કૃષિ જાગરણ દેશના ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. એજ વચ્ચે કૃષિ જાગરણ ખેડૂત ભાઈઓને પરંપરાગત ખેતીની સાથે તેમની આવક વધારવા માટે વ્યાપારી ખેતી તરફ વળવા માટે પણ પ્રેરિત કરી રહ્યા છે. જેમ કે તમને ખબર જ હશે કે રવિ પાકની લણણી પછી અને ખરીફ પાકના વાવેતર વચ્ચે એક સમય હોય છે. જેમાં મોટા ભાગના ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કરવાનું પસંદ કરે છે. પરંતુ ખેડૂત ભાઈઓ જો તમે ઇચ્છો તો આ સમયમા ઝૈદ પાક સૂર્યમુખીની ખેતી કરીને સારો નફો મેળવી શકો છો.સુર્યમુખી એક તેલીબીયા પાક છે, તેના બીજમાંથી તમે તેલ કાઢીને સારો એવો નફો મેળવી શકો છો.
જણાવી દઈએ સૂર્યમુખીને ભારતમાં રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ સૂર્યમુખીની ખેતી ઉત્તરાખંડના પંતનગર જિલ્લામાં કરવામાં આવી હતી. સૂર્યમુખી એક તેલીબિયાં પાક છે જેના પર પ્રકાશની કોઈ ખાસ અસર થતી નથી. જો તમે તેની ખેતીથી વધુ નફો મેળવવા માંગતા હોવ તો માર્ચ મહિનો સૂર્યમુખીની ખેતી માટે સૌથી યોગ્ય સમય છે. તેના બીજમાં 45 થી 50 ટકા તેલ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સૂર્યમુખીની ખેતી તેની ઉત્પાદન ક્ષમતા અને ઊંચા મૂલ્યને કારણે ખેડૂતોમાં લોકપ્રિય બની રહી છે.
ભારતમાં સૂર્યમુખીની ખેતી કરતા મુખ્ય રાજ્યો
ભારતમાં હવે સૂર્યમુખીની ખેતી દર વર્ષે 15 લાખ હેક્ટરથી વધુ જમીન પર કરવામાં આવે છે, જે 90 લાખ ટનથી વધુ ઉપજ આપે છે. જો આપણે ભારતમાં સૂર્યમુખીની ખેતી કરતા મુખ્યત્વ રાજ્યોની વાત કરીએ તો તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને પંજાબનું સમાવેશ થાય છે. ત્યાંના ખેડૂતો દ્વારા તેનું સૌથી વધું ઉત્પાદન કરવામાં આવે છે.
સૂર્યમુખીના ઔષધીય ગુણધર્મો
સૂર્યમુખીના બીજ વિવિધ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સૂર્યમુખીના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આ આપણા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવી શકે છે. સૂર્યમુખીના બીજ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં તેના તેલ અને બીજનો ઉપયોગ તમને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ બચાવે છે.
સુરાજમુખીના તેલનું સેવન કરવાથી લીવર પણ સ્વસ્થ રહે છે. ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકાના રોગોથી બચવામાં પણ સૂર્યમુખીના તેલનું સેવન ફાયદાકારક છે. સૂર્યમુખી શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલની માત્રાને પણ ઘટાડે છે, જેથી હૃદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થાય છે. આ સાથે જ તેના તેલનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા સુધરે છે અને તમારા વાળ પણ મજબૂત બને છે. જેના કારણે માર્કેટમાં તેની માંગણી ધીમે-ધીમે વધી રહી છે.
સૂર્યમુખીની ખેતી માટે યોગ્ય સમય
રવિ, ખરીફ અને ઝૈદ ઋતુમાં વર્ષમાં ત્રણ વખત સૂર્યમુખીની ખેતી કરી શકાય છે. ઝૈદ ઋતુમાં સૂર્યમુખીની વાવણી માટે ફેબ્રુઆરીથી માર્ચના મધ્ય સુધી વાવણી કરવી સૌથી યોગ્ય છે.ઝૈદની સિઝનમાં વાવણી કરતી વખતે એક પંક્તિથી બીજી પંક્તિનું અંતર 4 થી 5 સેમી અને એક છોડથી બીજા છોડનું અંતર. 25 થી 30 સે. મી હોવું જોઈએ ત્યારે વાવણી સારી રીતે થશે.
