રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરીને ખેતી છોડી દેવાની ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ ફળી રહી છે. મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં કરવામાં આવી તેમની ગાય આધારિત અને ઓર્ગેનિક ખેતીની પહેલ હવે દેશના બીજા ભાગના ખેડૂતોને પણ ગમી રહી છે. જેવી રીતે ભરતભાઈ પરસાણા અને વેલજીભાઈ જેવા ખેડૂતોના મસીહા ગુજરાતમાં ગાય આધારિત અને ઓર્ગેનિક ખેતી વિશે ખેડૂતોને જણાવી રહ્યા છે. એવી જ રીતે અલગ-અલગ રાજ્યોમાં કેટલાક ખેડૂત આગેવાનોએ ખેડૂતોને ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
દેશમાં ઓર્ગેનિક ખેતીના વિસ્તારમાં વધારો
કૃષિ મંત્રાલય દ્વારા બાહાર પાડવામાં આવેલ એક ડેટા મુજબ ઓર્ગેનિક ખેતીના વધતા વિસ્તારથી આ વાતની પુષ્ટિ થઈ રહી છે. ફેબ્રુઆરી 2024 સુધીના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં ઓર્ગેનિક ખેતી હેઠળનો વિસ્તાર હવે 64,04,113 હેક્ટર સુધી પહોંચી ગયો છે. આ ત્યારે છે જ્યારે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનું ઉત્પાદન અને વેચાણ કરતી લોબી ખેડૂતોને ડરાવતી રહે છે કે જો તમે રસાયણિક ખાતરનું ઉપયોગ નહીં કરો તો તમારા ઉત્પાદન ઘટી જશે.જણાવી દઈએ આ ડેટા નેશનલ ઓર્ગેનિક પ્રોડક્શન પ્રોગ્રામ (NPOP) હેઠળ પ્રમાણિત છે.
ફક્ત ચાર વર્ષમાં થયું ઝડપથી વધારો
ફક્ત છેલ્લા ચાર વર્ષમાં જ ઝેરમુક્ત ખેતીનો વ્યાપ બમણાથી વધુ થયો છે. વર્ષ 2019-2020 દરમિયાન દેશમાં માત્ર 29,41,678 હેક્ટરમાં ખેડૂતો જૈવિક ખેતી કરતા હતા. ઘણા વધુ ખેડૂતોએ સજીવ ખેતી શરૂ કરી છે પરંતુ તેમનું પ્રમાણપત્ર બાકી છે. મતલબ કે હજુ પણ આ વ્યાપ વધુ વધવાની આશા છે. ઓર્ગેનિક ખેતીની બાબતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સૌથી આગળ છે. તેના પછી આપણા ગુજરાત આવેલ છે.
નેશનલ સેન્ટર ઑફ ઓર્ગેનિક ખેતીની શરૂઆત
ભારતમાં ઓર્ગેનિક ખેતી તરફ સૌથી પહેલા ધ્યાન અટલ બિહારી વાજપેચીની સરકારે 2004માં આપ્યું હતું. ત્યારબાદ મનમોહન સિંહની સરકાર દ્વારા નેશનલ પ્રોજેક્ટ ફોર ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવામાં આવ્યો. ત્યારે નરેંદ્રભાઈ મોદી આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા. નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ (NCOF) અનુસાર, 2003-04માં ભારતમાં ફક્ત 76,000 હેક્ટરમાં જ ઓર્ગેનિક ખેતી થઈ રહી હતી. જે 2009-10માં માંડ માંડ વધીને 10,85,648 હેક્ટર થયું હતું. 2014માં સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ઝેર મુક્ત ખેતી કરવાની અપીલ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે વારંવાર કહ્યું કે પૃથ્વી માતાને ઝેરથી બચાવવાની છે. તેમની સલાહને અનુસરીને ઘણા ખેડૂતો હવે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ત્યાગ કરી રહ્યા છે.
ઓર્ગેનિક ખેતીના હેક્ટરના વિસ્તારમાં ત્રણ ઘણા વધારો
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2021-22 દરમિયાન દેશમાં ઓર્ગેનિક ખેતી હેઠળનો વિસ્તાર 59,12,414 હેક્ટર હતો, જે હવે વધીને 64,04,113 હેક્ટર થઈ ગયો છે. 2020-21માં તે માત્ર 38,08,771 હેક્ટર હતું. ખાસ વાત એ છે કે આ વિસ્તાર પ્રાકૃતિક ખેતીથી અલગ છે. ઝેરમુક્ત ખેતી હેઠળનો વિસ્તાર આટલી ઝડપથી વધી રહ્યો છે તે જોઈને કૃષિ નિષ્ણાતો ખુશ છે. કારણ કે જો આમ થશે તો આરોગ્યને નુકસાન પહોંચાડતી કૃષિ પેદાશોનું ઉત્પાદન નહીં થાય. હરિયાળી ક્રાંતિની શરૂઆત પહેલા ભારતમાં મોટાભાગની ખેતી સજીવ રીતે થતી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા માટે રચાયેલી સમિતિનું એક કાર્ય ઝેર મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ તૈયાર કરવાનું છે, જેના પર કામ ચાલી રહ્યું છે.
કેટલાક ખેડૂતો હજું પણ મુંઝાવણમાં
ખેડૂતો માને છે કે જો તેઓ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિના ખેતી કરતા હોય તો ત્યાં ઉત્પન્ન થતી કૃષિ પેદાશો ઓર્ગેનિક હોય છે. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. આ માટે પ્રમાણપત્ર જરૂરી છે. તમારી ઓર્ગેનિક પ્રોડક્ટ ત્યારે જ વેચવામાં આવશે જ્યારે પ્રમાણપત્ર હશે કે તમારો પાક ખરેખર ઓર્ગેનિક હતો. પ્રમાણપત્ર મેળવતા પહેલા, ખાતર, બિયારણ, માટી, વાવણી, સિંચાઈ, લણણી, જંતુનાશકો અને પેકિંગ વગેરે જેવા દરેક પગલા પર જૈવિક સામગ્રીની જરૂર પડે છે. ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની સંપૂર્ણ વિગતો જાળવવી પડશે, તો જ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: હવે વગર ડ્રાઈવરના સ્કૂટર પર ફરવા માટે થઈ જાઓ તૈયાર, બુક કરો અને લઈ લો રાઈડ
પોતાના ઉત્પાદક વેચવા માટે ખેડૂતોથી બોલે છે ખોટું
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનું ઉત્પાદન અને વેચાણ કરતી લોબીના લોકો દાવો કરે છે કે ઓર્ગેનિક ખેતીમાં પાકની ઉત્પાદકતા ઘટે છે. જો આવી ખેતી વધુ વધશે તો ભારતમાં ખાદ્ય સંકટ સર્જાશે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) ના વૈજ્ઞાનિકો દ્વારા આવા દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે, જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) હેઠળ આવે છે, જે કૃષિ ક્ષેત્રમાં સંશોધન કરતી સૌથી મોટી સંસ્થા છે.
ભારતના કૃષિ મંત્રાલય મુજબ
રાજ્ય |
કેટલાક હેક્ટરમાં થાય છે જૈવિક ખેતી |
મધ્ય પ્રદેશ |
1592937.11 |
મહારાષ્ટ્ર |
1301474.15 |
ગુજરાત |
93793.00 |
રાજસ્થાન |
678679.80 |
આંધ્ર પ્રદેશ |
230916.02 |
Share your comments