વાવાઝોડાને ધ્યાનમાં રાખી બચાવ કામગીરી માટે કચ્છમાં 4 ટીમની ફાળવણી કરાઈ છે. 2 SDRF અને 2 NDRF ટીમ બચાવ કામગીરી માટે સજ્જ છે. આ ઉપરાંતએક SDRF અને એ NDRFની ટીમ નલિયા ખાતે ગોઠવવામાં આવી છે. NDRFની એક ટીમ માંડવી ખાતે ગોઠવવામાં આવી છે..
આ પણ વાંચો : Cyclone Biporjoy : બિપોરજોય વાવઝોડું ગુજરાત માટે બન્યું મોટું સંકટ
વાવાઝોડાના ભયાનક સ્વરૂપને ધ્યાનમાં રાખી ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
જૂનાગઢના માંગરોળના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હોવાના સમાચાર છે. કેટલીક જગ્યાએ કાચા છાપરા ઉડ્યા છે તો બીજી બાજુ માંગરોળમાં કાચી દિવાલોને પણ નુકસાન થયું છે. જામનગરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠે લોકોને ન જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત
કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્રએ કલમ 144 લાગુ કરી છે. અહીં 12 જૂનથી 16 જૂન સુધી કલમ લાગુ રહેશે
Share your comments