સૂર્યમુખીની ખેતી માટે અનુકૂળ વાતાવરણ
સૂર્યમુખીની ખેતી કરવા માટે સૂકી આબોહવા હોવી જોઈએ. 15 ડિગ્રી સુધીનું તાપમાન તેની વાવણી માટે યોગ્ય છે અને તેની ખેતી માટે જમીનનું pH મૂલ્ય 5 થી 7 ની વચ્ચે હોવું જોઈએ. તેના બીજના અંકુરણ માટે ઉચ્ચ તાપમાન જરૂરી છે અને તેના છોડના વિકાસ માટે સામાન્ય તાપમાન જરૂરી છે.
સૂર્યમુખીની ખેતી માટે ખેતરની તૈયારી
સૂર્યમુખીની ખેતી કોઈપણ પ્રકારની જમીનમાં કરી શકાય છે. સારા ડ્રેનેજવાળા ખેતરો તેની ખેતી માટે યોગ્ય છે. સૂર્યમુખીની ખેતી કરવા માટે ખેતરની જમીનનું પરીક્ષણ કરવું જોઈએ, જેથી જમીનની જરૂરિયાત મુજબ ખાતર અને બિયારણનો ઉપયોગ કરી શકાય. સૌ પ્રથમ, હળની મદદથી ખેતરમાં 2 થી 3 વખત ઊંડી ખેડાણ કરો. તે પછી, ખેતરને થોડા દિવસો માટે ખાલી રાખો, આ ખુલ્લા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ખેતરમાં જંતુઓનો ઉપદ્રવ ઘટે છે. આ પછી, ખેતરની જમીનને નાજુક બનાવવા માટે રોટાવેટરની મદદથી 2 થી 3 વખત ખેડાણ કરો અને ખેતરમાં કોમ્પેક્શન લગાવીને ખેતરને સમતળ કરો તેથી ખેતરમાં સિંચાઈ કરવામાં સરળતા રહે છે.
સૂર્યમુખીની સુધારેલી જાતો
મર્દાન:- સૂર્યમુખીની આ જાતની ઉત્પાદન ક્ષમતા 6 થી 8 ક્વિન્ટલ પ્રતિ એકર છે. તેની લણણીનો સમયગાળો 80 થી 90 દિવસનો છે. તેના છોડની ઊંચાઈ 90 થી 100 સેન્ટિમીટર સુધીની હોય છે. આ જાતની ખેતી બહુ-પાકના ક્ષેત્રો માટે શ્રેષ્ઠ અનુકુળ છે. આ વિવિધતામાં તેલની માત્રા 38 થી 40 ટકા સુધીની હોય છે.
બી.એસ.એચ. – 1:- સૂર્યમુખીની આ પ્રજાતિનું ઉત્પાદન 10 થી 15 ક્વિન્ટલ પ્રતિ એકર છે અને તેની લણણીનો સમય 90 થી 95 દિવસનો છે. તેના છોડની ઊંચાઈ 100 થી 150 સેન્ટિમીટર સુધીની હોય છે. આ વિવિધતામાં તેલનું પ્રમાણ 41 ટકા સુધી છે.
એમ.એસ.એચ. :- સૂર્યમુખીની આ જાતનું ઉત્પાદન 15 થી 18 ક્વિન્ટલ પ્રતિ એકર છે અને તેનો પાક ઉત્પાદનનો સમય 90 થી 95 દિવસનો છે. આ વિવિધતાના છોડની ઊંચાઈ 170 થી 200 સેન્ટિમીટર સુધીની હોય છે. આ જાતના બીજમાં તેલની માત્રા 42 થી 44 ટકા સુધીની હોય છે.
સૂર્ય:- સૂર્યમુખીની આ જાતનું ઉત્પાદન 8 થી 10 ક્વિન્ટલ પ્રતિ એકર છે અને તેનો પાક ઉત્પાદન સમય 90 થી 100 દિવસનો છે. આ વિવિધતાના છોડની ઊંચાઈ 130 થી 135 સેન્ટિમીટર સુધીની હોય છે. આ જાતની ખેતી મોડી વાવણી માટે યોગ્ય છે. આ વિવિધતામાં તેલની માત્રા 38 થી 40 ટકા સુધીની હોય છે.
