દેશમાં હાલમાં જ નેશનલ સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ દેશના કેટલાક વિસ્તારોમાં માટી નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેનું પરિણામ બાહર પાડવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ દેશના મોટા ભાગના રાજ્યોની માટીમાં 95 થી 99 ટકા સુધી માટીના નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનની ખૂબ જ ઓછી માત્રા જોવા મળી આવી છે. જો કે ત્યાં રાહતની વાત એવું છે કે આ રાજ્યોમાં ગુજરાતનું સમાવેશ નથી. પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોને લઈને આવી રિપોર્ટ સામે આવું ચિંતાનું વિષય છે.જણાવી દઈએ કે ભારતીય જમીનમાં ઓછામાં ઓછા 1.30 ટકા કાર્બનિક પદાર્થો હોવા જોઈએ. આ માટે સૌ પ્રથમ વિવિધ સેન્દ્રીય સ્ત્રોતો, જૈવિક ખાતરો, પાક વૈવિધ્યકરણ, સંરક્ષણ કૃષિ, સંતુલિત પોષક તત્ત્વોનું સંચાલન અને અન્ય પાક પદ્ધતિ દ્વારા જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધારવું જરૂરી છે. આ સાથે જમીનમાંથી જૈવિક દ્રવ્યોનું નુકશાન ઘટાડવા માટે પણ ગંભીર પ્રયાસો કરવા જોઈએ.
5.27 કોરડ માટીના નમૂનાઓનું થયું પરીક્ષણ
ICARના કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ભારત સરકારે દેશની જમીનની ફળદ્રુપતા અને આરોગ્યનું વિશ્લેષણ કરવા માટે વર્ષ 2014-15માં રાષ્ટ્રીય ભૂમિ આરોગ્ય કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, માટી પરીક્ષણના બે ચક્ર પૂર્ણ થયા છે અને આ બે ચક્રમાં 5.27 કરોડ માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં જમીનમાં રહેલા ઓર્ગેનિક કાર્બન અને ખનિજ પોષક તત્વોની તપાસ કરવામાં આવી હતી. આ માટીના નમૂનાઓની તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર 15 ટકા જમીનમાં જ કાર્બનિક કાર્બનનો પૂરતો જથ્થો છે, જે 0.75 ટકાથી વધુ છે, જે વધુ સારું માનવામાં આવે છે.
જ્યારે 85 ટકા નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.75 ટકા કરતાં ઓછું હતું, જે મધ્યમ ફળદ્રુપતા ધરાવતી જમીન ગણાય છે. કેટલાક રાજ્યોમાં, 95 ટકાથી વધુ માટીના નમૂનાઓમાં પૂરતી માત્રામાં કાર્બનિક કાર્બન નથી. જ્યારે 0.80 ટકા ઓર્ગેનિક કાર્બન ધરાવતી જમીન વધુ સારી ફળદ્રુપતા ધરાવતી માનવામાં આવે છે. દેશની જમીનની ફળદ્રુપતા અને આરોગ્યનું સ્તર ખૂબ જ ચિંતાજનક બની ગયું છે. દેશના ઘણા મોટા રાજ્યોમાં ઓર્ગેનિક કાર્બનનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.
કયા રાજ્યની માટી સૌથી ખરાબ
એમ તો આ રિપોર્ટ મુજબ ઉત્તર-પૂર્વિ ભારત અને પશ્ચિમી ભારતમાં (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા) માટીની સ્તિથી સારી ગણવામાં આવી છે.પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં માટીની સ્થિતિ ખરાબ થવાનું અર્થ છે દેશમાં ખેતી પર રોકાણ વધુ થશે અને આવક ઓછી મળશે. કેમ કે આખા ઉત્તર પૂર્વના રાજ્યમાં ખેતી લાયક જમીન ગુજરાતથી ઓછી છે અને પશ્ચિમ ભારતમાં સ્થિતિ આટલી પણ સારી નથી જેટલી આપણે વિચારી રહ્યા છે. ગુજરાત, મહારષ્ટ્ર અને ગોવાની ખેતી લાયક જમીન પણ 30 ટકા સુધી માટીના નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનની ખૂબ જ ઓછી માત્રા જોવા મળી આવી છે.ફક્ત સિક્કિમમાં આ આકડા 2 ટકાથી ઓછું છે. પરંતુ ત્યાં ધ્યાન આપવી બાબત એવું છે કે સિક્કિમ ભારતના સૌથી નાના રાજ્ય છે. જો કે ગુજરાતના એક નાના જિલ્લાની સરખામણીએ પણ નાનો છે.
