Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો અને APMCના વેપારીઓને તકેદારી રાખવા અનુરોધ

વલસાડ જિલ્લા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 5મી મેં સુધી કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે.

KJ Staff
KJ Staff
Unseasonal rain forecast
Unseasonal rain forecast

વલસાડ જિલ્લા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 5મી મેં સુધી કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં આગામી 5મી મેં 2023 સુધી કમોસમી વરસાદની જાહેરાત કરવામાં આવી છે. જેને લાઈબે ખેસુતોને અબે જિલ્લામાં આવેલું તમામ APMCના વેઓરીઓ તકેદારી રાખવા જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.5મી મે 2023 સુધી વલસાડ જિલ્લામાં હળવા અને મધ્યમ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.

આ પણ વાંચો: આણંદ કૃષી યુનિવર્સિટીમાંથી ડાંગરના બિયારણ માટે ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ, જાણી લો છેલ્લી તારીખ

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક,જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફરી નંબર -18001801551નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More