Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

ફેસબુક અપાવશે 50 લાખ સુધીની લોન, જાણો કેવી રીતે મળશે લાભ

નાના અને મધ્યમ વર્ગના વેપાર ધંધાઓને વધારે વેગ મળે તે માટે સોશિયાન મીડિયાની જાણીતી કંપની ફેસબુક દ્વારા લોન આપવાની એક નવી પહેલ શરૂ કરી છે. હવે ફેસબુક નવો ધંધો શરુ કરવા માંગતા હોય અથવા તો નાનો અને મધ્યમ વર્ગનો ધંધો કરી રહ્યા છે તેવા વેપારીઓ કે ઉદ્યોગદારીઓને 5 થી 50 લાખ શુધીની લોન આપી રહી છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
facebook business loan
facebook business loan

નાના અને મધ્યમ વર્ગના વેપાર ધંધાઓને વધારે વેગ મળે તે માટે સોશિયાન મીડિયાની જાણીતી કંપની ફેસબુક દ્વારા લોન આપવાની એક નવી પહેલ શરૂ કરી છે. હવે ફેસબુક નવો ધંધો શરુ કરવા માંગતા હોય અથવા તો નાનો અને મધ્યમ વર્ગનો ધંધો કરી રહ્યા છે તેવા વેપારીઓ કે ઉદ્યોગદારીઓને 5 થી 50 લાખ શુધીની લોન આપી રહી છે.

નાના ધંધાને મળશે વેગ

  • જાયન્ટ કંપની ફેસબુકે નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિક માટે સ્મોલ બિઝનેસ લોન્સની પહેલ શરૂ કરી છે.
  • તેના દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ 5 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે.
  • આ લોન દેશના 200 શહેરોમાં ઉપલબ્ધ થશે.
  • આ માટે ફેસબુકે ઓનલાઈન લોન વિતરણ કરતી કંપની ઈન્ડિફાઈ સાથે જોડાણ કર્યું છે.

લોન પર વ્યાજદર

  • કોલેટરલ વગરની લોન માટે, 17 થી 20 ટકા વ્યાજ વાર્ષિક ચૂકવવું પડશે.
  • જો તમે મહિલા ઉદ્યોગસાહસિક છો, તો તમારે સામાન્ય દર કરતા 2 ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
  • લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી નથી.
  • જ્યારે પણ બેંક હોમ લોન આપે છે, ત્યારે ગ્રાહકે તેના માટે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે.
  • પ્રોસેસિંગ ફી માત્ર એક જ વાર ચૂકવવામાં આવે છે.
  • માત્ર પાંચ દિવસમાં લોન મળી જશે.
facebook business loan
facebook business loan

કોણ લઈ શકશે લાભ ?

  • લોન માત્ર તે જ નાના ઉદ્યોગસાહસિકો માટે ઉપલબ્ધ હશે જેઓ ફેસબુક અથવા તેના ગ્રૂપની અન્ય એપ પર ઓછામાં ઓછા છ મહિના એટલે કે 180 દિવસ સુધી જાહેરાત કરી રહ્યા છે.
  • ફેસબુક આ કવાયત એટલા માટે કરી રહ્યું છે કે વધુને વધુ કંપનીઓ તેના પ્લેટફોર્મ અને અન્ય એપ પર જાહેરાત આપે.

ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર

ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને જણાવ્યું હતું કે મૂડીનું વધુ મહત્વ છે કારણ કે તે નાની કંપનીઓને  રીકવર કરવામાં અને વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરી શકે છે.આ ટોજના અંતર્ગત લોન વિતરણ અને વસૂલાતના નિર્ણયો માત્ર ઓનલાઈન ધિરાણકર્તા જ લેશે. ફેસબુકની આ પહેલથી વેપાર ઉદ્યોગ વધુ વેગ પકડી શકે તેમ છે.

નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર

નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અમિતાભ કાંતે કહ્યું કે MSME દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. ફેસબુકનું કહેવું છે કે તે પૈસા કમાવવા માટે આ કામ નથી કરી રહ્યું. તેમાં કોઈ આવક વહેંચણી થશે નહીં, પરંતુ તે ઉદ્યોગના વિકાસને જે પ્રોત્સાહન આપશે તેનાથી ફાયદો થશે.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More