Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

હવે ગુજરાતની ડેરીનું દૂધ પીશે બ્રાઝિલ, સાઇન થયું એમઓયૂ

એક ટોચના અધિકારી જણાવ્યુ છે કે ભારત અને બ્રાઝિલના વિદેશ અને કૃષિ મંત્રાલયએ એક પ્રસ્તાવને ખુલ્લુ મુકાયું છે. જેમાં ભારતના પશુપાલકોને બ્રાઝિલના બજારોમાં પોતાનું માલસમાન વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ મુજબ ભારતના પશુપાલકોએ હવે દૂધ, દહી અને પનીર જેવી વસ્તુઓને પોતે જ બ્રાઝિલના બજારમાં જઈને વેચી શકે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
બ્રાઝિલ કરશે ભારતથી મિલ્ક પ્રોડક્ટ આયાત
બ્રાઝિલ કરશે ભારતથી મિલ્ક પ્રોડક્ટ આયાત

એક ટોચના અધિકારી જણાવ્યુ છે કે ભારત અને બ્રાઝિલના વિદેશ અને કૃષિ મંત્રાલયએ એક પ્રસ્તાવને ખુલ્લુ મુકાયું છે. જેમાં ભારતના પશુપાલકોને બ્રાઝિલના બજારોમાં પોતાનું માલસમાન વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ મુજબ ભારતના પશુપાલકોએ હવે દૂધ, દહી અને પનીર જેવી વસ્તુઓને પોતે જ બ્રાઝિલના બજારમાં જઈને વેચી શકે છે.

ભારત કરે છે બાજરીનું નિકાસ

ભારત દ્વારા બ્રાઝિલને આપવામાં આવતી બાજરીથી ખુશ થતા બ્રાઝિલની સરકાર આ પ્રસ્તાવ ભારત સરકાર સામે રાખ્યું હતું કે ભારતની બાજરી અમને ઘણી ભાવી છે. તેથી આપણે ઇચ્છીએ છે કે ભારત આપણે દૂધ અને તેથી બનતા માલસામનું નિકાસ કરે. જણાવી દઈએ કે તેના માટે અમેરિલીની એક દૂધ પ્રોડક્શન સેન્ટરે આગળ પણ આવી ગઈ છે અને તેને દૂધથી બનેલી વસ્તુઓએ બ્રાઝિલમાં મોકલવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. સાથે જ તેમને દૂધ ઉત્પાદનને વધારવા માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે.

બ્રાઝિલને જોઈએ છે ઉંટનીનું દૂધ

વાત જાણો એમ છે કે બ્રાઝિલમાં એક ક્ષેત્ર છે જે ઊંટના દૂધની આયાત કરવા ઈચ્છે છે અને અમે ઊંટના દૂધના સંદર્ભમાં ભારતથી બ્રાઝિલ વચ્ચેના આ વેપાર અંગે ચર્ચા કરી રહ્યા છીએ.તેમજ બ્રાઝિલમાં કેટલાક એવા લોકો પણ છે જે ડેરી ઉત્પાદનો જેમ કે કેઝેન અને કેટલાક ખાસ ચીઝ, ખાસ કરીને પીળા ચીઝની આયાત કરવા માંગે છે. બ્રાઝિલના કૃષિ એટેચ એન્જેલો ડી ક્વિરોઝ મૌરિસિઓએ મિન્ટને એક મુલાકાતમાં આ વાત જણાવ્યું હતું.

બે સિસ્ટર સિટી બનાવવાની ચર્ચા

ભારત અને બ્રાઝિલના આ પ્રોગ્રામના લીધે બે સિસ્ટર સિટી બનાવવાની ચર્ચા છે. એક બ્રાઝિલના ઉબેરાબા શહેર,જે બ્રાઝિલમાં ડેરી સાયટોજેનેટિક્સનું ખૂબ જ મોટો કેન્દ્ર છે અને બીજો ગુજરાતના અમરેલી. બન્ને દેશઓએ દૂધના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ટોળાની ગુણવત્તા વધારવા માટે ઝેબુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટેનો સંયુક્ત પ્રોજેક્ટ પણ સાઇન કરી લીધું છે.

ભારત અને બ્રાઝિલ વચ્ચે પુલનું કામ કરે છે કૃષિ ક્ષેત્ર

વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે ગયા ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે, 2030 સુધીમાં દ્વિ-માર્ગીય વેપારને $50 બિલિયન સુધી વધારવાના લક્ષ્ય સાથે બંને વચ્ચેના વેપાર સંબંધો સતત વધ્યા છે.2023 માં, ભારત અને બ્રાઝિલ વચ્ચે કૃષિ માલ સહિત મુખ્ય ઉત્પાદનોનો દ્વિપક્ષીય વેપાર $11.5 બિલિયન હતો જે એક વર્ષ અગાઉ $15.1 બિલિયન હતો, બ્રાઝિલના દૂતાવાસના ડેટા અનુસાર. 2021-22માં, ભારતે બ્રાઝિલમાંથી લગભગ $1.5 બિલિયનનો કૃષિ માલ આયાત કર્યો હતો પરંતુ માત્ર $71 મિલિયનની નિકાસ કરી હતી.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More