Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

રાજ્યમાં કેટલાક પાકોના વાવેતરથી થઈ શરૂઆત, વરસાદના સાથે જ ખેડૂતોના ચહેરા ખિલ્યા

ચોમાસાના આગમનથી સમગ્ર ગુજરાત વરસાદી બની ગયું છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. ર

Amansinh Jadeja
Amansinh Jadeja
રોપણીની શરૂઆત
રોપણીની શરૂઆત

ચોમાસાના આગમનથી સમગ્ર ગુજરાત વરસાદી બની ગયું છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. રવિવારે સુરત અને અમદાવાદમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ સવારથી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 210 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી આવી ગઈ છે. આ વરસાદ ખેડૂતો માટે સારી શરૂઆત હોવાનું કહેવાય છે. ખેડૂતો તેમના પાકની ખેતી શરૂ કરી શકશે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો એવો વરસાદ

આજે સવારથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો એવો વરસાદ થયો હતો. જૂનાગઢ અને દ્વારકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંઘાયો હતો. કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલીમાં હળવોથી મઘ્યમ વરસાદ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ આજે સામાન્ય વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે હળવો વરસાદ જોવા મળ્યો હતો.

જૂનાગઢમાં મેઘરાજાનું ઉગ્ર સ્વરૂપ

જૂનાગઢના માણવદરમાં વાદળોની અવરજવર અવરિત ચાલુ છે. અહીં પાણીની ભારે આકને કારણે જૂનાગઢનું દામોદર તળાવ ઓવરફ્લો થયું છે. માણાવદરના જંગલોમાં પણ પાણી ભરાયા છે. ઉપરાંત સુકા ધોધ પણ વહેવા લાગ્યા છે. તેમ જ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું ઉગ્ર સ્વરૂપ પણ દેખાડ્યો છે. જેના કારણે માણાનદરમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે. અહીંના મોટાભાગના વિસ્તારોમાં કમર સુધી પાણીનું ગરકાવ છે. ચોમાસાની શરૂઆત થતા જ મેઘારાજના આક્રમક વલણને કારણે જૂનાગઢની કેટલીક વસ્તીઓનું પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે પાણીની વધુ આવકના કારણે દામોદર કુંડ ઓવરફ્લો થયો હતો અને તેની સાથે નરસિંહ મહેતા તળાવ પણ પાણીથી ભરાઈ ગયું હતું.

આવનારા 7 દિવસ માટે રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ અત્યારે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ ચાલુ છે. કચ્છ, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની ખેડૂતોને રાહત મળી છે. જ્યારે લોકો વરસાદની મજા માણી રહ્યા છે. બીજી બાજુ વરસાદને લઈને રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા, પાટણમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, મહિસાગર, અરવલી, સાબરકાંઠા, દીવમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.,

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More