સૂર્યમુખી વાવવાની રીત
સૂર્યમુખી એ સદાબહાર પાક છે, જેનું વાવેતર રવિ, ખરીફ અને ઝૈદ એમ ત્રણેય ઋતુઓમાં કરી શકાય છે. તેના બીજને છંટકાવ પદ્ધતિ અને રો પદ્ધતિથી વાવી શકાય છે. પરંતુ સૂર્યમુખીના બીજ માત્ર પંક્તિ પદ્ધતિમાં જ વાવવા જોઈએ, જેથી પાક વ્યવસ્થાપનની કામગીરી સરળ બને. આ માટે, રેખાઓ વચ્ચેનું અંતર 4 થી 5 સેન્ટિમીટર અને એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર 25 થી 30 સેન્ટિમીટર હોવું જોઈએ.
આવી રીતે કરો ખાતરનું છંટકાવ
સૂર્યમુખીની વાવણી કરતા પહેલા ખેતરમાં પ્રથમ ખેડાણના સમય એકર દીઠ 7 થી 8 ટનના દરે સડેલું ગાયનું છાણ મિક્સ કરો અને સારી ઉપજ માટે, પિયત સ્થિતિમાં યુરિયા 130 થી 160 કિગ્રા, એસએસપી 375 કિગ્રા અને પોટાશ ઉમેરો. 66 કિગ્રા પ્રતિ એકરના દરે તેને ખેતરમાં નાખો. વાવણીના સમયે નાઈટ્રોજનનો 2/3 જથ્થો,સલ્ફર અને પોટાશનો સંપૂર્ણ જથ્થાનો ઉપયોગ કરો અને વાવણીના 30 થી 35 દિવસ પછી ખેતરમાં પ્રથમ પિયત સમયે 1/3 જથ્થો નાઈટ્રોજન ઉભેલા પાકમાં નાખવો.
સુર્યમુખીના પાકની પિચત
ઝૈદ પાક સુર્યમુખીના પાકને 3 થી 4 પિયતની જરૂર પડે છે. પહેલી પિયત વાવણીના 30 થી 35 દિવસ પછી કવામાં આવે છે અને તેના પછી 1/3 જથ્થામાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવો જોઈએ. આ પછી, તેને 25 થી 30 દિવસના અંતરે પિયત આપતા રહવું જોઈએ.
રોગ જીવાત પર નિયંત્રણ
સૂર્યમુખીના પાકમાં એફિડ, જેસીડ, લીલી ઈયળ અને હેડ બોરર જેવા જંતુઓ થઈ શકે છે. જો કે પાકને બાગડવાનો કામ કરે છે. તેનાથી રક્ષણ માટે ઈમિન્ડાક્લોપ્રિડ 125 ગ્રામ પ્રતિ એકર અથવા એસિટામિપ્રિડ 125 ગ્રામ પ્રતિ એકરના દરે છંટકાવ કરો. કેટરપિલર અને હેડ બોરર જેવા જંતુઓના નિયંત્રણ માટે ક્વિનાલ્ફોસ 20 લિટર અથવા 1 ટકા પ્રોફેનોસનો ઉપયોગ કરો. અથવા 1.5 લિટર ઇસી દવા 600 થી 700 લિટર પાણીમાં ઓગાળી તેનો પણ છંટકાવ કરી શકો છો. સૂર્યમુખીનો પાક મુખ્યત્વે રસ્ટ, માથાનો સડો, રાઈઝોપસ હેડ રોટ, ડાઉની માઇલ્ડ્યુ વગેરે જેવા રોગોથી પીડાય છે. પાંદડાની ઝાંખીને નિયંત્રણમાં લેવા માટે, મેન્કોઝેબનું 3 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં દ્રાવણ બનાવીને પાક પર છાંટવું જોઈએ.
સુર્યમુખીના પાકની લણણી
સૂર્યમુખીના પાકની લણણી ત્યારે કરવી જોઈએ જ્યારે ફૂલનો પાછળનો ભાગ લીંબુ પીળો રંગનો થઈ જાય અને ફૂલો ખરવા લાગે. આ સ્થિતિમાં, ફૂલને કાપીને તેને 3 થી 4 દિવસ માટે ખુલ્લી જગ્યાએ સૂકવવા માટે છોડી દો. ફૂલ સુકાઈ જાય પછી તેના બીજને લાકડીઓ વડે પીટીને બહાર કાઢી લેવા જોઈએ. તેનો એક એકર પાક 8 થી 10 ક્વિન્ટલ ઉપજ આપી શકે છે. જણાવી દઈએ કે તેના બીજમાંથી 3 મહિનાના અન્દર તેલ કાઢી લેવું જોઈએ નહીંતર બીજ ખરાબ થઈ જશે.
Share your comments