નવેમ્બર અડધો વિતી ગયો છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યું છે તેમ તેમ શિયાળા ગુજરાતના બારણો ખખડાવી રહી છે. રાજ્યમાં વહેલી સવાર- સાંજની ઠંડીનું અનુભવ લોકોને થઈ રહ્યો છે. જ્યારે બપોરે હજુ પણ ગરમીનો અહસાસ થાય છે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે જતો રહ્યું છે. એમ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં તો તાપમાન 19 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની નજીક
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ અપડેટ મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 17 ડિગ્રીથી લઈને 20 ડિગ્રીના વચ્ચે નોંધાઈ રહ્યું છે. જ્યારે મોટાભાગના શહેરોમાં લધુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે પહોંચ્યું છે. અમદાવાદમાં 19.5 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી, ડીસામાં 19.3 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. જ્યારે 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 26 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં હિમવર્ષા
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેની અસર ગુજરાતના તાપમાન પર જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે વાતવારણમાં ઠંડક પસરી ગઈ છે. વહેલી સવાર અને રાતે લોકોને ઠંડીનું અહસાસ થઈ રહ્યું છે.હવામાન વિભાગ પ્રમાણે હવે થોડા દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાનું શરું થશે.
હવામાનમાં પલટો આવવાની શક્યતા
દેશમાં શિયાળાની વાત કરીએ તો હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેમાં ઉત્તર ભાગમાં જમ્મુ કાશ્મીરના પહાડોમાં પશ્ચિમી વિક્ષોભની અસર મંગળવારની રાતથી જ જોવા મળી રહી છે. જ્યારે પૂર્વમાં બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તટીય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ વિભાગના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો:MFOI 2024 માં સહયોગી તરીકે જોડાયું સોમાણી સીડ્સ આપે છે મૂળાની શ્રેષ્ઠ જાતો
Share your comments