Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

લીલીના ફૂલથી થશે સારી કમાણી

ભારતમાં લીલીની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જેના કારણે દેશમાં લીલીની માંગ પણ ખૂબ વધારે હોય છે, અને કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. જેના લીધે ખેડૂતોને સારો એવો ફાયદો થશે. તો જુઓ અને તમે પણ લીલીના ફૂલોની ખેતી કરી શકો છો.

Himanee Chauhan
Himanee Chauhan
Lily Flowers
Lily Flowers

ભારતમાં લીલીની માંગ પણ ખૂબ વધારે છે,  અને કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. જેના લીધે ખેડૂતોને સારો એવો ફાયદો થશે. તો જુઓ અને તમે પણ લીલીના ફૂલોની ખેતી કરી શકો છો.

લીલીના ફૂલોની માંગમાં વધારો (Lily Flowers Demand On Hike)

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સુશોભિત ફૂલોની માંગ સતત વધી રહી છે. દેશમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો માટે સુશોભન ફૂલો એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. આ માત્ર જોવામાં જ આકર્ષક નથી, પરંતુ ખેડૂતો તેમાંથી ખૂબ જ કમાણી પણ કરી રહ્યા છે. આવું જ એક ફૂલ છે લીલી.  તે એક વિદેશી સુશોભન ફૂલ છે અને ઘણા રંગોમાં આવે છે. ભારતના ખેડૂતો લીલીના ફૂલની ખેતી કરીને અઢળક કમાણી કરી રહ્યા છે.

લીલી એક વિદેશી ફૂલ હોવા છતાં તે ભારતમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ખેડૂતો આખું વર્ષ પોલી હાઉસમાં તેનું ઉત્પાદન કરતા હોય છે. આપણા દેશમાં તેની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. હાલમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશના ખેડૂતો જ લીલીના ફૂલોની ખેતી કરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ લીલીના ફૂલ ઉગાડવામાં આવે છે.

લીલી ફૂલની ખેતી કેવી રીતે કરશો ?

લીલીના ફૂલની ખેતી ત્રણ તબક્કામાં થાય છે. પ્રથમ ચરણમાં ટીશ્યુ કલ્ચર પ્રક્રિયા દ્વારા નર્સરી તૈયાર કરવામાં આવે છે. આ કામ મોટી લેબોરેટરી કે કંપનીઓમાં થાય છે. બીજા તબક્કામાં નર્સરી એટલે કે તેના રોપા વાવવામાં આવે છે. છોડ ફૂલો નહીં પણ કંદ પેદા કરે છે. ત્રીજા તબક્કામાં તે કંદ કુંડામાં વાવવામાં આવે છે. આ રીતે ખેડૂતોને લીલીના ફૂલ મળે છે.

લીલીના ફૂલ માટે આ આબોહવા છે અનુકૂળ

પહાડી રાજ્યોની આબોહવા લીલીના ફૂલ માટે અનુકૂળ છે. આવા વિસ્તારોમાં રહેતા ખેડૂતો ખુલ્લામાં લીલીની ખેતી પણ કરી શકે છે. મેદાનોમાં લીલીની ખેતી માટે પોલી હાઉસની જરૂર પડે છે. પોલી હાઉસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 2.5 કિલો કોકોપીટ, 2.5 કિલો અળસિયાનું ખાતર, 2.5 કિલો ભૂંસુ અને 5 કિલો કોલસાની રાખની જરૂર પડે છે. આ પછી આ મિશ્રણમાં રોપાઓ વાવવામાં આવે છે અને ખેડૂતોને લીલીનુ કંદ મળે છે.

કંદના વિકાસમાં ત્રણ મહિનાનો સમય લાગે છે. આ સમય દરમિયાન તેની સારી કાળજી જરૂરી છે અને ટપક સિંચાઈની ભલામણ કરવામાં આવે છે. ત્રણ મહિના પછી કંદ તૈયાર થાય છે. અને કંદ મૂળની સાથે જ ઉખડી જાય છે.

લીલીના કંદ વેચીને પણ કમાણી થાય છે

ખેડૂતો ઈચ્છે તો કંદ વેચીને પણ સારી કમાણી કરી શકે છે. જો તમે કંદ વેચવા માંગતા ન હોય તો તેને કુંડામાં વાવો અને સીધા ફૂલો ઉગાડીને વેચી શકો છો. ત્રણ-ત્રણ કંદ પહેલાથી તૈયાર મિશ્રણ ભરીને કુંડામાં વાવવામાં આવે છે. પછી કંદ મિશ્રણ સાથે આવરી લેવામાં આવે છે.

રોપણી પછી તરત જ પાણીનો છંટકાવ કરવો જરૂરી છે, 7 દિવસ પછી પોલી હાઉસનું તાપમાન 20થી 25 ડિગ્રી પર ઠીક કરવાની સલાહ આપવામાં આવે છે. કંદ ટ્રાન્સપ્લાન્ટ થયાના 30 દિવસ પછી લીલીની કળીઓ દેખાવવા લાગે છે. અને આ કળીઓમાં તરત જ ફૂલ ખીલવા લાગે છે.

આ પણ વાંચો : જૂના ઝાડમાંથી મળશે કેરીનું વધુ ઉત્પાદન, તમે પણ અપનાવો આ ટેક્નિક

આ પણ વાંચો : Gardening: રસદાર ટમેટા સરળતાથી ઉગાડવાની વૈજ્ઞાનિક રીત

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More