Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુપાલકોને મોદી સરકાર આપી મોટી ભેટ,બનાસ ડેરીના પ્લાંટનું થશે વિસ્તાર

વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ગુજરાતની બનાસ ડેરીના સહયોગથી પોતાના લોકસભા મતવિસ્તાર બનારસમાં ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન 1 લાખથી વધુ ખેડૂતો અને ગૌપાલકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. વડા પ્રધાને શુક્રવાર 23મીં ફેબ્રુઆરીએ આ ડેરીનું ઉદ્ઘાટન કરશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પશુપાલકોને મોદી સરકારે આપી મોટી ભેટ
પશુપાલકોને મોદી સરકારે આપી મોટી ભેટ

વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ગુજરાતની બનાસ ડેરીના સહયોગથી પોતાના લોકસભા મતવિસ્તાર બનારસમાં ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન 1 લાખથી વધુ ખેડૂતો અને ગૌપાલકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. વડા પ્રધાને શુક્રવાર 23મીં ફેબ્રુઆરીએ આ ડેરીનું ઉદ્ઘાટન કરશે. પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોને એક મોટી ભેટ આપશે. જણાવી દઈએ કે આ પ્લાન્ટ બનારસના પિંદ્રામાં શરૂ થવા જઈ રહ્યો છે. જ્યાં કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહેશે.   

બનારસના પ્લાંટમાં દરરોજ 8 લાખ લિટર દૂધ થશે પ્રોસેસ

કાશીનો બનાસ ડેરી પ્લાન્ટ 30 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યાં દરરોજ 8 લાખ લિટર દૂધ પ્રોસેસ થશે તેવી માહિતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે યુપીના 47 જિલ્લાઓના 46000 ગામો સુધી તેનો વિસ્તાર ફેલાશે. જેમાંથી સાત જિલ્લા પૂર્વીં ઉત્તર પ્રદેશના છે. આ પ્લાન્ટમાં દૂધ એકત્ર કરવાનું કામ 70 જિલ્લાના 7000 ગામડાઓમાં ફેલાવવાનું છે જેમાં પૂર્વાંચલના 15 વધુ જિલ્લાઓને પણ સામેલ કરવામાં આવશે.

ભવિષ્યમાં આ ક્ષમતાને 25 લાખ લિટર કરવાની યોજના

હાલમાં, ખુશીપુર, ચોલાપુર, મિર્ઝાપુર, ગાઝીપુર અને દુબેપુર ખાતે બનાસના હાલના ડેરી પ્લાન્ટમાં 5 ચિલિંગ સેન્ટર કાર્યરત છે. વધુ આઠ કેન્દ્રો શરૂ થવાના છે. આ પ્લાન્ટ દ્વારા યુપીમાં 19 લાખ લિટર દૂધ એકત્ર કરવામાં આવી રહ્યું છે, જેમાંથી ત્રણ લાખ લિટર દૂધ પૂર્વાંચલ અને વારાણસીમાંથી લેવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આ ક્ષમતા વધારીને 25 લાખ લિટર કરવાની યોજના છે. જેમાં 7 લાખ લિટર દૂધ માત્ર વારાણસી અને પૂર્વાંચલમાંથી જ લેવામાં આવશે. આ પ્લાન્ટમાં અત્યાર સુધીમાં હજારો લોકોને રોજગાર મળ્યો છે જે વધુ વધશે.

1000 ગામોના ખેડૂતોને મળશે લાભ

બનારસ અને તેની આસપાસના લગભગ 1000 ગામોના ખેડૂતોને આ સમગ્ર પ્લાન્ટનો લાભ મળશે.અને તેમાં વધુ સંખ્યા ઉમેરવામાં આવે તેવી શક્યતા છે. તેના હેઠળ આવતા જિલ્લાઓમાં જૌનપુર, મચલીશહર, ચંદૌલી, ભદોહી, ગાઝીપુર, મિર્ઝાપુર અને આઝમગઢનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટમાં આઈસ્ક્રીમ, ચીઝ, છાશ, દહીં, લસ્સી અને મીઠાઈઓ પણ તૈયાર કરવામાં આવશે.

સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ થશે

23 ફેબ્રુઆરીના રોજ, પીએમ મોદી વારાણસીના બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્વતંત્રતા સભાગૃહમાં સંસદ સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે. સવારે 11.15 કલાકે વડાપ્રધાને સંત ગુરુ રવિદાસના જન્મસ્થળની પૂજા અને દર્શન કરશે. ત્યાર પછી બપોરે, વડા પ્રધાન મોદીએ એક જાહેર સમારંભમાં હાજરી આપશે જ્યાં તેઓ વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More