Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: અડદાથી વધુ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, ડાંગરના વાવેતરમાં વધારો થવાની શક્યતા

5 જુલાઈ 2024 એટલે કે આજ માટે કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના વડા દ્વારા જણાવામાં આવેલ માહિતી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

5 જુલાઈ 2024 એટલે કે આજ માટે કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના વડા દ્વારા જણાવામાં આવેલ માહિતી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે નર્મદા, સુરત, બનાસકાંઠા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આવનારા 7 દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા 5 દિવસ સુધી ખલાસિઓને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ઉપરાંત રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં તાપમાન

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ મુજબ આજે આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, નર્મદા, અમદાવાદ, સાબરાકાંઠા, નવસારી અને તાપીમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે, તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ, પાટણ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ડાંગરનું વાવેતર વધશે

ચોમાસાની શરૂઆત અને સારા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરની રોપણી પણ શરૂ કરી દીધી છે. આ વખતે કૃષિ વિભાગે 61 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની ખેતી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સામાન્ય રીતે 58 થી 59 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે. કૃષિ વિભાગનું કહેવું છે કે જો ચોમાસામાં વધુ વિલંબ થયો હોત તો ડાંગરની ફેરરોપણીમાં સમસ્યા સર્જાઈ હોત. પરંતુ 30 જૂનથી રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. તેથી ખેડૂતો ઝડપથી ડાંગરની રોપણી કરી રહ્યા છે

બીજા રાજ્યોમાં હવામાનનું હાલ

જો આપણે ઉત્તર ભારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ચોમાસાના આગમનથી, રાજ્યમાં સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે બે-ત્રણ દિવસ સુધી યુપીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. જો કે, પીલીભીત, બલરામપુર, શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર, રામપુર, બરેલી, શાહજહાંપુર અને આસપાસના વિસ્તારોમાં તેરાઈ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. IMD એ યુપીના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ, તોફાન અને વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More