Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આણંદ કૃષી યુનિવર્સિટીમાંથી ડાંગરના બિયારણ માટે ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ, જાણી લો છેલ્લી તારીખ

આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો દ્વારા ઉત્પાદિત ડાંગર અને બીડી તમાકુની જુદી જુદી જાતોના ‘અનુભવ' બીજના વેચાણ માટે, બિયારણની ઓનલાઈન નોંધણી અને ફાળવણી વિતરણ વ્યવસ્થા અમલી થનાર છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Anand Agricultural University
Anand Agricultural University

આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો દ્વારા ઉત્પાદિત ડાંગર અને બીડી તમાકુની જુદી જુદી જાતોના ‘અનુભવ' બીજના વેચાણ માટે, બિયારણની ઓનલાઈન નોંધણી અને ફાળવણી વિતરણ વ્યવસ્થા અમલી થનાર છે. ડાંગરની જુદી જુદી જાતો માટે આગામી તા. ૫.૫.૨૦૧૩ થી તા. ૧૨.૫.૨૦૨૩ અને બીડી તમાકુની જુદી જુદી જાતો માટે તા. ૧૫.૫.૨૦૨૩ થી તા. ૩૦.૫.૨૦૨૩ દરમ્યાન ઓનલાઈન નોંધણી કાર્યરત થનાર છે. ખેડૂતો આ અંગેની સમગ્ર માહિતી તેમજ ઓનલાઈન નોંધણી કરવા માટેની વિગતો આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www,aau.in પરથી મેળવી શકશે. વધુ વિગતો માટે ફોન નંબર ૦૨૬૯૨-૨૬૦૩૨૯ પર સંપર્ક કરી શકાશે

કઈ રીતે કરશો બિયારણ ફાળવણીની અરજી?

  • ખેડૂતોએ બિયારણ ફાળવણીની અરજી ઓનલાઈન www,aau.in વેબસાઈટ પર આપેલ લીંક દ્વારા નિર્ધારીત સમયગાળામાં જ કરવાની રહેશે.
  • અરજી કરનાર ખેડૂતે સૌપ્રથમ પોતાનો મોબાઈલ નંબર નાખવો અને મોબાઈલ પર જે ઓટીપી (OTP) આવે તે અરજીમાં સૌપ્રથમ દાખલ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ પાકનું નામ, જાત, બિયારણનું સ્ટેજ, જ્યાંથી બિયારણ મેળવવું હોય તે કેન્દ્રની પસંદગી અને જરૂરી બેગની સંખ્યાની વિગતો ઓનલાઈન અરજીમાં ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ખેડૂતે આધારકાર્ડમાં દર્શાવ્યા મુજબનું નામ, આધાર નંબર, ૮-અ નમુના મુજબનો ખાતા નંબર તથા તેમાં દર્શાવેલ વિસ્તાર હેકટર, આર અને ચોરસ મીટર પ્રમાણે દાખલ કરવાનો રહેશે.
  • વોટ્સએપ નંબર અને ઇમેલની વિગતો જો હોય તો દાખલ કરવી.

આ પણ વાંચો : ખરીફ પાક વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ લાયસન્સ ધારક પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો

  • ત્યાર બાદ પોતાના જીલ્લા, તાલુકા અને ગામની વિગતો પસંદ કરી નીચે લાલ અક્ષરોમાં દર્શાવેલ બાહેધરી આપવાના બોક્ષમાં ટીક (૫) કરી સબમિટ બટન પર આગળ વધવું.
  • ઓનલાઈન પેમેન્ટ માટે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ નેટબેન્કિંગની વિગતો તૈયાર રાખવી.
  • આ ઉપરાંત યુપીઆઈ (UPI) તથા કયુ આર કોડ (QR CODE)થી પણ પેમેન્ટ થઇ શકશે.
  • ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ખેડૂતે ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢી લેવી મોબાઈલમાં સેવ કરી લેવી. આ પાવતી બિયારણ રૂબરૂ લેવા આવતી વખતે આધાર કાર્ડ અને ૮ – અ ની નકલની સાથે લાવવાની રહશે.

ક્યાર સુધી કરી શકશો અરજી?

બિયારણ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોએ  તા. ૦૫-૦૫-૨૦૨૩ થી તા. ૧૨-૦૫-૨૦૨૩ દરમ્યાન અરજી કરવાની રહેશે. 

Share your comments

Subscribe Magazine

More on News

More