Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ઉનાળાની ઋતુ શરૂ થતા જ કરો જંગલી ગલગોટાની ખેતી, થઈ જશો ધનવાન

બજારોમાં આજકાલ જંગલી ગલગોટાની માંગણીમાં વઘારો જોવા મળી રહ્યું છે. કેમ કે તેના ખુબ જ ફાયદાઓ છે. આથી કરીને તેની માંગણી ઝડપતી વધી છે. જણાવી દઈએ કે ભારત કરતા વિદેશી બજારોમાં તેની માંગ સૌથી વધું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જંગલી ગલગોટાની ખેતી માટે ઉનાળો શ્રેષ્ઠ
જંગલી ગલગોટાની ખેતી માટે ઉનાળો શ્રેષ્ઠ

બજારોમાં આજકાલ જંગલી ગલગોટાની માંગણીમાં વઘારો જોવા મળી રહ્યું છે. કેમ કે તેના ખુબ જ ફાયદાઓ છે. આથી કરીને તેની માંગણી ઝડપતી વધી છે. જણાવી દઈએ કે ભારત કરતા વિદેશી બજારોમાં તેની માંગ સૌથી વધું છે. કેમ કે તેના પાંદડા અને ફૂલોમાંથી સુગંધિત તેલ કાઢવામાં આવે છે. તેમજ તેના ફૂલોનો ઉપયોગ અત્તર અને અનેક પ્રકારના જંતુનાશક બનાવવા માટે પણ થાય છે. આથી આજે અમે તમને જંગલી ગલગોટાની ખેતી વિશે જણાવીશું જેથી તમે ઓછા ખર્ચમાં મોટી આવક મેળવી શકો.

જંગલી ગલગોટા એટલે કે મેરીગોલ્ડની ખેતીની વાત કરીએ તો ખેડુતોએ તેની ખેતી સકળતાથી કરી શકે છે, કારણ કે તેની ખેતી પર વધુ ધ્યાન આપવાની જરૂર પડતી નથી. વધુમાં જણાવી દઈએ કે તેની ખેતી ડુંગરવાળ અને મેદાની વિસ્તારોમાં વેપારી ધોરણે કરવામાં આવે છે.ચાલો આવી સ્થિતિમાં અમે તમને જણાવિએ જંગલી મેરીગોલ્ડ એટલે કે ગલગોટાની ખેતીના વિશેમાં.  

જંગલી ગલગોટાની ખેતી માટે ઉનાળો શ્રેષ્ઠ

ખેડૂત ભાઇયો જંગલી ગલગોટાના ખેતી થકી સારી ઉપજ મેળવવા માટે ઉનાળોના દિવસોને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તેની ખેતી કરવાથી સારૂં ઉત્પાદન મળે છે એટલે ખેડૂતોએ જંગલી ગલગોટાની ખેતી ઉનાળાની ઋતુમાં કરવી જોઈએ.ત્યાં ધ્યાન આપવા વાળી બાબત એવું છે કે ખેડૂતોને તેની ખેતી માટે માટીનું પીએચ મુલ્ય.4.5 થી 7.5 ની વચ્ચે રાખવું જોઈએ.તેમજ જમીનમાં કાર્બેનિક પદાર્થોનું પ્રમાણ પણ વિપુલ પ્રમાણમાં હોવું જોઈએ તથા ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાસની પણ યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.  

જંગલી ગલગોટાની વાવણી

જો આપણે જંગલી ગલગોટાની વાવણીની પદ્ધતિ વિશે વાત કરીએ તો પર્વતિયા વિસ્તારમાં જંગલી ગલગોટાના બીજ ઓક્ટોબર મહિનામાં વાવવા જોઈએ. આ વિસ્તારોમાં રહેતા ખેડૂતોએ જંગલી મેરીગોલ્ડના બીજની સીધી વાવણી કરવી જોઈએ. તે જ સમયે, મૈદાની વિસ્તારોમાં રહેતા ખેડૂતોએ તેના બીજને નર્સરી દ્વારા વાવવા જોઈએ, જેના માટે યોગ્ય સમય માર્ચથી એપ્રિલનો છે.

જંગલી ગલગોટાની સિંચાઈ પદ્ધતિ

જંગલી ગલગોટાની ખેતીની સિંચાઈ વિશે વાત કરીએ તો, મેદાની વિસ્તારોમાં તેની ખેતી માટે 3-4 વખત સિંચાઈની જરૂર પડે છે અને પર્વતીય વિસ્તારોમાં તેની ખેતી માટે સિંચાઈ વરસાદ પર આધારિત હોય છે. આ ઉપરાંત તેની ખેતી માટે ખેડૂતે છેલ્લી ખેડાણ વખતે હેક્ટર દીઠ 10-12 ક્વિન્ટલ સડેલું ગાયનું છાણ આપવું જોઈએ. તેમજ 100 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 40 કિલો પોટાશ પ્રતિ હેક્ટર ખેતરમાં નાખવું જોઈએ. જેથી પાક સારી રીતે ઉગી શકે. ઉપરાંત, પ્રથમ નિંદામણ સમયે (30-40 દિવસ) અને એક મહિના પછી જ ફરીથી ખેતરમાં નાઈટ્રોજન બે સરખા ભાગમાં નાખવું જોઈએ.

જંગલી ગલગોટાની ખેતી પર ખર્ચ અને તેથી થતી આવક

જંગલી ગલગોટાની ખેતી પર પ્રતિ હેક્ટર ખેડૂતનો ખર્ચ લગભગ 3,500 રૂપિયા આવે છે અને તે જ સમયે, આ પાકને બજારમાં વેચીને ખેડૂત લગભગ 75,000 રૂપિયાનો નફો મેળવી શકે છે. સ્થાનના આધારે ખર્ચ અને કમાણીમાં થોડો તફાવત હોઈ શકે છે. કારણ કે જંગલી ગલગોટાના ફૂળનું ભાવ અલગ-અલગ સ્થળોના બજારમાં અલગ-અલગ હોઈ શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More