Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પીએમ મોદીએ કર્યો અમૂલનો વખાણ, ગણાવ્યો અમૂલે સૌથી સારી બ્રાન્ડ

પોતાના બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા વડા પ્રધાન નરેંદ્રબાઈ મોદીએ અમદવાદમાં અમૂલની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યાં પીએમ મોદીને જોવા મોટા પાચે ખેડૂતો એકઠા થયા હતા. તેમ જ 18, 600 થી વધુ ગામોના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીઘો હતો. આ

Amansinh Jadeja
Amansinh Jadeja
પીએમ મોદી અમૂલને ગણાવ્યું સૌથી સારો બ્રાન્ડ
પીએમ મોદી અમૂલને ગણાવ્યું સૌથી સારો બ્રાન્ડ

પોતાના બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા વડા પ્રધાન નરેંદ્રબાઈ મોદીએ અમદવાદમાં અમૂલની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યાં પીએમ મોદીને જોવા મોટા પાચે ખેડૂતો એકઠા થયા હતા. તેમ જ 18, 600 થી વધુ ગામોના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીઘો હતો. આ વચ્ચે પીએમ મોદીએ પોતાના નિવેદન આપતા કહ્યું કે ભારતની અઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડસ આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી. તેમને અમૂલના અર્થ જણાવતા કહ્યું કે અમૂલનો સાચો અર્થ છે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી અને ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે મોટા સપના, સંકલ્પો અને તેનાથી પણ મોટી સિદ્ધિઓ.

50 વર્ષ પહેલા વાવેલ રોપા આજે એક વિશાળ વટવૃક્ષ બન્યું

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ એકસાથે જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આ વટવૃક્ષ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલું છે. આપ સૌને અમૂલની 50મી વર્ષગાંઠની શુભકામનાઓ. મોદીએ કહ્યું કે, આ યાત્રાને સફળ બનાવવામાં પશુધનની મોટી ભૂમિકા રહી છે. તેથી, હું પશુધનનું સન્માન કરીને મારો આદર વ્યક્ત કરું છું. આજે અમૂલના ઉત્પાદનોનું વિશ્વના 50 થી વધુ દેશોમાં નિકાસ થાય છે. તેના સાથે 36 લાખ ખેડૂતોનું નેટવર્ક છે તેથી 3.5 કરોડ લિટરથી વધુ દૂધ એકત્ર થાય છે.

આવી સ્થિતિમાં ખેડૂતોને રોજના 200 કરોડ રૂપિયા ચૂકવવા એ સરળ કામ નથી. આવનારી પેઢીઓને કેવી રીતે બદલવી તેનું ઉદાહરણ અમૂલ છે. આજે આપણે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છીએ, 8 કરોડ લોકો ડેરી ક્ષેત્ર સાથે સીધા સંકળાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો થયો છે.

અમૂલ દૂધ હમેશાં ફ્રેશ
અમૂલ દૂધ હમેશાં ફ્રેશ

અમૂલની સફળતામાં મહિલાઓની ભાગીદારી

પીએમ મોદીએ અમૂલની સફળતામાં મહિલાઓની ભાગીદારીનો વખાણ કરતા જણાવ્યું કે, વિશ્વમાં ડેરી ક્ષેત્ર માત્ર 2 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે જ્યારે ભારતમાં તે 6 ટકાના દરે વધી રહ્યું છે. પીએમ જણાવ્યું કે 10 લાખ કરોડના ટર્નઓવર સાથે ભારતમાં ડેરી સેક્ટરમાં અમારી માતાઓ અને બહેનો મુખ્ય ખેલાડીઓ છે. 70 ટકા મહિલાઓ ડેરી સેક્ટરમાં કામ કરે છે. અમૂલની સફળતા એ સ્ત્રી શક્તિની ભેટ છે. વડાપ્રધાને કહ્યું કે ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક શક્તિ મહિલાઓ છે. અમૂલ આજે સફળતાની જે શિખરે છે તે માત્ર મહિલા શક્તિના કારણે છે. આજે જ્યારે ભારત મહિલા નેતૃત્વના વિકાસ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી ક્ષેત્રની આ સફળતા તેના માટે મોટી પ્રેરણા છે.

ભારતની આત્મા ગામડાઓમાં વસે છે

ગાંધીજીને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે ગાંધીજી કહેતા હતા કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું જરૂરી છે. અગાઉની સરકારો ગ્રામીણ અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને ટુકડે-ટુકડે જોતી હતી. ગામના દરેક પાસાને પ્રાથમિકતા આપીને અમે કામને આગળ ધપાવી રહ્યા છીએ. અમારું ધ્યાન એ છે કે નાના ખેડૂતોનું જીવન કેવી રીતે સુધારી શકાય. પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધારવો. પ્રાણીઓના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારવું. ગામમાં પશુપાલન તેમજ માછલી ઉછેર અને મધમાખી ઉછેરને કેવી રીતે પ્રોત્સાહિત કરવું.

કિસાન ક્રેડિટ કાર્ડની આપની સુવિધા

પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપી છે. અમે ખેડૂતોને આધુનિક બિયારણ આપ્યા છે જે આબોહવા પરિવર્તનનો સામનો કરી શકે છે. ભાજપ સરકાર રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવા અભિયાનો દ્વારા દૂધાળા પશુઓની જાતિ સુધારવા માટે પણ કામ કરી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More