હવામાન વિભાગના નવીનતમ અપડેટમાં મુજબ અરુણાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. ઓડિશા વિશે કહેવામાં આવ્યું છે કે 6 થી 9 એપ્રિલની વચ્ચે હળવો વરસાદ થઈ શકે છે. બિહારમાં 7 અને 8 એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે કેરળમાં 7 એપ્રિલ ગરમ અને ભેજવાળો દિવસ રહેશે. 7મી એપ્રિલે મધ્યપ્રદેશમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહી
IMDએ કહ્યું કે આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ, ઉત્તર આંતરિક કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા અને તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. IMDએ કહ્યું કે તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળના ભાગોમાં "નોંધપાત્ર વરસાદ" ની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પૂર્વમાં હિમવર્ષાની સંભાવના
અરુણાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે, કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઈ શકે છે. અમૃતસર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા જેવા રાજ્યોમાં વાવાઝોડા સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. બંગાળ, છત્તીસગઢ અને ઓડિશામાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે. એ જ રીતે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને વિદર્ભમાં ભેજવાળો અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.
આ રાજ્યોમાં વરસાદની સંભાવના
પુડુચેરી, કેરળ, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ, રાયલસીમા જેવા વિસ્તારોમાં હજુ સુધી વરસાદની કોઈ આગાહી નથી. આગામી 48 કલાકમાં કેરળમાં વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે સમગ્ર મધ્ય ભારતમાં વરસાદની સ્થિતિ દેખાતી નથી. પશ્ચિમી રાજ્યોમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી. પશ્ચિમ મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં હવામાન પલટાયું
જો આપણે ગુજરાતના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં મોસમ પલટાઈ ગયું છે. જ્યાં રાજ્યમાં અત્યાર સુધી કાળઝાળ ઉનાળો હતો. ત્યારે હવે વાદળ છવાયો વાતાવરણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરીએ વાર કમોસમી વરસદાન આવી ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં કાળઝાળ ગરમીના સાથે કમોસમી વરસાદ થશે.
આ પણ વાંચો: તરબૂચને કાપ્યા વગર આવી રીતે જાણો કે તે મીઠું અને લાલ છે કે નહીં
તેમની આગાહી મુજબ આવનારા 10 થી 13 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. પરંતુ ત્યાર સુધી ગુજરાતિઓને ગરમી સાથે સંતા-કુકડી રમવી પડશે.જણાવી દઈએ કે 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્માદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમ જ 11 તારીખે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાદર, દાહોદ, છોટાઉદેપુર અને નર્માદા જિલ્લામાં વરસાદન થવાની શક્યતા છે. તેમજ 12 અને 13 તારીખે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
Share your comments