Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Sustainable Agriculture ટકાઉ ખેતી માટે કાર્ય- પદ્ધતિ અને તેની કાર્ય પ્રણાલી જાણો

સંકલિત નીંદણ વ્યવસ્થા પાકની વચ્ચે ઊગતા નકામા બિન ઉપજાઉ છોડને કહેવાય છે. જે સાથે હવા પોષક્ત્તત્વો અને પાણી વગેરે મેળવવામાં મુખ્ય પાક સાથે હરીફાઈ કરે છે અને મુખ્ય પાકનું ઉત્પાદન અંદાજિત ૩૦ થી ૩૫ ટકા ઘટાડે છે. જેથી ટકાઉ ખેતી માટે પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.

KJ Staff
KJ Staff
ટકાઉ ખેતી (ફાઈલ ફોટો )
ટકાઉ ખેતી (ફાઈલ ફોટો )

સંકલિત નીંદણ વ્યવસ્થા

૧. કોહવાયેલા છાણિયું ખાતર અથવા ગોબર ગેસની સ્લરી દ્વારા ઉતપન્ન કરેલ છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જેથી નીંદણના બીજ નાશ પામે છે અને ખેતરમાં ફરી વખત શકતા નથી.

૨. ઉનાળાના સમયમાં જ્યારે જમીન વાસેલ અવસ્થામાં હોય ત્યારે ઊંડી ખેડ કરી જમીનને તપાવવી જોઈએ. આમ કરવાથી જીવાણુઓ, જીવાતના ઈંડા અને કોશોટાનો નાશ થઈ જાય છે.

૩. વાવેતર માટે સુધારેલ સંકરણ તથા સુધારેલ સર્ટિફાઈડ બિયારણોનો ઉપયોગ કરવો જોઈએ.

૪. શરૂઆતના પાકની વાવણીથી ૧૫ થી ૪૫ દિવસ સુધી પાકને૨થી ૩ વખત હાથથી નીંદણ કરવું જોઈએ અને ૨ થી ૩ વખત આંતરખેડ કરવી જોઈએ.

૫. પહોળા પાટલે વવાતા પાકોમાં સેન્દ્રિય અને અસેન્દ્રિય આવરણ (મલ્ચિંગ) પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જમીનમાં ભેજ જલવાઇ રહે છે. મલ્ચિંગના ઉપયોગને લીધે જમીનમાં ઉષ્ણતામાન વધવાથી નીંદણ ઊગી નષ્ટ થાય છે અને ફૂગ અને રોગના જીવાણુઓ પણ મૃતપાય થઈ જાય છે.  

૬. હાલ રાસાયણિક નીંદણનાસક દવાઓ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરી શકાય.

૭. કેટલાક એવા પાકો પણ છે જે કુદરતી રીતે નિંદામણને ઉગતા અટકાવી શકે છે. દા. ત. , તલ, ઘઉં

સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ 

    પાક ઉત્પાદકમાં જુદા જુદા પાકમાં વિવિધ જીવાતો અને રોગો, પાકોનું ઉત્પાદન ઘટાડે છે. આ માટેનાં પગલાં નીચે પ્રમાણે છે.

  • જમીનજ્ન્ય રોગો અને જીવાતોના ઇંડા અને કોસેટાને નિયંત્રણ કરવા માટે મે મહિનામાં પ્લાઉથી ઊંડી ખેડ કરવી જોઈએ.
  • જો પિયતની સુવિધા હોય તો પાકની વાવણી પહેલાં એક મહિના અગાઉ જમીનમાં સોઈલ સોલેરાઇઝેશન કરવું. આનો અર્થ એ છે કે જમીનને પિયત આપી તેને પ્લાસ્ટિકથી કવર કરવું. આમ થવાથી જમીનમાં ઉત્પન્ન થથી ગરમીના કારણે નીંદણ ઉગવાનો, ફૂગ અને રોગના જીવાણુઓનો નાશ થાય છે.
  • બીજને વાવતા પહેલાં બીજની માવજત ભલામણ કરેલ દવાઓથી કરવી જોઈએ.
  • રોગ અને જીવાત પ્રતિકારક જાતોની વાવણી માટે પસંદગી કરવી જોઈએ.
  • જમીનમાં એક જ પાક પદ્ધતિ અપનાવતાં પાકની ફેરબદલ કરવી જોઈએ.
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
  • જો ઊભા પાકમાં જીવાત નિયંત્રણ માટે ખેતની ફરતે અથવા ખેતરમાંઅમુક અંતરે પીંજર પાકોની લાઈનોની વાવણી કરવાની પદ્ધતિ અપનાવવાથી જુદી જુદી જીવાતોનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય છે.

દા. ત.,

૧. ટામેટાની ખેતીમાં ગજારી ગલગોટાનું વાવેતર કરવાથી હેલીઓથીસ (લીલી ઇયળ) નામની જીવાતનું સરળતાથી નિયંત્રણ કરી શકાય છે.

૨. મકાઇના પાકમાં કાતરાના નિયંત્રણ માટે ખેતરની ફરતે ૩ થી ૪ હાર શણના પાકની કરવાથી કાતરાનું નિયંત્રણ સરળતાથી કરી શકાય છે.

મિશ્ર પાક પદ્ધતિ તથા પાક ફેરબદલીમાં બદલાવ

બદલાતા હવામાનમાં મિશ્ર પાક પદ્ધતિ ખેડૂતોને ઘણી જ આશીર્વાદરૂપ નીવડે છે. મિશ્ર પાક પદ્ધતિ એટલે વિવિધ પ્રકારનાપાકો અને ફળઝાડ સાથેસંયુક્ત રીતે ઉગાળવાની પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ પ્રકૃતિ સાથે અનુકૂલન સાધે છે અને વિશિષ્ટ પ્રકારની જીવાતોનું પ્રભુત્વ વધવા દેતાં નથી. પરજીવી અને પરભક્ષી જેવા પ્રાકૃતિક દુશમન જીવાતોના સહઅસ્તિત્વ કારણે જીવાતો પર ગતિથીઅંકુશ જાળવવામાં સહાયરૂપ થાય છે.

