મહિલાઓ માટે આંગણવાડી કેન્દ્રમાં વર્કર અને હેલ્પરની ભરતી કરવામાં આવી રહી છે. ધોરણ 8થી 10 પાસ મહિલાઓને રોજગારી મળશે, તો આ વિશે વિગતવાર જાણકારી જુઓ.

Himanee Chauhan
Himanee Chauhan
Anganwadi Recruitment
Anganwadi Recruitment

આંગણવાડીમાં નોકરીની સુવર્ણ તક

સરકાર મહિલાઓ માટે ઘણી બધી રોજગાર માટેની તકો બહાર પાડતી હોય છે. હાલમાં, મહિલાઓ માટે આંગણવાડી કેન્દ્રમાં વર્કર અને હેલ્પરની ભરતી કરવામાં આવી રહી છે. ધોરણ 8થી 10 પાસ મહિલાઓને રોજગારી મળશે, તો આ વિશે વિગતવાર જાણકારી જુઓ. આમાં રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ WCD આંગણવાડી શિવમોગા ભરતી 2022 માટે અરજી કરવા માંગે છે, તેઓ ઘર બેઠાં જ તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી 2022 નક્કી કરવામાં આવી છે. અને 13 ફેબ્રુઆરી પછી કરવામાં આવેલ તમામ અરજીઓને નકારી કાઢવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાને કારણે મહિલાઓને સારો લાભ મળી રહેશે.

પોસ્ટની સંપૂર્ણ વિગતો નીચે પ્રમાણે છે:

પોસ્ટના નામ : (Name of Posts)


આંગણવાડી વર્કર, 
આંગણવાડી હેલ્પર

શૈક્ષણિક પાત્રતા : (Education Eligibility)

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું 8મું અને 10મું ધોરણ પાસ કર્યું હોવું જરૂરી છે.

વય મર્યાદા : (Age limit)

આ પદો માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

કેવી રીતે અરજી કરી શક્શો : (Age limit)

અરજી કરવા માટે, ઉમેદવારોએ જરૂરી વિગતો ભરીને આંગણવાડી કેન્દ્રની વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના તપાસવી જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા : (Selection Process)


આ પદ માટે ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુના આધારથી કરવામાં આવશે.

ક્યાર સુધી ભરી શક્શો ફોર્મ : ( Last Date Of Submission)

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી 2022 નક્કી કરવામાં આવી છે.

કોઈપણ મદદ માટે સંપર્ક કરો : (For Any Queries)


ટોલ ફ્રી નંબર :- 1800 180 5500

આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

આ પણ વાંચો : કઠોળના પાકોમાં થતા રોગો અને તેનું વ્યવસ્થાપન

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More