શા માટે આવી સ્થિતિ ઉભી થઈ
માટીમાં કાર્બનની સ્તર ઓછી થવાનું સૌથી મોટું કારણ ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરનું ઉપયોગ કરવાનું છે. કેમ કે વધુ કરતા રાસાયણિક ખાતરનું ઉપયોગ એક સમય પર જઈને જમીનને ઉજ્જડ કરી નાખે છે, જેની શરૂઆત થઈ ગઈ છે અને કેટલાક રાજ્યોમાં તો તે જમીનને ઉજ્જડ કરવાના આરે પહોંચી ગઈ છે. જેમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ મોખરે છે. જ્યાં 96 થી 99 ટકા ખેતી લાયક જમીનની માટીમાં કાર્બોનની માત્રા ઓછી થઈ ગઈ છે. જેના કારણે આવતા સમયમાં ત્યાંના ખેડૂતોને ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન નહીં પરંતુ વધુ રોકાણ પર ઓછા ઉત્પાદન મળશે.
દેશની જમીનમાં મુખ્ય પોષક તત્વોની ગંભીર ઉણપ
દેશની જમીનમાં પણ મુખ્ય પોષક તત્વોની ઉણપ જોવા મળી છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ઉણપ અનુક્રમે 95 ટકા, 94 ટકા અને 48 ટકા છે. જ્યારે પોષક તત્ત્વોના ઉપયોગની કાર્યક્ષમતા નાઇટ્રોજનમાં માત્ર 30-50 ટકા, ફોસ્ફરસમાં 15-20 ટકા અને પોટેશિયમમાં 60-70 ટકા છે. ખેતીમાં વધુ ખાતરોનો ઉપયોગ કરવાને બદલે ખાતર/પોષક તત્ત્વોના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૂક્ષ્મ પોષકતત્વોના અભાવને કારણે ઘણી સમસ્યાઓ
સૂક્ષ્મ પોષકતત્વો માનવ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેઓ દીર્ઘકાલિન રોગો અને સ્ટંટીંગને રોકવામાં ફાળો આપે છે, આપણી રોગપ્રતિકારક શક્તિ અને પ્રજનન પ્રણાલીને મજબૂત કરે છે અને આપણી શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે છે, જે આપણી જમીનમાંથી પાકમાં આવે છે. પરંતુ આજે દેશની જમીનમાં સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ છે. તેની ઉણપથી પાકમાં ઘણી સમસ્યાઓ થાય છે. જમીનમાં સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ પણ ગંભીર છે. ઝીંકની ઉણપ સૌથી વધુ જોવા મળી છે
ઝીંક એ સૌથી મહત્વપૂર્ણ સૂક્ષ્મ પોષકતત્વો છે
NPO પછી મુખ્ય પોષક તત્ત્વો, મેક્રોન્યુટ્રિઅન્ટ્સમાં ઝીંક સૌથી મહત્વપૂર્ણ સૂક્ષ્મ પોષકતત્વો છે. સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન માટે ઝીંક જરૂરી છે. જસત એ વિશ્વમાં સૌથી સામાન્ય રીતે ઉણપ ધરાવતા સૂક્ષ્મ પોષકતત્વો છે. મુખ્ય કૃષિ વિસ્તારોમાં ઝીંકની ઉણપવાળી જમીન ઉચ્ચ કૃષિ ઉત્પાદકતાને ગંભીરપણે અસર કરે છે. ઝીંક છોડની દુષ્કાળ, ગરમીના તાણ અને રોગકારક ચેપ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે. જો ઝીંકની ઉણપ હોય તો પાંદડાનું કદ નાનું થઈ જાય છે અને પાંદડા પર પીળા ફોલ્લીઓ થઈ જાય છે. ઝીંકની ઉણપને કારણે ડાંગર અને ઘઉંમાં પાંદડા પીળા પડી જવા અને મકાઈ અને જુવારમાં ઉપરના પાંદડા સફેદ થવા જેવા લક્ષણો જોવા મળે છે.
તંદુરસ્ત જમીન માટે ટિપ્સ અને ભલામણો
જૈવિક પદાર્થોનું પ્રમાણ વધારવા માટે જૈવિક સ્ત્રોતો અને જૈવિક ખાતરોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. પાક વૈવિધ્યકરણ અને સંરક્ષણ કૃષિને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી જમીનની જૈવિક ગુણવત્તા વધારી શકાય. સંતુલિત પોષક તત્ત્વોનું સંચાલન અપનાવીને જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. માટી પરીક્ષણ પ્રયોગશાળાઓની સ્થાપના અને મજબૂતીકરણ જમીનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.
આ પણ વાંચો: આ વસ્તુઓથી ઘરે બનાવો ઓર્ગેનિક ખાતર અને મેળવો અઢળક ઉત્પાદન સાથે મોટી આવક
સૂક્ષ્મ પોષકતત્વો જેવા કે ઝીંક, સલ્ફર, બોરોન, આયર્ન વગેરેનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો જોઈએ. ખેડૂતોને ખાતરના સંતુલિત ઉપયોગ અને જમીનના આરોગ્ય વ્યવસ્થાપન વિશે તાલીમ આપવી જોઈએ. નેશનલ સોઈલ હેલ્થ કાર્ડ યોજના અને અન્ય કૃષિ સંબંધિત યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય સુધારી શકાય છે. જમીનમાં જૈવિક અને પોષક તત્વોની ઉણપને દૂર કરવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં આવે તે પણ મહત્વનું છે.
Share your comments