ગુજરાતમાં કોલ્ડ વેવની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ ઉત્તર ભારતના પહાડી રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ધ્રુજવનારી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં રાજ્યમાં ઠંડીનું સ્તરમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન આવનારા દિવસોમાં 4 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે, જો કે અત્યારે 6.5 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
તાપમાનમાં ઘટાડો
પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે નલિયા 5.4 ડિગ્રી લઘુત્તમ તાપમાનના સાથે રાજ્યના સૌથી ઠંડુ શહેર છે. જ્યારે ઓખા 20.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેર છે. ઉપરાંત ગાંધીનગરમાં તાપમાન 10 ડિગ્રી, અમદાવાદમાં 10.2 ડિગ્રી, વડોદરામાં 10.3 ડિગ્રી કેશોદ 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી, જામનગરમાં 15 ડિગ્રી નોંધવામાં આવ્યું છે
સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું મૌજુ ચાલુ રહેશે
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ શિયાળાની રાહ જોઈ રહેલા લોકોને શિયાળા ધ્રુજી દેવા માટે આવી ગઈ છે. ડિસેમ્બરની શરૂઆતના સાથે જ રાજ્યમાં તાપમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવનારા સમયમાં કાતિલ ઠંડી વધુ વિકરાલ બનશે તેમ જ આજે કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે. તેના સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવનારા કેટલાક દિવસ સુધી ઠંડીનું મૌજુ આમ જ ચાલુ રહેશે.
દેશમાં ઠંડીનું ચમકારો
આઈએમડી મુજબ જાહેર કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાત સાથે જ દિલ્લી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પણ શિયાળાનું પ્રકોપ જોવા મળશે. ત્યાં પણ આગામી 4-5 દિવસ સુધી ઠંડીનું મૌજુ ચાલુ રહેશે અને દિલ્હીમાં ગાઢ ઘુમ્મસ જોવા મળશે. તેના સાથે જ મઘ્ય પ્રદેશમાં હવામાન વિભાગે શીતલહેરની ચેતવણી આપી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશની મનાલી-શિમલા અને બીજા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે યાત્રિયોની સંખ્યામાં વધારો જોવા મળ્યું છે. ત્યાં પણ અમને કેટલાક ગુજરાતના યાત્રિયો જોવા મળ્યા હતા,જો કે ત્યા મજા માણવા આવ્યા છે.
આ પણ વાંચો:કુદરતી ખેતીમાં હવે ગુજરાત નથી હિમાચલ છે મોખરે, આમ થયું ફેરફાર
Share your comments