Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

ગુજરાતમાં મેં મહિનામાં આવશે ભયંકર આંધી, જાણી લો કયા દિવસે પડશે માવઠું, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?

માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ રહ્યું હતું, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. તો એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Ambalal Patel's forecast
Ambalal Patel's forecast

ગુજરાતમાં મે મહિનામાં વાતાવરણમાં મોટા પલટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં આ પહેલા પણ ઉનાળાની શરૂઆતથી જ વરસાદી માહોલ રહ્યો છે. અને વારંવાર માવઠાની અવરજવર ચાલી રહી છે. તેવામાં મેં મહિનામાં અંબાલાલ પટેલે વાતારવણમાં ઘટક ફેરફાર થાય તેવી આગાહી કરી છે અને સાવધાન રહેવા જણાવ્યું છે.

આવી શકે છે ભયંકર આંધી 

તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે અરબી સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.

આ પણ વાંચો: ભારતમાં હવે ગમે ત્યાં ઉગશે સફરજન, આ નવી જાત આપશે 25 વર્ષ સુધી ફળ

આ વખતે માવઠાની આગાહી વગર છેલ્લા ચાર દિવસથી બદલાયેલા વાતાવરણ બાદ વરસતા માવઠાએ ખેડૂતો ને મુશ્કેલી ઊભી કરી છે.કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત KVK ના વૈજ્ઞાનિકોના મત મુજબ આ વરસાદ કેરીમાં જીવાત સહિત ફળ માખી ઉત્પન્ન કરશે સાથે જ ચીકુના પાકમાં જે ફૂલ આવી રહ્યા છે. તેમાં ઇયળ સહિત ચુસીયા પ્રકારની જીવાત ઉત્પન્ન થઈ શકે છે, આ કમોસમી વરસાદ શાકભાજી પાકોને પણ નુકસાન પહોંચાડશે જેમાં વેલ વાળા શાકભાજીમાં કારેલા રીંગણ, પરવર, ટીડોળા ચીભડાં,ગલકા, દૂધી,ગુવાર જેવા શાકભાજી પાકને સાચવવા માટે ખેડૂતોને નવનેજા ઉતરશે.

Share your comments

Subscribe Magazine

More on weather

More