હવામાન સારાંશ
અમરેલી જીલ્લામાં આગામી ૫ દિવસ દરમિયાન હવામાન ગરમ, આંશિક ભેજવાળુ અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.તા. ૦૩ થી ૦૫ મે દરમિયાન જીલ્લામાં ગાજવીજ સાથે છુટા છવાયા હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે, તા ૦૬ અને ૦૭ મે દરમિયાન અમુક વિસ્તારોમાં ખુબ ઓછી શક્યતા સાથે ખુબ હળવા થી હળવા વરસાદની શક્યતા રહેશે. મહત્તમ તાપમાન ૩૫-૩૭ °સે અને લઘુત્તમ તાપમાન ૨૪-૨૫ °સે જેટલું રહેવાની શક્યતા છે.
પવનની ગતિ
પવનની ગતિ સામાન્ય કરતા વધુ, અંદાજીત ૧૩-૧૫ કિમી/કલાક સુધી ની રહેવાની શક્યતા છે, દિશા મોટાભાગે નૈરુત્ય-વાયવ્ય રહેવાની શકયતા છે.
આગોતરું અનુમાન
તા.૦૮ થી ૧૨ મે ૨૦૨૩ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. લઘુતમ તાપમાન ૨૨-૨૬ ° સે અને મહત્તમ તાપમાન ૩૪-૪૦ ° સે જેટલું રહેવાની શક્યતા છે. આ દરમિયાન વરસાદની શક્યતા નહીવત રહેશે.
આ પણ વાંચો :અમરેલી જીલ્લાની મહિલાઓ માટે ફળ-શાકભાજી પરિરક્ષણની તાલીમ યોજાશે
સામાન્ય કૃષિ સલાહ
- આગામી દિવસોમાં છુટા છવાયા વરસાદની શક્યતા હોવાથી જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહિ.
- ખેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.
- પરિપક્વ ફળ અને શાકભાજી પાકોને વહેલાસર ઉતારી સલામત જગ્યા એ પહોચાડવા.
- ભવિષ્યમાં પવનને કારણે નુકસાન ના થાય તે માટે ખેતર ફરતે પવનરોધક વૃક્ષો જેવા કે નીલગીરી, સરુ, લીમડો, બાવળ, વડલો વગેરે ઉગાડવા.
- ચોમાસું પાકોમાં સંકલિત પોષણ વ્યવસ્થાપન માટે જમીનની ચકાસણી કરાવવી.
Share your comments