ફેનાઇન ડીસ્ટેમ્પર એ વાઈરસથી થતો એક રોગ છે. આ રોગ હાર્ડ પેડ ડીસીસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રોગ મુખ્યવત્વે દરેક નસ્લના શ્વાનામાં જોવા મળે છે. શ્વાન ઉપરાંત આ રોગ બિલાડી વર્ગના અને વન્ય જીવોમાં પણ જોવા મળે છે.
ફેનાઇન ડીસ્ટેમ્પર એ વાઈરસથી થતો એક રોગ છે. આ રોગ હાર્ડ પેડ ડીસીસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રોગ મુખ્યવત્વે દરેક નસ્લના શ્વાનામાં જોવા મળે છે. શ્વાન ઉપરાંત આ રોગ બિલાડી વર્ગના અને વન્ય જીવોમાં પણ જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે ચાર માસથી મોટી ઉંમરના નાના બચ્ચામાં થાય છે. આ રોગ શ્વાનની દેશી નસ્લમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ તે વિદેશી નસ્લના શ્વાનના બચ્ચામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તે જીવલેણ હોય છે. આ રોગ માણસોમાં શ્વાનના સંપર્કમાં આવાથી કે પછી હવા દ્વારા ફેલાયે છે.
ડીસ્ટેમ્પર રોગના લક્ષણો
આ રોગના લક્ષણો દેખાવામાં એકથી બે અઠવાડીયા ના સમય લાગે છે. આ રોગ શ્વાનના પાંચનત્ર, શ્વાસ તંત્ર, કરોડરજ્જૂ અને મદગજને અસર પહોંચાડે છે. આ રોગના વાઈરસ સ્વાનની રોગ પ્રતિકારક શક્તિને ઓછા કરી નાખે છે, જેથી ક્યારેક આ રોગમાં બીજા અન્ય બેક્ટેરીયાનો ચેપ પણ થાય છે. રોગના શરૂઆતમાં તબક્કામાં શ્વાન ને ખૂબ જ ઊંચો તાવ આવવો, આંખોમાંથી ઘટ્ટ પ્રવાહી આવવું જે શ્વાનની આંખો ઉપર ચોંટી રહે છે, નાકમાંથી પાણી પડવું, ક્યારેક ઊલટી થવી અને ઉધરસ આવવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
ધણી વાર તેના પેટની ચામડીમાં ફોલ્લીઓ પણ જોવા મળે થે તો ક્યારેક તેના પગના પેડ જાડા થઈ જાય છે. આ ઉપરાંત સ્વાન ખાવા પીવાનું તથા ઉભા થઈને ચાલવાનું ટાળે છે અને લાંબો સમય આડું પડી રહે છે. જો શ્વાનને સમયસર સારવાર ન મળે તો આ રોગ વધુ તીવ્ર બને છે, જેથી શ્વાનને જેમ બને તેમ જલ્દી સરાવાર અપાવવી જોઈએ. જેથી આ રોગને આગળ વધતી અટકાવી શકાય.
શ્વાનને સમયસર સારવારના મળે તો..
જો શ્વાનને સમયસર સારવાર ન મળે તો આ વાઈરસ શ્વાનના ચેતાતંત્રને અસર પહોંચાડે છે, જેમા તેના સ્નાયુઓનું ખૂબ જ ખેંચાણ થાય છે. જેને ખેંચ આવે છે અને મોઢામાંથી લાળ ટપકવા માંડે છે. શ્વાન ખૂબ આવેગી બની જાય છે, ત્યાર બાદ તેને લકવાની અસર થાય છે અને ઊભો થઈ શકતો નથી. જેથી આડો પડી જાય છે. જે, જીવલેણ સાબિત થાય છે. આ રોગમાં સારવાર માટે દેખાતા લક્ષણોને આધારે સારવાર કરવામાં આવે છે. આ રોગથી જેટલી જલ્દી શ્વાનને સારવાર મળે એટલી જલ્દી તેની બચવાની શક્યતાઓ વધી જાય છે.
રસી કેવી રીતે આપવાની
આ રોગ વાયરસથી થતો હોવાથી તેની કોઈ સીધી અસરકારક સારવાર નથી, પરંતુ આ રોગને થતો અટકાવવા માટે આ રોગની રસી મૂકી શકાય છે. આ રોગની રસી અન્ય વાઈરસથી થતા રોગોનની રસી સાથે આપવાની હોય છે. રસી આપનાની યોગ્ય ઉંમ્ર છથી આઠ અઠવાડીયા અને બીજો ડોજ પહેલી ડોજના બે અઠવાડીયા પછી અને ત્યારબાદ દર વર્ષે આપવાનું હોય છે.
રસી આપી ન હોય તેવા શ્વાનના નાના બચ્ચાને અને ચેપગ્રસ્ત શ્વાન જોડે રમવાથી રોકવું જોઈએ. અન્ય શ્વાનના ખાવા અને પીવાના વાસણ બરાબર ધોવા જોઈએ અને નાના બચ્ચા ના વાસણ અલગ રાખવા જોઈએ, જેથી આ જીવલેણ રોગને ફેલાતો અટકાવી શકાય અને આપણા પરીવારના સભ્ય સમાન શ્વાનનો જીવ બચાવી શકાય.
Share your comments