એક રિપોર્ટ અનુસાર, ડિજિટલ ધિરાણ વર્ષ 2023 સુધીમાં 350 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. તે જ સમયે, 2019 પછીના 5 વર્ષમાં તે 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. ફેસબુકે તાજેતરમાં કહ્યું હતું કે કંપની નાના ઉદ્યોગોને ધિરાણ આપવાનું શરૂ કરશે.
2017થી ભારતમાં ડિજિટલ પેમેંટની શરૂઆત થઈ, જે સમયના સાથે-સાથે વધવા માંડી વર્તમાનમાં એટકે 2021માં ભારતની શહરી વસ્તીના સાથે ગામડાની વસ્તી પણ ડિજિટલ થવા માંડી છે. જેને જોતા ફેસબુક ઇંક, શાઓમી કોર્પોરેશન, એમેઝોન અને ગૂગલ જેવી કંપનીઓ ભારતની ડિજિટલ લોન માર્કેટમાં પ્રવેશવાની યોજના ઘડી રહી છે. જેમાથી ગૂગલના એપ ગૂગલ પેથી લોકો સૌથી વધારે ડિજિટલ ટ્રાંનજેક્શન કરે છે. વર્ષ 2024 સુધી ભારતમાં ડિજિટલ લોન ઉદ્યોગના 10 ટ્રિલિયન ડોલર થવાની શકયતા છે.
જેને જોતા આ કંપનિઓ પહેલાથી જ તેમની યોજનાઓની જાહેરાત કરી દીધી છે.તેને જોતા નાના ભારતીય ધિરાણકર્તાઓ પણ ભાગીદારી કરવાની શરૂઆત કરી દીધી છે. વાસ્તવમાં, ટેક કંપનીઓ ભારતમાં વધી રહેલા ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ માર્કેટ પર ધ્યાન આપી રહી છે.
ફેસબુક વેપાર માટે આપશે 50 લાખ
એક રિપોર્ટ અનુસાર, ડિજિટલ ધિરાણ વર્ષ 2023 સુધીમાં 350 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. તે જ સમયે, 2019 પછીના 5 વર્ષમાં તે 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. ફેસબુકે તાજેતરમાં કહ્યું હતું કે કંપની નાના ઉદ્યોગોને ધિરાણ આપવાનું શરૂ કરશે. આ માટે, ધિરાણકર્તાઓ સાથે ભાગીદારી કરવામાં આવશે જે તેના પ્લેટફોર્મ પર જાહેરાત કરે છે. ફેસબુકે કહ્યું કે ભારત પહેલો દેશ હશે જ્યાં કંપની આવા કાર્યક્રમ શરૂ કરશે. નાના બિઝનેસ લોન હેઠળ 5 થી 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તેના પર વ્યાજ દર 17 થી 20 ટકા વાર્ષિક રાખી શકાય છે. તે જ સમયે, આ ગેરંટી વગર લોનની સુવિધા હશે.
ફેસબુક અપાવશે 50 લાખ સુધીની લોન, જાણો કેવી રીતે મળશે લાભ
બેંકો ધિરાણકર્તાઓ સાથે ભાગીદારી કરી રહ્યા છે
શાઓમી ઇન્ડિયાના ચીફ મનુ જૈને કહ્યું કે કંપની લોન, ક્રેડિટ કાર્ડ અને વીમા પ્રોડક્ટ ઓફર કરવાની યોજના બનાવી રહી છે. આ માટે, દેશની કોઈપણ મોટી બેંક અને સ્ટાર્ટઅપ ડિજિટલ ધિરાણકર્તા સાથે ભાગીદારી કરવામાં આવશે. એમેઝોને તાજેતરમાં નાણાકીય ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્મોલકેસ ટેકનોલોજીમાં પણ રોકાણ કર્યું છે. સંપત્તિ વ્યવસ્થાપના ક્ષેત્રે કંપનીનું આ પ્રથમ રોકાણ છે. આ સિવાય ફેરિંગ કેપિટલ, પ્રેમજી ઇન્વેસ્ટ, સેકિયા કેપિટલ ઇન્ડિયા, બ્લૂમ વેન્ચર્સ, બાયનેક્સ્ટ, ડીએસપી ગ્રુપ, અરકમ વેન્ચર્સ, WEH વેન્ચર્સ અને HDFC બેન્ક પણ ડિજિટલ લોન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે
ગૂગલ પહેલાથી જ કરે છે
ગૂગલ પે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડિજિટલ ગોલ્ડ, વેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ ઓફર કરી રહ્યું છે. હાલમાં, મોટા નામો ડિજિટલ લોન માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો કે, આ બજાર કંપનીઓ માટે જોખમથી મુક્ત નથી. તમને જણાવી દઈએ કે માર્ચ 2021 થી દેશનો બેડ લોન રેશિયો 11.30 ટકા વધવાની ધારણા છે. તે જ સમયે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ઓનલાઇન ધિરાણકર્તાઓ સહિત 300 સ્ટાર્ટઅપ્સને નિયંત્રિત કરવાની યોજના બનાવી રહી છે.
Share your comments