ગુજરાત રાજ્યમાં મિશ્ર પાક પદ્ધતિનાં  ઉદાહરણો – તલ સાથે કપાસ અને તુવેર, મકાઈ સાથે તુવેર, મકાઈ સાથે સોયાબિન,કપાસ સાથે મગફળી, કપાસ ફરતે તુવર, મગફળી અને મકાઈ,પપૈયા અને શાકભાજી.

મિશ્ર પાક પદ્ધતિથી વાતાવરણના બદલાવને લીધે ઓછો વરસાદ, ભેજ, રોગ,જીવાતનો ઉપદ્રવ, વધુ ગરમી/ઠંડીને કારણે એક પાક નિષ્ફળ થાય તો બીજ પાકમાંથી ખેડૂતને ઉત્પાદન  કે આવક મળી રહે  છે.

આવરણ યુક્ત પાકની ખેતી પદ્ધતિ 

મલ્ચિંગ એટલે જમિનના ઉપરના પડ પર આવરણ કરવું. સામાન્ય રીતે ઝાડ-પાનથી આ થાય છે. પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનાથી નીચે મુજબ લાભ થાય છે.

  • જમીનનો ભેજ ટકાવી રાખે છે.
  • જમીનમાં ઉપયોગી તત્ત્વો જળવાઇ રહે છે.
  • નકામું ઘાસ ઊગી શકતું ન હોવાથી નીંદણની જરૂર પડતી નથી.
  • જમીનમાં શીતળતા ટકાવી રાખે છે.

વૃક્ષની છાલ, નકામાં પાંદડાં, નીંદણ કરેલ ઘાસ સેન્દ્રિય ખાતર બને છે. પરિણામે જમીનની તંદુરસ્તી વધે છે:

  • ઓર્ગેનિક સ્વરૂપના મલ્ચિંગમાં છાલ, નકામાં પાંદડાં, નીંદણ કરેલું ઘાસ, કમ્પોસ્ટ ખાતર કે લીલો પડવાશ લાભદાયી પુરવાર થાય છે.

સજીવ ખેતી

સજીવ ખેતી કરતા ખેડૂતોને પાક ઉત્પાદન માટે ફક્ત સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે. જીવાતો, રોગ અને નીંદણનું નિયંત્રણ કરે છે. સજીવ ખેતી કરવાથી જમીનમાં રહેલાં સૂક્ષ્મ જીવો પોષકતત્ત્વો છોડે છે, પરિવર્તન કરે છે અને છોડને ઉપયોગ તત્ત્વો તબદીલ કરે છે. સજીવ ખેતીની ઉપયોગિતા નીચે પ્રમાણે છે:

  • જમીનમાં સેન્દ્રિય પદાર્થો જમીનના સારા બંધારણમાં અને જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. આનાથી લાંબાગાળે જમીનની ઉત્પાદકતા વધે છે.
  • આમ કરવાથી રાસાયણિક ખાતરો ઉપર થતો નથી ખર્ચ બચે છે એટલે કુલ ઉત્પાદન ખર્ચ ઘટે છે.
  • સજીવ ખેતીથી છોડની તંદુરસ્તી વધે છે જે રોગ અને જીવાતોનો પ્રતિકાર કરી શકે છે.
  • સજીવ ખેતીથી જમીનના ભિન્ન સુક્ષ્મ જીવોની વસ્તી અને લાભદાયક કીટકો દ્વારા જૈવિક વિવિધતા વધે છે.

જમીન પર ફેલાતા પાકો

પહોળા પાટલે વવાતા પાકો જેમ કે, કપાસ, દિવેલા, તુવેર, તલ વગેરે પાકોની વચ્ચે મગફળી, મગ, મઠ, ચોળા જેવા પાકો લઈ શકાય. આમ કરવાથીસહપાક સાથે નકામા છોડ ઊગવાનું અને ફેલાવવાનું અંકૃશિતથાય છે. આ ઉપરાંત વિવિધ પોષક તત્ત્વો જમીનને તંદુરસ્ત રાખે છે. વળી, બાષ્પીભવનના પ્રમાણને નિયંત્રણ કરવામાં મદદરૂપ બને છે. કઠોળ જેવા પાકને ઉગાડીને કોઇ એક જ પ્રકારની જીવાતના ઉદ્દભવન પણ નિયંત્રણ કરી શકાય છે. હાલમાં ખેડૂતો ઉનાળામાં જમીન ઉપર ફેલાતા પાકોજેવા કે, કાકડી, તડબૂચ અને સક્કરટેટી પાકોની ખેતી કરવાથી પ્રતિ યુનિટ વિસ્તારમાંથી ઓછા ખર્ચે વધુ સારી આવક મેળવી શકે છે.

ટકાઉ ખેતીની અને જળ અને જમીન વ્યવસ્થાપન કાર્ય પદ્ધતિ માટે કરવામાં આવેલા સંશોધન માટે નવસારી કૃષિ યુનિવર્સીટીના ડૉ. ક્રિપાનારાયન એસ.શુક્લા, નીરવ પંપાણિયા, મહત્વનું યોગદાન આપવા માં આવ્યું છે. 

આ પણ વાંચો : Banana and Protect : કેળાની ખેતી કરતી વખતે જોવા મળતી આ જીવાતો, રોગોની સમયસર ઓળખ કરો અને પાકને નુકસાનથી બચાવો

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More